રસ્તાના રિનોવેશનમાં ગરબડ-ગોટાળા?

રોડની હાલત સુધરવાને બદલે વધુ બગડતાં વાહનચાલકોએ વ્યક્ત કરી શંકા

road

સાગર ગોર

મુલુંડ-વેસ્ટમાં રાજેન્દ્ર પ્રસાદ રોડ પર જવાહર ટૉકીઝ પાસે અમુક મહિના પહેલાં જ સિમેન્ટ-કૉન્ક્રીટીકરણ કરીને રસ્તાનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ રિનોવેશન પાંચ વર્ષ પછી થયું છે, પણ અમુક જ ભાગમાં થયું છે. અડધાથી વધારે ભાગ પહેલાં પણ ખાડાળો હતો અને આજે પણ છે. રાહદારીઓ કહે છે કે પાંચ વર્ષ પછી રિનોવેટ થયેલા રોડથી વાહનચાલકોને કોઈ રાહત મળી નથી. એથી કામમાં ગરબડ-ગોટાળા થયાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.

આ બાબતે એક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં પણ BMCએ આવી જ થૂંકપટ્ટી કરીને રોડ રિનોવેટ કયોર્ હતો. પાંચ વર્ષ પછી કરવામાં આવેલું સિમેન્ટ-કૉન્ક્રીટીકરણ પૂરા રસ્તા પર દેખાતું નથી. અમુક ભાગ તો પહેલાં જેવો જ ખાડાળો છે. રિનોવેશન થઈ રહ્યું હતું ત્યારે તો એવું લાગતું હતું કે હવે વાહનચાલકોને અહીંથી પસાર થતી વખતે રાહત મળશે.’

આ બાબતે એક વાહનચાલકે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રસ્તા પર રિનોવેશન પાંચ વર્ષથી થયું નહોતું. વાહનચાલકોની માગણી અને પ્રશાસનના સહકાર્યથી અહીં સિમેન્ટ-કૉન્ક્રીટનો રોડ બનાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે, પરંતુ રિનોવેશન એવું થયું છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ કહી શકે કે અહીં પ્રશાસને લાખો રૂપિયા વેડફી નાખ્યા છે. આ રસ્તાની હાલત રિનોવેશન બાદ તો વધુ ખરાબ થઈ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK