હવે ફેરિયાઓ ને હાથગાડી લઈને ફરનારાઓનો ત્રાસ

હાઈ કોર્ટના કાયદાનું ઉલ્લંઘન કરીને લારીવાળાઓ તેમ જ ફેરિયાઓ રસ્તા પર બૂમબરાડા પાડીને પોતાની ચીજવસ્તુ વેચતા હોવાથી આસપાસની સોસાયટીના રહેવાસીઓ ત્રાસી ગયા

hawkers

સાગર ગોર

લોકોનો રસ્તો રોકીને બેસતા ફેરિયાઓનો ત્રાસ તો દૂર નહીં થાય, પણ હવે મુલુંડમાં લારીવાળાઓનો ત્રાસ પણ રાહદારીઓ માટે વધી રહ્યો છે. મુંબઈ હાઈ કોર્ટે ફેરિયાઓ, રેંકડીવાળાઓ તેમ જ લારીવાળાઓ માટે અમુક નિયમ બહાર પાડ્યા છે જેમાં રેલવે-સ્ટેશન અને BMC માર્કેટથી ૧૫૦ મીટરના અંતરમાં અને એજ્યુકેશનલ, રિલિજિયસ સંસ્થાનોના ૧૦૦ મીટરના અંતરમાં ફેરિયાઓ બેસી શકશે નહીં છતાં મુલુંડની માર્કેટ પાસે, રેલવે-સ્ટેશન પાસે તેમજ સ્કૂલ-કૉલેજ એરિયા પાસેની જગ્યાએ કોર્ટે ઘડેલા નિયમો ફગાવીને ફેરિયાઓ બૂમબરાડા પાડીને ધંધો કરતા હોય છે. તો લારીવાળાઓ પણ એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જઈ બૂમબરાડા પાડીને ફ્રૂટ્સ કે ભાજી વેચતા હોય છે. ફેરિયાઓ તેમ જ લારીવાળાઓ પોતાની ચીજવસ્તુ વેચવા બૂમબરાડા પાડતા હોવાથી આસપાસની સોસાયટીના રહેવાસીઓ ત્રસ્ત થઈ ગયા છે.

મુલુંડ-વેસ્ટમાં રામ રતન ત્રિવેદી રોડ પર આવેલા રોહિણી બિલ્ડિંગના રહેવાસી અનંતરાય શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વર્ષોથી રામ રતન ત્રિવેદી રોડને BMCની માર્કેટ ગણવામાં આવે છે. ૨૪ કલાક આ રોડ પર ફેરિયાઓ ધંધો કરતા હોય છે. આ રસ્તા પર પચીસથી વધુ બિલ્ડિંગ આવેલાં છે. ફેરિયાઓના ત્રાસથી રાહદારીઓ જેટલા હેરાન થતા હશે એનાથી વધારે રસ્તા પાસેનાં બિલ્ડિંગોમાં રહેતા લોકો આ લારીવાળાઓના બૂમબરાડાથી કંટાળી ગયા છે. આ લોકો બપોર હોય કે રાત પોતાની ચીજવસ્તુ વેચવા માટે જોર-જોરથી બૂમો પાડીને ન્યુસન્સ વધારતા હોય છે. રોજના બૂમબરાડાને કારણે અમે રહેવાસીઓએ મળીને તેમની સાથે ઝઘડાઓ પણ કર્યા છે છતાં તેઓ સમજતા જ નથી.’

હવે તો ફેરિયાઓ સાથે લારીવાળાઓનો પણ જગ્યા-જગ્યા પર ત્રાસ થઈ રહ્યો છે એમ જણાવતાં ‘માય મુલુંડ’ના અધ્યક્ષ વિરલ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રસ્તાઓ પર ફેરિયાઓનો ત્રાસ વધી રહ્યો છે એ સાથે ફ્રૂટ્સ કે શાકભાજીની લારી લઈને એક વિસ્તારથી બીજા વિસ્તારમાં જઈ બૂમો પાડીને ચીજવસ્તુઓ વેચતા લારીવાળાઓનો પણ ત્રાસ વધી રહ્યો છે. મુલુંડમાં ૨૦૦થી વધારે લારીવાળાઓ બપોરના સમયે  સોસાયટીમાં આવીને બૂમો પાડીને પોતાની વસ્તુઓ વેચતા હોય છે. એમાં અમુક સોસાયટીમાં વૉચમૅન ન હોવાથી બપોરની ઊંઘ હરામ થઈ જાય છે. મારી ‘માય મુલુંડ’ નામની સંંસ્થા છે જ્યાં ફેરિયાઓ તેમ જ લારીવાળાઓની અનેક ફરિયાદ આવે છે. મારી સંસ્થાના લેટરહેડ પર મેં આ ફેરિયાઓ તેમ જ લારીવાળાઓ પર ઍક્શન લેવા BMC કમિશનરને ફરિયાદ કરી છે છતાં પ્રશાસન આ લોકો પર ઍક્શન નથી લઈ રહી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK