મૅરેજ ઍનિવર્સરીએ પત્નીએ પતિને આપી અનોખી ગિફ્ટ

દામ્પત્યજીવનની સિલ્વર જ્યુબિલી અવસરે ગિફ્ટમાં પોતાની ઍડ્વોકેટની ડિગ્રી અર્પણ કરી મુલુંડની માલતી આઇયાએ

malti

રોહિત પરીખ

ભણવાની કોઈ ઉંમર નથી હોતી એ વાતને સિદ્ધ કરતી મુલુંડ (વેસ્ટ)માં રહેતી ૪૬ વર્ષની માલતી હરેશ આઇયા (ઠક્કર)ના પતિ હરેશ ઠક્કરની માલતી આગળ ભણે એવી જે ઇચ્છા હતી એ દામ્પત્યજીવનના પચ્ચીસમા વર્ષે પૂરી કરી હતી. માલતીએ તેના પતિને દામ્પત્યજીવનની સિલ્વર જ્યુબિલી નિમિત્તે ગિફ્ટમાં તેની (માલતીની) ઍડ્વોકેટની ડિગ્રી અર્પણ કરી હતી. ટૂંક સમયમાં માલતી તેના પતિ હરેશ સાથે સ્ટૅમ્પ-ડ્યુટી રજિસ્ટ્રેશનના બિઝનેસમાં જોડાઈને તેને મદદગાર બનશે.

આ આખી રસપ્રદ કહાનીની શરૂઆત ૧૯૯૨ની સાલમાં થઈ હતી. માલતીનાં માતા-પિતાએ માલતી ભણીને હજી રિલૅક્સ નહોતી થઈ ત્યાં જ માલતીનાં હરેશ ઠક્કર સાથે લગ્ન નક્કી કરી દીધાં હતાં. માલતીની ઇચ્છા ગ્ઘ્ંૃ પછી આગળ ભણવાની હતી, પરંતુ માતા-પિતાના નિર્ણય સામે આ ઇચ્છા તેણે મનમાં દબાવી રાખી હતી. જોકે હરેશની મુલાકાતમાં તેણે હરેશ સામે તેની ઇચ્છા જરૂર વ્યક્ત કરી હતી, જેની સામે હરેશે પણ તેને આગળ ભણવા પૂરતો સહકાર આપવાની તૈયારી પણ બતાવી હતી.

જીવનની આ પળોની માહિતી આપતાં માલતી ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માતા-પિતાએ મારાં લગ્નનો નિર્ણય લઈ લીધો એનાથી મારી આગળ ભણવાની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. આ વાત મેં હરેશને કરી હતી. એથી લગ્ન પછી મારા પર સાસુ-સસરાને સાચવવાની જવાબદારી હોવા છતાં હરેશે મને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી હતી. હરેશે મને કહ્યું હતું કે સહેજ પણ અફસોસ ન કર. તને આગળ ભણવાની અમારા પરિવાર તરફથી પરવાનગી છે. અમે બધા તારી સાથે જ છીએ. તેણે તો મને આગળ ભણાવવાનું વિઝન બનાવી લીધું હતું. મારા પતિના આ વિચારો સાથે મારા સસરા ગોવિંદજી અને મારાં સાસુ ભાગીરથીબહેન પણ સહમત થઈ ગયાં હતાં. જોકે હું મારી પારિવારિક જવાબદારી પહેલાં પૂરી કરવા માગતી હતી. સમય મળતાં મેં નર્સરીનો કોર્સ કર્યો, પણ મારું મન કોઈ ડિગ્રી લેવા તત્પર હતું. આમ છતાં પહેલાં મારા માટે દામ્પત્યજીવનની જવાબદારીને પ્રાધાન્ય હતું, જેને કારણે મેં પહેલાં એના પર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.’

family

માલતી તેના જીવનની મોટામાં મોટી મહત્વાકાંક્ષાને અને તેના પતિ હરેશના વિઝનને મનોમન દબાવીને દામ્પત્યજીવનમાં અને પારિવારિક જવાબદારીમાં પરોવાઈ ગઈ હતી. આ કાળમાં તેણે બે પુત્રોને જન્મ આપ્યો હતો. સાસુ-સસરાની સેવા સાથે બે પુત્રોને ભણાવવાની જવાબદારીમાં માલતી ગૂંથાઈ ગઈ હતી. સમય સાથે તેના બે પુત્રો મોટા થઈ ગયા હતા. સમય પણ ખાસ્સો વીતી ગયો હતો. માલતીનાં લગ્નને બાવીસ વર્ષ થઈ ગયાં હતાં, પણ તેની ભણવાની મહત્વાકાંક્ષામાં તસુભારનો પણ ફરક નહોતો પડ્યો. તેને તો લગ્ન સમયે હરેશે દર્શાવેલા માલતીને આગળ ભણાવવાના વિઝનને કોઈ પણ ભોગે પૂરું કરવું હતું. પોતાની પણ જીવનની અતિમહત્વની આકાંક્ષા પૂરી કરવા માલતી કટિબદ્ધ હતી.

પતિ હરેશના વિઝન અને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા સંદર્ભમાં માલતી ઠક્કરે કહ્યું હતું કે ‘મારા દામ્પત્યજીવનનાં બાવીસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં.

મારા બેઉ પુત્રો હવે મોટા થઈ ગયા હતા. તેઓ પણ ગ્રૅજ્યુએટ થવાની તૈયારીમાં હતા. આમ પુત્રોને ભણાવવાની જવાબદારીમાંથી પણ હવે હું મુક્ત થઈ ગઈ હતી. મારી પારિવારિક જવાબદારી પૂરી નહોતી થઈ, પણ થોડી ઓછી થઈ હતી. એથી મેં મારા પતિ હરેશ સમક્ષ લૉ ભણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હરેશ મારી વાત સાંભળીને ખુશ થઈ ગયા હતા. મારા પતિ, મારા પુત્રો જીન્કેશ અને ધૂન, મારાં સાસુ ભાગીરથીબહેન બધાં જ મેં કરેલી આગળ ભણવાની અને લૉ કરવાની રજૂઆત સાથે હર્ષભેર સહમત થઈ ગયાં હતાં. મારી બે દેરાણીઓ ડૉક્ટર છે, તેમણે પણ મને શુભેચ્છાઓ આપી હતી. પરિવારના આ સાથસહકારને લીધે નસીબજોગે મને વિક્રોલીની જ અસ્મિતા લૉ કૉલેજમાં ઍડ્મિશન મળી ગયું હતું.’

દામ્પત્યજીવનનાં બાવીસ વર્ષ પછી મારી મમ્મી મારા પપ્પાના વિઝનને પૂÊરું કરવા મેદાનમાં ઊતરી હતી. તેની હોશિયારીમાં અને બુદ્ધિમત્તામાં સહેજ પણ ફરક નહોતો પડ્યો એમ જણાવતાં માલતીના પુત્ર જીન્કેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારો પરિવાર મમ્મી સાથે જરૂર હતો, પણ મમ્મીના હાર્ડ વર્કને કારણે મમ્મીએ લૉનાં સળંગ ત્રણ વર્ષ જોતજોતાંમાં પૂરાં કરી લીધાં હતાં. ઍડ્મિશન લીધું ત્યારે શરૂઆતમાં મમ્મીને તેનાથી નાની ઉંમરના સહાધ્યાયીઓને જોઈને થોડો સંકોચ થયો, પણ હિંમત હાર્યા વગર કૉલેજમાં ભણી અને તેણે પપ્પાના વિઝનને સફળતાપૂર્વક પૂÊરું કર્યું હતું. તેને તેનાં લગ્નની પચીસમી સાલગિરહે LLBની ડિગ્રી મેળવી લીધી હતી. જીવનની સિલ્વર જ્યુબિલી નિમિત્તે મમ્મીએ પપ્પાને ગિફ્ટમાં તેની ઍડ્વોકેટની ડિગ્રી અર્પણ કરી હતી. મારી મમ્મી-પપ્પાની ૧૮ ડિસેમ્બરે પચીસમી મૅરેજ ઍનિવર્સરી છે.’

મારા પતિના વિઝનને અને મારી મહત્વાકાંક્ષાને તો મેં પૂરી કરી, હવે મારે પારિવારિક જવાબદારી સાથે મારા પતિના પ્રોફેશનમાં પણ મદદગાર બનવું છે એમ જણાવતાં માલતી ઠક્કરે કહ્યું હતું કે ‘મારા પતિનો સ્ટૅમ્પ-ડ્યુટી રજિસ્ટ્રેશનનો બિઝનેસ છે. મારા લૉના ભણતરને તેમના બિઝનેસમાં ઉપયોગ કરીને હવે તેમના બિઝનેસમાં સહાયરૂપ બનવાનો મેં નર્ધિાર કર્યો છે.

મારી જેમ મારા પુત્રને પણ મેં લૉ ભણાવ્યો છે. તે અત્યારે સેકન્ડ ઇઅરમાં ભણી રહ્યો છે. બીજો પુત્ર ચાર્ટર્ડ અકાઉન્ટન્સીનું ભણે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK