કોઈ કિતના ભી હંગામા કર લે, હમ તો નહીં હટેંગેં

હાઈ કોર્ટનો આદેશ કહો કે BMCની કાર્યવાહી, ફેરિયાઓ તો ત્યાંના ત્યાં જ

hawkers

સાગર ગોર

MNSની ફેરિયાઓને સ્ટેશન-પરિસરમાંથી હટાવવાની જોરદાર ઝુંબેશ બાદ મુંબઈ હાઈ કોર્ટના આદેશ અનુસાર પ્રશાસને રેલવે-સ્ટેશનનો પરિસર માપીને ૧૫૦ મીટરની લાઇન દોરી હતી અને એની અંદર આવતા બધા જ ફેરિયાઓને હટાવ્યા હતા. મુલુંડ-વેસ્ટમાં પણ ગયા મંગળવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ રેલવે સ્ટેશન-પરિસરમાં ૧૫૦ મીટરનું માપ રાખીને લાઇન દોરવામાં આવી હતી અને એના બીજે દિવસે જ દોરેલી લાઇન ગાયબ થઈ ગઈ હતી અને ફેરિયાઓ પાછા પોતાની જગ્યા પર આવીને ધંધો કરતા જોવા મYયા હતા.

એક ફેરિયાએ મિડ-ડે LOCALને આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘મુલુંડ સ્ટેશન-પરિસરમાં ૧૦૦ મીટરની લાઇન ડ્રૉ કરો કે ૧૫૦ મીટરની, અમને એનાથી કોઈ ફરક નથી પડતો. કાર્યવાહી થશે તો બે-પાંચ દિવસ માટે થોડુંક નુકસાન થશે. વાતાવરણ શાંત થઈ જશે તો અમે પાછા પોતપોતાની જગ્યાએ આવી જઈશું, કારણ કે અમારી રોજીરોટી જ એ જ છે. અમે ધંધો નહીં કરીએ તો ખાઈશું શું? કોઈ કેટલી પણ હદે હંગામો કરે, ફેરિયાઓ પાછા પોતાની જગ્યાએ આવવાના જ છે, કારણ કે ફેરિયાઓ પૈસાવાળા નથી કે ત્યાંથી હટીને પોતાની દુકાન ખરીદીને ધંધો કરે.’

ફેરિયાઓને કારણે દુકાનદારોને થતા ત્રાસ વિશે પૂછતાં એક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘણાં વષોર્થી ફેરિયાઓને લીધે અમને અમારા ધંધામાં નુકસાન થતું આવ્યું છે. આમ જોવા જઈએ તો અમે જે કપડાં કે અન્ય ચીજવસ્તુઓ વેચતા હોઈએ છીએ એ જ ચીજવસ્તુઓ ફેરિયાઓ સસ્તા ભાવે રસ્તા પર વેચતા હોવાથી વધારે લોકો તેમની પાસેથી ખરીદતા હોવાથી અમે નુકસાનમાં જઈએ છીએ. ફેરિયાઓ દિવસના ૧૦૦થી ૧૫૦ રૂપિયાનો હપ્તો આપતા હોય છે, પણ અમે દુકાનનું મહિને ભાડું તેમ જ લાઇટ-બિલ અને અન્ય મેઇન્ટેનન્સ ભરીને કાયદાકીય રીતે ધંધો કરીએ છીએ. તેઓ દુકાનની બહાર પોતાનો થેલો ગોઠવીને અમારા કરતાં વધારે ધંધો કરતા હોય છે. આ વખતે ફેરિયાઓને હટાવવા માટે રાજ ઠાકરેના કાર્યકરોએ જે પગલું ભર્યું છે એ એકદમ યોગ્ય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK