સ્વપ્નનગરી અસામાજિક તત્વોથી ક્યારે મુક્ત થશે?

છેલ્લાં કેટલાંય વર્ષોથી મુલુંડમાંની અસામાજિક તત્વોની સમસ્યા દૂર કરવા સામાજિક કાર્યકરોથી લઈને પોલીસ ઘણી મહેનત કરી રહ્યાં છે છતાં આજે પણ કોઈ નિરાકરણ નથી

dust1

સાગર ગોર

મુલુંડની પોલીસ-ટીમ અને સામાજિક કાર્યકરોની ટીમ હંમેશાં બેટર મુલુંડ માટે મુલુંડની સૌથી મોટી સમસ્યા એટલે કે અસામાજિક તત્વોને દૂર કરવા માટે કેટલાંય વર્ષોથી કોશિશ કરી રહી છે. અનેક વખત સામાજિક કાર્યકરો સાથે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ખાસ ચર્ચા થતી હોય છે છતાં આજે પણ મુલુંડમાં કેટલાક એવા વિસ્તારો છે જે અસામાજિક તત્વોથી ઘેરાયેલાં છે.  ï

હાલમાં મુલુંડ-વેસ્ટમાં સ્વપ્નનગરી વિસ્તારના સ્વપ્ન સરિતા બિલ્ડિંગની સામે ઘણાં વર્ષોથી ઊભી રહેલી એક બસની અંદર કે બહાર રસ્તા પર માદક પદાર્થ પડેલા જોવા મળે છે. કહેવામાં આવે છે કે રાતના સમયે અમુક અસામાજિક તત્વો બસની અંદર બેસીને માદક પદાથોર્નું સેવન કરતાં હોય છે. એ સિવાય રાતે પ્રેમી યુગલો બસમાં બેસી બીભત્સ હરકતો કરતા હોય છે. આવું લાંબા સમયથી ચાલતું આવ્યું છે છતાં પોલીસ-પ્રશાસન કે રાજનેતાઓને આ અસામાજિક તત્વોને અહીંથી હટાવવામાં હજી સફળતા મળી નથી.

dust

આ બાબતે વધુ માહિતી આપતાં સોસાયટીના એક સદસ્યે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં એક ટૂરિસ્ટ એજન્સીવાળાની બસ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભંગારની જેમ પડેલી છે. જેની એજન્સી હતી તે ભાઈનું લાઇસન્સ રદ થવાથી તેણે ત્રણ બસ આ જ રીતે અમુક ઠેકાણે-ઠેકાણે મૂકી દીધી છે જેમાં અમારા વિસ્તારમાં આ બસ ભંગારની જેમ પડેલી છે. અમુક અસામાજિક લોકો રાતે અહીં બસનો સહારો લઈ અંદર બેસી અમુક માદક તત્વોનું સેવન કરતા હોય છે. ક્યારેક રાતના સમયે પ્રેમી યુગલ બસની અંદર બેસીને બીભત્સ હરકતો કરતું હોય છે. અમારી સોસાયટી પાસે ચાલતી આવી હરકતોને રોકવા માટે અમે પોલીસને ફરિયાદ કરી છે. તેમના દ્વારા રિસ્પૉન્સ પણ મળ્યો છે છતાં આ જ સુધી આ સમસ્યાનો અંત આવ્યો નથી.’

આ બાબતે એક સ્થાનિક મહિલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારો વિસ્તાર થોડો સાઇલન્ટ એરિયામાં આવતો હોવાથી રાતે અને બપોરના સમયે રસ્તો સૂમસામ હોય છે એનો ફાયદો ઉપાડી આ વિસ્તારમાં સિગારેટ કે નશો કરવા યુવકો આવતા હોય છે. એક વાર તો અહીંયા આ બાબતને લઈને મારામારી પણ થઈ હતી. પોલીસ-સ્ટેશનમાંથી પણ આ યુવકોને બે દિવસમાં છોડી દેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ અસામાજિક તત્વોનું નિરાકરણ થયું નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK