ક્યાં સુધી સહેવો પડશે ફેરિયાઓ અને પ્રશાસનની મિલીભગતનો ત્રાસ

દિવાળીના દિવસો શરૂ થતાં જ મુલુંડના રસ્તાઓ પર ફેરિયાઓની થતી જમાવટને રોકવા ગુરુવારે BMCએ મુલુંડ સ્ટેશનથી ગણેશ ગાવડે રોડ સુધીના ફેરિયાઓ પર કાર્યવાહી કરી હતી.

hawkers

આ કાર્યવાહી થયા પછી બે કલાકમાં જ તેઓ પાછા પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો રોષે ભરાયા હતા અને મિડ-ડે LOCALને કહ્યું હતું કે પ્રશાસનની આવી કાર્યવાહી શું કામની જે ફક્ત બે કલાક માટે રાહત આપે.

કાર્યવાહી થતી હતી એ સમયે ત્યાં ઊભા રહેલા સ્થાનિક લોકોએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ઝવેર રોડ, સેવારામ લાલવાણી રોડ તેમ જ સ્ટેશન નજીકના બધા જ રસ્તાઓ પર જ્યાં ફેરિયાઓ અને ફૂડ-સ્ટૉલવાળાઓએ કબજો જમાવ્યો છે ત્યાં BMCના કર્મચારીઓએ ગુરુવારે સાંજે કાર્યવાહી કરી હતી. કાર્યવાહી કર્યા પછી બીજે દિવસે ફૂડ-સ્ટૉલવાળાઓ અને ફેરિયાઓ તેમની જગ્યાએ પાછા દેખાયા હતા.’  

પ્રશાસન જ ફેરિયાઓને બેસવાની પરવાનગી આપતું હોય છે એમ જણાવતાં એક દુકાનદાર ઉમેશ પટેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગ્પ્ઘ્ને સેવારામ લાલવાણી રોડથી લઈને મુલુંડ સ્ટેશન સુધીના રસ્તા પર બેસતા ફેરિયાઓની ફરિયાદો રહેવાસીઓ પાસેથી હજારો વખત મળે છે અને BMC તેમના પર ઍક્શન પણ લે છે. દર વખતે એવું બને છે કે કાર્યવાહી કર્યા પછીના વધારેમાં વધારે ચાર કલાક સુધી રસ્તો ફેરિયામુક્ત  દેખાશે અને ત્યાર પછી એની એ જ હાલત.’

hawkers1

સેવારામ લાલવાણી રોડ પરના એક દુકાનદારે ફેરિયાઓ અને પ્રશાસનનો કારભાર કઈ રીતે ચાલતો હોય છે એ વિશે જણાવતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુલુંડમાં જગ્યા-જગ્યા પર બેસતા ફેરિયાઓ પાછળ પ્રશાસનના અધિકારીઓનો હાથ હોય છે. રોજ પ્રશાસનના અધિકારીઓ ફેરિયાઓ પાસે દિવસનો હપ્તો વસૂલતા હોય છે અને એની બદલીમાં તેમના પર કાર્યવાહી નથી કરતા. ફેરિયાઓને હટાવવા માટે ઉપરથી  ઑર્ડર આવે છે ત્યારે BMCના કર્મચારીઓ પહેલેથી જ તેમને ચેતવી દે છે એટલે કાર્યવાહી પહેલાં જ ફેરિયાઓ ત્યાંથી ખસી જતા હોય છે. થોડા સમય પછી એ જ ફેરિયાઓ પાછા પોતાની જગ્યાએ બેસી જતા હોય છે.’

એક સ્થાનિક રહેવાસી મિતેશ પટેલે મિડ-ડે LOCALને કહ્યુંં હતું કે ‘મુલુંડ- વેસ્ટમાં મહાત્મા ગાંધી રોડ, સેવારામ લાલવાણી રોડ, ઝવેર રોડ, ગણેશ ગાવડે રોડ આ બધા આ જ સુધી ફેરિયાઓના કબજામાં રહ્યા છે. દિવસ-રાત એક જ જગ્યાએ બેસીને ધંધો કરવાનો હોય અને તેમના પર પ્રશાસનના અધિકારીઓ કોઈ કાર્યવાહી ન કરે એ માટે તેઓ હપ્તો પહોંચાડતા હોય છે જેથી તેઓ બિનદાસ પોતાનો ધંધો રસ્તા પર કે ફુટપાથ પર રોકટોક વગર કરી શકે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK