બંધ કરો લેટ્સ મેક મુલુંડ બેસ્ટનો આલાપ

ઉશ્કેરાયેલી જનતાની પ્રશાસન અને રાજકારણીઓને લપડાક

mulund

મુલુંડમાં અનેક સમસ્યા જોવા મળે છે. ફુટપાથની ખરાબ હાલત, રોડ પર ગેરકાયદે પાર્કિંગ, રસ્તાની સ્ટ્રીટ-લાઇટ સાંજે બંધ, ટ્રાફિકની સમસ્યા, ફેરિયાઓના અતિક્રમણની સમસ્યા જેવી અનેક સમસ્યાથી મુલુંડના રાજનેતાઓ અને પ્રશાસન માહિતગાર છે. સામાન્ય નાગરિક તરફથી પ્રશાસન અને રાજનેતાઓને ફરિયાદો કરવા છતાં આ સમસ્યાઓનો અંત આવતો નથી. તો પણ રાજનેતાઓ ‘લેટ્સ મેક મુલુંડ બેસ્ટ’ જેવા નારાને ઉજાગર કરતા હોય છે. સ્થાનિક લોકો એટલું કહી રહ્યા છે કે પહેલાં સમસ્યાઓનો અંત લાવો, પછી આવા નારાને ઉજાગર કરો.

મુલુંડ-વેસ્ટનો LBS માર્ગ વાહનચાલકો માટે મહત્વનો છે. આ માર્ગ પરની ફુટપાથની ખરાબ દશા તેમ જ રસ્તો ખાડાળો, રાતના સમયે સ્ટ્રીટ-લાઇટ બંધ જેવી અનેક સમસ્યા અહીં છે. આ બાબતે લોકોએ  BMCને અનેક વાર ફરિયાદ કરી છે, પણ વર્ષોની આ ખરાબ દશા પર પ્રશાસન કે રાજનેતાઓ તરફથી ક્યારેય ધ્યાન અપાયું નથી.

આ વિશે એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘LBS માર્ગ વાહનચાલકો માટે મહત્વનો છે. અહીંથી પસાર થનાર રાહદારીઓને કમ્પલ્સરી ફુટપાથનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ કામગાર હૉસ્પિટલ પાસે આવતાં જ ફુટપાથની કથળેલી હાલત જોવા મળે છે. રાહદારીઓ ચાલે તો કેવી રીતે ચાલે આવી ફુટપાથ પરથી? ફુટપાથ પર પેવર બ્લૉક્સના ટુકડા પડેલા છે, ગટરનાં ઢાંકણાંઓ ગાયબ છે. ફુટપાથની ચારે બાજુએ ગંદકી જોવા મળે છે. શું આ જ પ્રગતિ છે મુલુંડની? આવી નાની-નાની સમસ્યાઓ તો દૂર કરી નથી શકતા અને લોકોના વોટ મેળવવા રાજનેતાઓ તરફથી ‘લેટ્સ મેક મુલુંડ બેસ્ટ’ જેવો નારો બોલાતો હોય છે.’

આવી ફુટપાથનો ઉપયોગ કરવો એટલે જીવને જોખમમાં મૂકવો એમ કહેતાં એક રાહદારી હેમાક્ષી ગડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફુટપાથ પરની ગટરનાં ઢાંકણાંઓ અમુક જગ્યાએ ગાયબ છે. પેવર બ્લૉક્સ ઊખડી ગયા હોવાથી કોઈ વ્યક્તિ અચાનક પડી જાય તો તેને ઈજા પહોંચી શકે છે. રાતના સમયે ઢાંકણાં વગરની ખુલ્લી ગટરમાં કોઈ પણ પડી શકે છે. આવી ફુટપાથને રિનોવેટ કરવાનો સમય પ્રશાસને કાઢવો જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK