ક્યારે થશે આવી સમસ્યાઓનું સમાધાન?

એક નહીં, અનેક સમસ્યાઓમાંથી પસાર થઈ રહેલા ગુરુ ગોવિંદ સિંહ માર્ગને સુધારવામાં BMC નિષ્ફળ

manhole

સાગર ગોર

મુલુંડ-વેસ્ટમાં ગુરુ ગોવિંદ સિંહ માર્ગ ઘણા સમયથી BMCની નજરોથી દૂર રહ્યો છે. અહીં અમરનગર વિસ્તારથી સાંઈબાબા મંદિર સુધીના રસ્તાની ખૂબ જ ખરાબ હાલત રહી છે. રસ્તા પર ચારે બાજુએ ગંદકી અને કાટમાળ, ફુટપાથ પરની ગટર ઢાંકણાં વગરની, રસ્તા પર છલકાતું ગટરનું ગંદું પાણી અને ખુલ્લું નાળું. આવી સમસ્યાઓ પર BMC કે રાજનેતાઓનું ધ્યાન જતું જ નથી.

આવી સમસ્યાઓથી ઘેરાયેલા સ્થાનિક લોકો વિચારી રહ્યા છે કે ગ્પ્ઘ્ના કર્મચારીઓ કે રાજનેતાઓ ઘણા સમયથી એવું શું કામ કરી રહ્યા છે કે તેમને અમારી આ સમસ્યાઓ દેખાતી જ નથી.

BMCએ એક વાર ફુટપાથને રિનોવેટ કર્યા પછી બીજી વાર એના પર ધ્યાન જ નથી આપ્યું એમ જણાવતાં સ્થાનિક રહેવાસી મંગલ દરજીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીંના રસ્તાની ફુટપાથને રિનોવેટ કર્યાને લાંબો સમય વીતી ગયો હશે. એક વાર રિનોવેટ કર્યા પછી આટલાં વષોર્માં એક પણ વાર BMCએ અહીં આવીને જોયું નથી. હવે તો આ ફુટપાથ જોખમી બની ગઈ છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ફુટપાથ પરની ગટરનાં ઢાંકણાં જ ગાયબ થઈ ગયાં છે. જો કોઈ વ્યક્તિ અહીંથી પસાર થતી હોય અને એનું ધ્યાન ન રહ્યું તો તે સીધી ગટરની અંદર પડી જશે. આ માર્ગ પર ઘણા સમયથી સિમેન્ટની ગૂણીઓ તેમ જ અન્ય કાટમાળ પડ્યો છે જેને ઉપાડવામાં નથી આવ્યો.’

રસ્તા પર ભરાઈ રહેતા વરસાદના પાણી વિશે ફરિયાદ કરતાં સ્થાનિક રહેવાસી મિતેશ ચોકસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘BMCની બેદરકારીને લીધે અહીંની પરિસ્થિતિ દિવસે-દિવસે બગડતી જાય છે. થોડા વરસાદમાં પાસેની ગટરમાંનું પાણી રસ્તા પર ફેલાઈ જતું હોય છે. લોકોને આવા ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે. હવે ક્યાં સુધી અમે આવી સ્થિતિ સહન કરી શકીએ? BMC અને રાજનેતાઓને અમારી કંઈ પડી નથી.’

નાળાને ઘણા સમયથી સાફ કરવામાં નથી આવ્યું એમ જણાવતાં પરાગ મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રસ્તા પાસેથી ડાઇવર્ટ થતા આ નાળાની BMC દ્વારા સાફસફાઈ કરવામાં નથી આવી. ખુલ્લા નાળાને કારણે અમારા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. નાળા પાસે સેફ્ટી-વૉલ નથી. વરસાદ આવે ત્યારે નાળાનું પાણી રસ્તા પર ફેલાતું હોય છે. આવી અનેક સમસ્યાઓથી અમે ઘણા હેરાન થઈ રહ્યા છીએ. ગ્પ્ઘ્ને ઘણી વાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં અમારો વિસ્તાર આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK