મુલુંડનું વિજયનગર ગાર્ડન રામભરોસે

મુલુંડ-વેસ્ટમાં આંબેડકર રોડ અને સેવારામ લાલવાણી રોડની વચ્ચે આવેલું વિજયનગર ગાર્ડન ઘણા દિવસોથી BMCની નજરોથી દૂર રહ્યું હોવાથી અનેક સમયથી ગાર્ડનની અંદર ચાલતી અસામાજિક પ્રવૃત્તિથી ગાર્ડન- ડિપાર્ટમેન્ટ અજાણ છે.

garden

કહેવામાં આવે છે કે ગાર્ડન જ્યારે બપોરે બંધ હોય છે ત્યારે અસામાજિક તત્વો ગાર્ડનની તૂટેલી રેલિંગમાંથી અંદર પ્રવેશ કરતા હોય છે અને ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને જુગાર રમતા હોય છે અને રાતના સમયે અહીં દારૂડિયાઓનું રાજ ચાલતું હોય છે.

આ ગાર્ડન એક પ્રકારે હવે સહેલાણીઓ માટે નહીં પણ જુગારીઓ અને નશો કરતા લોકોની સુરક્ષિત જગ્યા બની ગઈ છે એમ જણાવતાં સ્થાનિક રહેવાસી હર્ષ ઠાકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બપોરે ગાર્ડન બંધ થયા પછી અસામાજિક તત્વો રોજ ગાંધીજીની પ્રતિમા પાસે બેસીને જુગાર રમતા હોય છે. ગાર્ડનના અન્ય ભાગમાં કોઈ નશો કરતું તો કોઈ સિગારેટ પીતું દેખાય છે. ગાર્ડનના નિયમ મુજબ અહીં જુગાર રમવો કે નશો કરવો એ કાનૂનન ગુનો છે, પણ અહીં આ પ્રક્રિયાને રોકવા માટે કોઈ પ્રકારની સુરક્ષાવ્યવસ્થા નથી. ગાર્ડન-ડિપાર્ટમેન્ટને શરમ આવવી જોઈએ કે અહીં અસામાજિક તત્વોએ અડ્ડો ચમાવ્યો છે પણ તેમને રોકવા વૉચમૅન રાખવામાં નથી આવ્યો.’

garden1

ગાર્ડનની પ્રૉપર્ટીને નુકસાન પહોંચી રહ્યું છે. ઠેર-ઠેર ટ્રૅક પર ગંદકી અને કચરો જોવા મળતો હોય છે એમ જણાવતાં ગાર્ડનમાં વૉક માટે આવતા એક સિનિયર સિટિઝને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘થોડા દિવસો પહેલાંની વાત છે. ગાંધીજીની પ્રતિમા પર લગાડવામાં આવેલાં ચશ્માં ગાયબ થઈ ગયાં છે. આ અહેવાલ મિડ-ડે LOCALમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ગાર્ડનના ગેટની બાજુની રેલિંગનો એક સળિયો તોડવામાં આવ્યો છે. ગાર્ડનનો ગેટ બપોરે બંધ હોય ત્યારે લોકો આ તૂટેલા ભાગમાંથી સહેલાઈથી ગાર્ડનમાં પ્રવેશી શકે છે. આમ કોઈ ને કોઈ રીતે ગાર્ડનને નુકસાન પહોંચાડાતું હોય છે.’

ગાર્ડન-ડિપાર્ટમેન્ટે અહીં વૉચમૅન રાખ્યો છે કે નહીં એની ખબર નથી એમ જણાવતાં એક સ્થાનિક દુકાનદારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ ગાર્ડનનો સમય સવારે છથી ૧૧ વાગ્યા સુધીનો અને બપોરે ચારથી સાંજે નવ વાગ્યા સુધીનો છે. સવારે આ ગાર્ડનને કોણ ખોલીને જતું હોય છે અને રાતના કોણ બંધ કરે છે એની કોઈને ખબર નથી. અમને તો એવી શંકા છે કે ગાર્ડન-ડિપાર્ટમેન્ટે વૉચમૅન રાખ્યો છે, પણ તે ફક્ત ગાર્ડનનો ગેટ ખોલવાનું અને બંધ કરવાનું જ કામ કરે છે, કારણ કે ગાર્ડન ખુલ્લો હોય ત્યારે તે દેખાતો જ નથી. એમ જોવા જઈએ તો વિજયનગર ગાર્ડન રામભરોસે જ છે.’

garden2

ગાર્ડનના જૉગિંગ ટ્રૅકમાં ભરાઈ રહેતા વરસાદના પાણી વિïશે વધુ ફરિયાદ કરતાં સવારના છ વાગ્યે વૉક માટે આવતા સિનિયર સિટિઝનના એક ગ્રુપે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘણા સમયથી ગાર્ડનનો જૉગિંગ ટ્રૅક બદલવામાં આવ્યો ન હોવાથી એના બ્લૉક્સ સ્લિપરી થઈ ગયા છે. ઘણી વખત લોકો વૉક કરતાં-કરતાં સ્લિપ થઈ જતા હોય છે. ઓછા વરસાદમાં પણ પાણી ભરાઈ જાય છે. પાણીને ગાર્ડનના ટ્રૅક પરથી બહાર કાઢવામાં આવતું ન હોવાથી અમે વૉક કરી શકતા નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK