થાણે-મુલુંડ-નાહૂર-ભાંડુપના રેલવેયાત્રીઓને જૂન સુધીમાં વધુ સુવિધાઓ આપવાના ધ્યેયમાં સેન્ટ્રલ રેલવે કેટલીક હદે હજી અસફળ પુરવાર થઈ રહી છે

સેન્ટ્રલ રેલવેનાં આ ચાર સ્ટેશનો પરથી પ્રવાસ કરતા પ્રવાસીઓને ઓછી હાડમારી થાય એ માટે રેલવે-પ્રશાસન તરફથી અનેક સુધારા કરવામાં આવી રહ્યા હતા.

thane

કાજલ ગોહિલ-વિલ્બન

એના વિશે ૨૧ ડિસેમ્બરે મિડ-ડે LOCALમાં સવિસ્તર અહેવાલ છાપવામાં આવ્યો હતો. આ બધા સુધારા-વધારાનાં કામ જૂન મહિનો શરૂ થાય એ પહેલાં જ પૂરાં કરી લેવાનું ધ્યેય સેન્ટ્રલ રેલવેના અધિકારીઓએ બનાવ્યું હતું, પરંતુ એમાંથી ઘણાંખરાં કામો હજી પૂરાં નથી થઈ શક્યાં જેની જાણકારી નીચે મુજબ છે. ભાંડુપ : રેલવે-સ્ટેશનના વેસ્ટ સાઇડના ભાગ પર ટિકિટબારીની ઉપર નવી સ્ટેશન-મૅનેજરની ઑફિસમાં સ્ટેશન-મૅનેજર શિફ્ટ થઈ ગયા છે અને પ્લૅટફૉર્મ-નંબર એક પર આવેલી જૂની ઑફિસને તાળું લગાડી દેવામાં આવ્યું છે, પણ આ ઑફિસ શિફ્ટ કરવા પાછળનું મુખ્ય કારણ એટલે કે પ્લૅટફૉર્મ પાસે આવેલા નાળાનું પાણી વરસાદ દરમ્યાન પ્લૅટફૉર્મ તેમ જ જૂની સ્ટેશન-મૅનેજરની ઑફિસમાં આવી જતું હતું એ નાળાને હજી સાફ કરવામાં નથી આવ્યું. આ ઉપરાંત ભાંડુપ રેલવે-સ્ટેશનની બહાર વેસ્ટમાં સ્કાયવૉક પરથી સ્ટેશન પર આવતા અનેક રેલવે-પ્રવાસીઓને ટિકિટ લેવા માટે નીચે ઊતરીને ફરી ફુટઓવર બ્રિજ ચડીને જે-તે પ્લૅટફૉર્મ પર પ્રવાસ કરવા જવું પડતું હતું, જેને કારણે સીડી ઊતરવા-ચડવામાં તેમનો ઘણોખરો સમય અને શક્તિ વેડફાતી હોવાથી તેમના માટે સ્કાયવૉક અને દરેક પ્લૅટફૉર્મને જોડતા કલ્યાણ તરફના ફુટઓવર બ્રિજને જોડીને ત્યાં બ્રિજ પર જ એક નવી ટિકિટબારી બનાવવાનું કામ ચાલું હતું એ પણ પૂરું થવાની જગ્યાએ હજી ફક્ત થાંભલાઓ જ લાગ્યા છે. પ્લૅટફૉર્મ-નંબર ચાર પર એક નવો ફુટઓવર બ્રિજ બનાવવામાં આવવાનો હતો જેના ફક્ત પાયા નાખવા માટે ખાડો ખોદીને મૂકી દેવાયો છે. જૂનો ફુટઓવર બ્રિજ સ્ટેશન-માસ્ટરની ઑફિસની બહાર આવેલો છે એની લાઇફ પૂરી થઈ ગઈ હોવાનું એન્જિનિયર્સે જણાવ્યું હોવાથી એને તોડતાં પહેલાં લોકોને તકલીફ ન પડે એ માટે આ નવો ફુટઓવર બ્રિજ બનાવવો જરૂરી હતો.

bridge

નાહૂર : નાહૂર રેલવે-સ્ટેશન પર આવવા અને બહાર જવા માટે એક જ બ્રિજ છે. અમે કલ્યાણ તરફના પ્લૅટફૉર્મના ભાગ પર નાહૂર-વેસ્ટમાં જવા માટે વધુ એક બ્રિજ બનાવી રહ્યા હતા જેના પાયા નાખવાનું કામ તો ક્યારનું પૂરું થઈ ગયું હતું, પરંતુ હજી ફક્ત એના થાંભલાઓ જ લાગી શક્યા છે.

bhandup

મુલુંડ : મુલુંડ અને ભાંડુપના રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ચારનો શેડ જે ફક્ત ૧૨ ડબ્બાની ગાડીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો એ હવે ૧૫ ડબ્બાની ગાડીઓને ધ્યાનમાં રાખીને વધારવાનું કામ પૂરું થઈ ગયું છે અને ફાસ્ટ ટ્રેનના પ્રવાસીઓને તડકામાં ઊભા રહેવું ન પડે એ માટે ત્યાં શેડ પણ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ મુલુંડ સ્ટેશનના શેડનાં અનેક પતરાંઓ ગયા વર્ષથી તૂટી ગયેલાં છે જેનો સર્વે અધિકારીઓ કરી ગયા હોવા છતાં હજી એ બદલવામાં આવ્યાં નથી.

nahur

થાણે : થાણે રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એકના મધ્યમાંથી અન્ય પ્લૅટફૉર્મને જોડતા ફુટઓવર બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે. પ્લૅટફૉર્મ-નંબર એકના મધ્યમાંથી અન્ય પ્લૅટફૉર્મને જોડતા ફુટઓવર બ્રિજને એસ્કેલેટર લગાડવામાં આવવાનું છે એનું કામ હજી શરૂ કરવામાં આવ્યું નથી.

આવી જ રીતે કલ્યાણ તરફના પ્લૅટફૉર્મ-નંબર બેના ભાગમાં પણ ફુટઓવર બ્રિજ બનાવવા માટેના પાયા નાખેલા ત્યાં થાંભલાઓ લગાવી દેવામાં આવ્યા છે. આ બન્ને બ્રિજનું કામ બહુ જ જલદી શરૂ કરીને માર્ચ પહેલાં પૂરું કરવાનું થાણેના સ્ટેશન-મૅનેજરે મિડ-ડે LOCALને કહ્યું હતું, પરંતુ આ બન્ને બ્રિજમાંથી ફક્ત એક જ બ્રિજનું કામ તેઓ પૂરું કરી શક્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK