કમ્પોસ્ટ ખાતર બનાવો અને દેશમાંથી ગંદકી ઓછી કરો

મુલુંડની કચ્છી-ગુજરાતી મહિલાઓ આ નવતર પ્રયોગમાં અગ્રણી

meera shah

કાજલ ગોહિલ વિલ્બન

મુલુંડ-ઈસ્ટના ડમ્પિંગ ગ્રાઉન્ડને કારણે એની આસપાસ રહેતા લોકોને શ્વાસ લેવાની સમસ્યા, સ્કિનની અલગ-અલગ બીમારીઓમાં થઈ રહેલા વધારાને કારણે પ્રશાસને સુનિશ્ચિત કર્યું છે કે આ ડમ્પિંગ ગ્રાઉન્ડ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને એને વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા પૂરી રીતે ત્યાંથી સાફ જ કરી દેવું જોઈએ. આ કારણસર BMCએ ૫.૫ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ મિટકોન કન્સલ્ટન્સી ઍન્ડ એન્જિનિયરિંગ સર્વિસિસ લિમિટેડને આપ્યો છે જેની મદદથી તેઓ આ ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો વૈજ્ઞાનિક રીતે નાશ કરશે. આ તો રહી BMCના પ્રયત્નોની વાત, પણ આપણા મુલુંડવાસીઓ પણ કોઈનાથી પાછળ પડે એવા નથી. તેઓ પણ ખભાથી ખભા મિલાવીને મુલુંડને સ્વચ્છ બનાવવા બનતા પ્રયત્ન કરી રહ્યા છે.

મુલુંડ-વેસ્ટના પુરુષોત્તમ ખેરાજ રોડ પર આવેલા ઝેનિથ બિલ્ડિંગમાં રહેતી કેટલીક મહિલાઓએ ‘ઘર-ઘરમાં કમ્પોસ્ટ ખાતર બનાવો અને દેશમાંથી ગંદકી ઓછી કરો’ એવો નારો જાણે પોતાના જીવનનો જ બનાવી દીધો છે. આ બિલ્ડિંગમાં રહેતાં ગીતા ગાલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારો દાવો છે કે જો તમે એક વાર તમારા ઘરમાં જ ઉગાવેલાં શાકભાજી ખાઈ લીધાં તો માર્કેટમાંથી લાવેલાં શાકભાજીમાંથી બનાવેલા શાક તમને ભાવશે જ નહીં. અમારા બિલ્ડિંગમાં થયેલી એક કિટી પાર્ટીમાં હું આ કમ્પોસ્ટ ખાતર બનાવતાં શીખી હતી. મને બહુ સારું લાગ્યું કે આમાં કંઈ એવું નથી કે તમારે બહારથી લાવવું પડે. ઘરમાં ખવાતાં શાકભાજી અને ફળોનો નકામો કચરો જ એક હવા-ઉજાસ જઈ શકે એવા બાસ્કેટમાં જમા કરવાનો છે. તમારા ઘરમાં નાનાં-મોટાં વૃક્ષ કે છોડ-વેલ હોય તો એનાં સૂકાં પાદડાં એમાં નાખીને રોજ મિક્સ કરતા રહેવાનું. ઘરમાં જ ઉત્તમ દરજ્જાનું ખાતર તૈયાર. હું તો મારા ઘરના કમ્પોસ્ટ ખાતરના બાસ્કેટમાં થોડી રેતી અને સૂકું ગોબર પણ નાખું છું જેથી બધાં શાકભાજી-ફળો અને પાંદડાંઓનો કૂચો જલદી બની જાય છે અને હું ચારણીથી ચાળીને જે માટી જેવી કણી થઈ ગઈ હોય એ ઉપયોગમાં લઈ લઉં છું અને બાકીને એ જ કમ્પોસ્ટની બાસ્કેટમાં નાખી દઉં છું. આ કમ્પોસ્ટના બાસ્કેટમાંથી ન તો દુર્ગંધ આવે છે કે ન તો કીડા પડે છે. આમ કરવાથી ઘરમાંથી કચરો ઓછો થઈ જાય છે અને મારા જ ઘરમાં હું એની મદદથી ઉત્તમ પ્રકારનું ખાતર બનાવી ઘરમાં જ ઉગાવેલાં કોઈ કેમિકલ વિનાના શુદ્ધ અને સ્વાદિષ્ટ ટામેટાં, કારેલાં, ફુદીનો, લીલા મરચાં, કઢીપત્તાં, મેથીની મજા માણું છું. મે ક્યાંક વાંચેલું કે મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડ પાસે રહેતા લોકોને ઘણી બધી શારીરિક તકલીફોનો ભોગ ઘરમાંથી બહાર નાખવામાં આવેલા કચરાને લીધે બનવું પડી રહ્યું છે. કમ્પોસ્ટ ખાતર એ મારો તેમની તબિયતમાં સુધારો લાવવા માટેનો પ્રયાસ છે.’

geeta shah

ઝેનિથ બિલ્ડિંગમાં રહેતાં મીરા શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સાત-આઠ મહિના પહેલાં જે રીતે ગીતા ગાલા મારા કમ્પોસ્ટ ખાતર બનાવવાથી પ્રેરિત થઈને ઘરે ખાતર બનાવવા લાગ્યાં છે એ રીતે હું પણ અમારા જ બિલ્ડિંગના અન્ય એક રહેવાસી અને મારા પપ્પાની પ્રેરણાથી કમ્પોસ્ટ ખાતર ઘરે બનાવવા લાગી છું. દરેક સામાન્ય વ્યક્તિ કરીઅર, ફાઇનૅન્સ અને બાળકનું પ્લાનિંગ પહેલાંથી જ કરતી હોય છે તો પછી આપણાં જ બાળકોને સારું પર્યાવરણ આપવા માટે શા માટે પ્લાન નથી કરતા? મને લાગે છે કે દરેકે સમજવાનો સમય આવી ગયો છે કે આપણા બાળક માટે ઘર, ગાડી અને બૅન્ક બૅલૅન્સ મૂકી જવાના વિચારથી પણ વધુ કંઈ કરવાનું જરૂરી છે. તેમને જીવવા માટે શુદ્ધ હવા-પાણી અને અનાજની જેમ આપણે આપણા ઘરમાં જ વ્યક્તિગત રીતે કંઈક કરી શકીએ છીએ. મને મારા પપ્પા પર ખૂબ જ ગર્વ છે કારણ કે તેઓ ફક્ત પોતાના ઘરમાંથી જ નહીં, પણ શાકભાજી માર્કેટમાંથી પણ ૫૦થી ૧૦૦ કિલો જેટલો કચરો તેમના વિલે પાર્લેના ઘરમાં લાવીને કમ્પોસ્ટ કરે છે. તેમનું કહેવું છે કે મારા જીવનનાં ૬૦ વર્ષ મેં ઘરનો કચરો બહાર ફેંકવામાં કાઢી નાખ્યાં જેના બદલામાં મારે આટલું તો કરવું જ જોઈએ. મારા ઘરમાંથી હું જરા પણ કચરો બહાર નાખતી નથી. સિવાય કે લીલું નાળિયેર, એનું મને કોઈ નિવારણ હજી સુધી મળ્યું નથી. હું મારા કમ્પોસ્ટમાં બચી ગયેલું જમવાનું પણ નાખું છું અને મને લાગે છે કે જો ભારતનાં દરેક ઘરમાં આવા કમ્પોસ્ટ ખાતર બનવા લાગે તો આપણે ત્યાંથી વિશાળ ડમ્પિંગ ગ્રાઉન્ડ જ ગાયબ થવા માંડશે.

કમ્પોસ્ટ ખાતર ક્યાં મળશે?

મુલુંડમાં હરિયાલી ફાઉન્ડેશન નામની સંસ્થા છે જે કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે લોકોનાં ઘરોમાંથી કચરો જમા કરે છે અને જો કોઈને આ કમ્પોસ્ટ ખાતર તેમના ઘરમાં ઉપયોગમાં લેવું હોય તો તેઓ વેચાતું પણ આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK