રૅશન-ઑફિસ કે સાડીનો સ્ટોર?

મુલુંડ-વેસ્ટના સરોજિની નાયડુ રોડ પર આવેલી રૅશન-ઑફિસમાં પોતાનાં કામ માટે ગયેલા મુલુંડવાસીઓ ત્યાં કામ કરતી મહિલા-અધિકારીઓની કામચોરી અને તેમની ગેરવર્તણૂકથી એકદમ સ્તબ્ધ જ થઈ ગયા હતા.

office

કાજલ ગોહિલ-વિલ્બન

મુલુંડ કૉલોનીના રહેવાસી રાજેન્દ્ર પાટીલે રૅશન-ઑફિસમાં થયેલા પોતાના અનુભવ વિશે જણાવતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારું રૅશન-કાર્ડ રિન્યુ કરવા રૅશન-ઑફિસ ગયો હતો અને ત્યાં મેં જે અનુભવ્યું એ હંં જીવનભર કદાચ ભૂલી નહીં શકું. બપોરના બાર-એક વાગ્યાની વચ્ચે હું રૅશન-ઑફિસ

પહોંચ્યો હતો ત્યારે ત્યાંની બધી જ મહિલા-અધિકારીઓ સાડી વેચવાવાળા ફેરિયા પાસેથી સાડી ખરીદવામાં વ્યસ્ત હતી અને જ્યારે મેં તેમને વિનંતી કરી કે મૅડમ, અમે બધા કામ-ધંધા પરથી રજા લઈને અહીં આ કામ માટે આવ્યા છીએ અને તમે અમારો અને તમારો એમ બન્નેનો સમય વ્યર્થ કરી રહ્યા છો, થોડી વારમાં લંચ-બ્રેક થતાં તમે અમને ફરી લાઇનમાં લગાડશો અને જો તમારો સમય પૂરો થવા સુધી અમારું કામ ન થયું તો અમને કહી દેશો કે કાલે આવજો. મારી વાત સાંભળીને મહિલા-અધિકારીઓએ મને અપશબ્દ કહીને રૅશન-ઑફિસની બહાર કાઢી મૂક્યો. આ મહિલા-અધિકારીઓ ન ફક્ત પોતાના માટે સાડીઓ ખરીદી રહી હતી, પણ તેમનાં મિત્ર-સગાંસંબંધીઓને પણ સાડીના ફોટો મોબાઇલમાં પાડીને તેમને કઈ સાડી ખરીદવી છે એમ પૂછીને તેમના માટે પણ ખરીદી કરીને અમને બધાને હેરાન કરી રહી હતી.’

રાજેન્દ્ર પાટીલ સાથે જે થયું એ નજરે જોનારામાંથી જ એક મહિલાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે લોકો એક પછી એક જઈને જે મહિલા- અધિકારીઓ સાડી ખરીદી રહી હતી તેમને વિનંતી કરી ચૂક્યા હતા કે મૅડમ, અમને મોડું થાય છે, અહીં હાજર બધી મહિલાઓ પોતાનાં ઘરનાં કામ અધૂરાં મૂકીને આ રૅશન-કાર્ડનું કામ કરવા આવી છે, અમારાં બાળકો ઘરે ભૂખ્યાં હશે તો મહેરબાની કરીને અમારું કામ પણ તમારા સાડી જોવાના કામની સાથે-સાથે થોડું કરી લો, પણ તેમણે જાણે અમારી કોઈ વાત સાંભળી જ ન હોય એ રીતે પોતાની ખરીદીમાં જ મશગૂલ હતી. ત્યાં હાજર રાજેન્દ્ર પાટીલ નામના એક પુરુષે જ્યારે તેમને કહ્યંન કે તમે ઑફિસ-અવર્સની વચ્ચે આ રીતે અન્ય કામ કઈ રીતે કરી શકો છો ત્યારે મહિલા-અધિકારીઓ તેમને એટલી ગંદી ગાળો આપવા લાગી કે બે મિનિટ માટે તો અમે બધા જ સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ રૅશન-ઑફિસ છે કે સ્લમ એરિયા? અને તેમને રૅશન-ઑફિસની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.’

મુલુંડની સરોજિની નાયડુ રોડ પર આવેલી રૅશન-ઑફિસના અધિકારી ટી. કે. પવારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ઘટના જે દિવસે બની એ દિવસે હું ઑફિસમાં હાજર નહોતો એટલે હું આ વિશે કહી શકું એમ નથી, પરંતુ જો આવું કંઈ થયું હશે અને મારી પાસે કોઈની ફરિયાદ આવશે તો હું જરૂર ઍક્શન લઈશ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK