પ્રૉપર્ટી કાર્ડ પર નામ ચડાવ્યું સિટી સર્વેવાળાઓએ અને કાગળો માગે સોસાયટી પાસે

મુલુંડ-ઈસ્ટના સાને ગુરુજીનગરમાં આવેલી સરોજ દર્શન કો-ઑપરેટિવ સોસાયટી પાસેથી મુલુંડના સિટી સર્વે ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ન ફક્ત ભૂમિમાપન માટે લાગતા રૂપિયા લઈ લીધા.

saroj

કાજલ ગોહિલ વિલ્બન

મુલુંડ-ઈસ્ટના સાને ગુરુજીનગરમાં આવેલી સરોજ દર્શન કો-ઑપરેટિવ સોસાયટી પાસેથી મુલુંડના સિટી સર્વે ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ન ફક્ત ભૂમિમાપન માટે લાગતા રૂપિયા લઈ લીધા, પણ ભૂમિમાપન ૨૦૧૩માં કરી ગયા હોવા છતાં એનો રિપોર્ટ સોસાયટીને સોંપતાં પહેલાં સિટી સર્વેવાળાઓએ સરોજ દર્શનના રહેવાસીઓને એમ જ કહી દીધું કે તમારા નામે આ પ્રૉપર્ટી છે જ નહીં તો તમને એના કાગળો આપીએ ક્યાંથી?

બિલ્ડરનું નામ ખોટી રીતે પ્રૉપર્ટી કાર્ડમાં કોંકણના લૅન્ડ રેકૉર્ડ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરના ફોન પર કહેવાથી ઉમેરી દેવામાં આવતાં વિવાદોમાં હાલમાં જ મુલુંડના સિટી સર્વે વિભાગનું નામ આવ્યું હતું. આવું જ કંઈક સરોજ દર્શન કો-ઑપરેટિવ સોસાયટીના રહેવાસીઓ સાથે પણ થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે.

સરોજ બિલ્ડિંગનાં સેક્રેટરી શીતળ હારમળકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સરોજ દર્શન કો-ઑપરેટિવ સોસાયટીના કમ્પાઉન્ડમાં આવેલું શાંતિ કુટિર બિલ્ડિંગ ૨૦૧૨માં ધરાશાયી થયું હતું, પણ એનો કાટમાળ હજી જ્યાંનો ત્યાં જ પડ્યો છે. અમારા બિલ્ડિંગનો પાયો ૧૯૭૯માં નાખવામાં આવ્યો છે એટલે લગભગ ૪૦ વર્ષની ઉપર થઈ ગયાં હોવાથી એ ઘણો જૂનો તથા કમજોર થઈ ગયો હોવાથી અમને ડર છે કે સરોજ બિલ્ડિંગ પણ ગમે ત્યારે ઢળી પડશે. આ બધાથી બચવા અમે બિલ્ડિંગ રીડેવલપ કરવાના અનેક પ્રયાસ કર્યા, પણ બધા બિલ્ડરનું એક જ કહેવું છે કે પહેલાં તમે સિટી સર્વેવાળાઓ પાસેથી ભૂમિમાપન કરાવો જેથી તમારા સરોજ દર્શનના ટાઇટલ ક્લિયર હોવાનો અને તમારા ખરા પ્લૉટનો એરિયા કેટલો છે એની ખબર પડે, પ્રૉપર્ટી કાર્ડ મેળવો જેથી અમે કાયદેસર રીતે ચિંતામુક્ત થઈને કામ કરી શકીએ. અમે ૨૦૧૩ની ૨૬ માર્ચે ભૂમિમાપન પેટે ૬૦,૦૦૦ રૂપિયા જમા કરી દીધા હતા અને ૨૦૧૩ની ૨૦ એપ્રિલે ભૂમિમાપન કરવા સિટી સર્વે વિભાગના અધિકારીઓ પણ આવી ગયા હતા. સર્વે આપવામાં તેમણે અમને એટલા બધા હેરાન કર્યા કે ન પૂછો વાત. અમને તો એમ જ લાગે છે કે સિટી સર્વેવાળાઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે શાંતિ કુટિરની જેમ અમારું બિલ્ડિંગ આપોઆપ ઢળી પડે અને અમે પણ એની સાથે ખતમ થઈ જઈએ જેથી તેમનાં આ ખોટાં કામોનો ચિઠ્ઠો કોઈ ખોલે નહીં અને આપોઆપ આ જગ્યા સોમેન્દ્ર સેનગુપ્તાના નામે કાયમ માટે થઈ જાય. ત્રણ વાર તો અમારા કમ્પાઉન્ડમાં આગ પણ લાગી ચૂકી છે.’

mulund

સરોજ બિલ્ડિંગના રહેવાસી અશોક મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે વારંવાર સિટી સર્વે વિભાગમાં અને બાંદરામાં આવેલી કલેક્ટર ઑફિસમાં અમારું પ્રૉપર્ટી કાર્ડ મેળવવા ધક્કા ખાતા રહીએ છીએ અને દર વખતે મુલુંડના સિટી સર્વે વિભાગના અધિકારીઓ અમારી પાસે જ્યારથી બિલ્ડિંગ બન્યું છે ત્યારના લે આઉટ, બિલ્ડરના પેપર્સ, બાજુનું શાંતિ કુટિર બિલ્ડિંગ જે પડી ગયું એની સાથે થયેલા બિલ્ડરના ઍગ્રીમેન્ટ જેવા કાગળો મગાવ્યા જ કરે છે. અમારી પાસે આ બધા કાગળો ન હોવા છતાં અમે ક્યાંક RTI તો ક્યાંક વકીલો અને અદાલતો મારફત બાંદરાના રેકૉર્ડમાંથી તેમને લગતા બધા જ કાગળો લાવી આપ્યા છે, પણ મુલુંડના સિટી સર્વે વિભાગના અધિકારીઓ પહેલાં તો કહે કે આ જગ્યા અમારા રેકૉર્ડમાં તમારા નામે છે જ નહીં. કોઈ પણ હાલતમાં અમને અમારું પ્રૉપર્ટી કાર્ડ આપવા તૈયાર નથી. મહારાષ્ટ્ર સરકારના બધા જ કાગળો પર સોસાયટીની આ જગ્યા હોવાનું લખેલું હોવા છતાં સિટી સર્વે વિભાગના અધિકારીઓએ ૨૦૦૪માં સરોજ દર્શન સોસાયટીનું પ્રૉપર્ટી કાર્ડ સોમેન્દ્ર સેનગુપ્તાના નામે લખી દીધું છે જેનો તેમની પાસે કોઈ જ ખુલાસો નથી. અમારી જગ્યાના માલિક પ્રેમ ગુપ્તા હતા અને અમારી પાસે અત્યાર સુધીના ૭/૧૨ના દાખલ પણ છે જેમાં ક્યાંય સોમેન્દ્ર સેનગુપ્તાનું નામ જ નથી. પહેલાં જે સિટી સર્વે વિભાગની મહિલા હતી તેણે કહ્યું હતું કે જે સાત પાર્ટીએ પ્રૉપર્ટીના માલિક હોવાનો દાવો કર્યો છે અમે તેમના નામની નોટિસ કાઢીને તેમને બોલાવીશું અને જો તેઓ અમારી સમક્ષ હાજર ન થાય તો તમારા નામે પ્રૉપર્ટી કાર્ડ કરી દઈશું, પણ તેમની બદલી થઈ ગઈ ત્યારથી નવા અધિકારી અમને ધક્કા જ ખવડાવે છે. નવા અધિકારી અમારી પાસે અમારા બિલ્ડર (નવકેતન) અને શાંતિ કુટિરવાળાઓ વચ્ચે થયેલા કરારના કાગળો માગવા લાગ્યા છે જેના આધારે સોમેન્દ્ર સેનગુપ્તાનું પ્રૉપર્ટી કાર્ડમાં નામ નખાયું હોવાનો તેઓ દાવો કરે છે.’

મુલુંડના સિટી સર્વે વિભાગના અધિકારી મનોજ જોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સરોજ દર્શન કો-ઑપરેટિવ સોસાયટીના રહેવાસીઓએ અમારા નાકે દમ લાવ્યો છે. અહીં આવીને ઝઘડા કરતા રહે છે. તેમની પાસે પૂરા પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનના કાગળો નથી છતાં તેઓ કહે છે કે અમારી પાસે જેટલા કાગળો છે એના આધારે પ્રૉપર્ટી કાર્ડમાં અમારું નામ ચડાવી દો. અમે એમ કેમ કરી શકીએ?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK