કૌન સચ્ચા કૌન જૂઠા?

BMCએ તારાબાઈ મોડક ઉદ્યાન પરના બ્રહ્માકુમારીવાળાઓના તમામ અધિકાર છીનવી લીધા

udyan

કાજલ ગોહિલ વિલ્બન

મુલુંડ-વેસ્ટના પુરુષોત્તમ ખેરાજ રોડ પર મહાકવિ કાલિદાસ નાટ્યમંદિરની બહાર આવેલા તારાબાઈ મોડક ઉદ્યાનને BMCએ પાણી આપવાનું લગભગ બે મહિનાથી બંધ કરી દીધું છે. BMCએ બ્રહ્માકુમારીવાળાઓ ગાર્ડનની યોગ્ય દેખરેખ કરતા ન હોવાનું કહીને તારાબાઈ મોડક ઉદ્યાન પરના બ્રહ્માકુમારીવાળાઓના અધિકાર લઈ લીધા છે. તો બીજી તરફ BMC અમારા માટે સમસ્યા ઊભી કરી રહી છે એવો આક્ષેપ બ્રહ્માકુમારીવાળાઓએ કર્યો છે અને આ બધા પાછળ મુલુંડ BMCની સુધાર સમિતિનો સ્વાર્થ હોવાનું કહેવાય છે. 

૨૦ વર્ષ પહેલાં BMCએ મુંબઈનાં અમુક ગાર્ડન બ્રહ્માકુમારીવાળાઓને દત્તક આપ્યાં હતાં જેની સારસંભાળ કરવાની જવાબદારી અને તેમના કાર્યક્રમના આયોજન માટેની પરવાનગી તેમને મળી હતી. આવા એક ગાર્ડનનું નામ છે મુલુંડનું તારાબાઈ મોડક ઉદ્યાન, જેને હાલમાં ચૂંટણી બાદ બ્રહ્માકુમારીવાળાઓ પાસેથી લઈ લેવામાં આવ્યું છે. ચૂંટણી બાદ BMCમાં આવેલા થોડા સુધારાવધારાને લીધે બ્રહ્માકુમારીવાળાઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો એ વિશે માહિતી આપતાં બ્રહ્માકુમારીનાં ગોદાવરીદીદીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જ્યારથી BMCની સુધાર સમિતિના અધિકારીઓ બદલાયા છે ત્યારથી તેમના વલણમાં અનેક બદલાવ આવ્યા છે. ગાર્ડનમાંનાં ટૉઇલેટ ચોકઅપ છે જે સાફ કરવા માટે અમે તેમની પાસે પરવાનગી માગી તો એમ કહીને અમને ના પાડી દીધી કે તમારો કોઈ હક નથી. અમે તેમને સાફસફાઈ કરી આપવાનું કહ્યું તો એ પણ તેઓ નથી કરતા. ગાર્ડનમાં અમારો યોગ સાધના કક્ષ છે અને સાથે બધાને બેસવા માટે એક જગ્યા પણ બનાવી છે, જ્યાં ફક્ત બ્રહ્માકુમારીવાળાઓ જ નહીં પણ ત્યાં આવતા સિનિયર સિટિઝનો અને અન્ય લોકો પણ બેસે છે. અમે કોઈ દિવસ કોઈનો વિરોધ નથી કર્યો છતાં અમને ત્યાં લગાવેલા ભગવાનના ફોટો કાઢી લેવાની ધમકી આપવામાં આવી છે અને અમે જો એમ ન કરીએ તો અમારો બધો સામાન ગાર્ડનની બહાર ફેંકી દેવામાં આવશે એવું કહ્યું છે. અમે અત્યાર સુધી BMCને કોઈ ફરિયાદનો મોકો નથી આપ્યો, ઊલટાનું અમે અમારા ખર્ચે ગાર્ડનનું નાનુંમોટું રિપેરિંગ અને રંગકામ કરાવતા આવ્યા છીએ. એમ છતાં તેઓ ઘણી વાર પાણી અને લાઇટ કાપી નાખે છે. પાણીની સમસ્યા થતાં અમારે પહેલાં તો બહારથી ટૅન્કર મગાવવાં પડતાં હતાં. જોકે પછીથી અમે ગાર્ડનમાં જ બોરવેલ કરાવી લીધી હતી.’

 BMCનાં ગાર્ડન વિભાગનાં પૂજા રાઠોડે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી પાસે બ્રહ્માકુમારીવાળાઓ વિરુદ્ધ ગાર્ડનની દેખરેખને લગતી અનેક ફરિયાદો આવી છે. એને કારણે અમે બ્રહ્માકુમારીવાળાઓ પાસેથી ગાર્ડનના બધા અધિકાર લઈ લીધા છે. ગાર્ડનનાં વૃક્ષો સુકાવા માંડ્યાં હતાં અને જ્યાં સુધી ગાર્ડનમાં પાણી આપવાનું બંધ કરવાની વાત છે તો અમારો ગ્પ્ઘ્નો સક્યુર્લર છે કે કોઈ પણ ગાર્ડનમાં પાણી નથી આપવાનું. આમ પણ તારાબાઈ મોડક ઉદ્યાનમાં બોરવેલ હોવાથી ત્યાં પાણી આપવાની જરૂર જ નથી. સુધાર સમિતિની બ્રહ્માકુમારીવાળાઓ સાથે શું વાત થઈ છે કે તેમની વચ્ચે શું વિવાદ છે એની મને કોઈ જાણ નથી, પણ અમે અમારા કાયદા મુજબ કામ કરી રહ્યાં છીએ.’

BMC અને બ્રહ્માકુમારીવાળાઓના આ ઝઘડામાં સાચું કોણ અને જૂઠું કોણ એ જાણવાનો વધુ પ્રયત્ન કરતાં મિડ-ડે LOCALએ જ્યારે ગાર્ડનના BMC દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચોકીદાર સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું કે ‘BMCએ ગાર્ડનમાં પાણી બંધ કર્યું એનાથી ગાર્ડનમાં આવનારા-જનારા કોઈને પાણીની સમસ્યા નથી નડી કે ન તો બ્રહ્માકુમારીવાળાઓએ ગાર્ડનની જાળવણીમાં કોઈ બેદરકારી બતાવી છે. ગાર્ડનમાં થતી દરેક નાની-મોટી તોડફોડ કે સાફસફાઈ કે અન્ય જાણવણી માટેના ખર્ચા તેમણે પોતાના ખિસ્સામાંથી કર્યા છે. ઊલટાના ગાર્ડનમાં આવતાં કપલ્સને ઉદ્ધત વર્તન કરતાં તેમણે અટકાવ્યાં છે. બાકી મોટા લોકોની વાતો તેઓ જ જાણે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK