મુલુંડ લાઇબ્રેરીની દુર્દશા માટે જવાબદાર કોણ?

મુલુંડ-વેસ્ટના પુરુષોત્તમ ખેરાજ રોડ પર આવેલી જિલ્લા ગ્રંથાલય અધિકારી કાર્યાલયમાંની પબ્લિક લાઇબ્રેરીની હાલત એટલી કથળી ગઈ છે કે જો એનું રિપેરિંગ કરવામાં ન આવ્યું તો કોઈને ગંભીર ઈજા થઈ શકે છે અથવા જાનહાનિ પણ થઈ શકે છે.

library

કાજલ ગોહિલ વિલ્બન

એ વિશે વધુ માહિતી આપતાં લાઇબ્રેરીના એક અધિકારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ લાઇબ્રેરી BMCના કબજા હેઠળ આવે છે. કેટલાંક વર્ષો પહેલાંથી BMCમાં પત્રો લખીને મોકલવામાં આવી રહ્યા છે છતાં લાયબ્રેરીના જરૂરી રિપેરકામ માટે કોઈ હકારાત્મક પ્રતિસાદ જોવા નથી મળતો. લાઇબ્રેરીના બિલ્ડિંગની દીવાલ પર લગાવવામાં આવેલી ટાઇલ્સ તૂટીને ઊખડવા માંડી છે. લાઇબ્રેરીના બિલ્ડિંગના છજાવાળા એન્ટ્રન્સનો થાંભલો ગમે ત્યારે ઢળી પડે એમ હોવાથી એ એન્ટ્રન્સ પર કાયમ માટે તાળું જ મારી દીધું છે. લાઇબ્રેરીની બહારની દીવાલ પણ એટલી જૂની છે કે એક જગ્યાએથી ઇંટો નીકળી જતાં રાતે એમાંથી અંદર આવીને લોકો દારૂ પીવા બેસી જાય છે. આમ તો અમે ત્યાં પતરું રાખ્યું છે વૉલને કવર કરવા માટે પણ એનો કોઈ ફાયદો નથી. મને તો ડર એનો લાગે છે કે કોઈ મહિલા સાથે ન ઘટવાનું ઘટે તો તકલીફ થશે, કેમ કે આમાંથી કોઈ પણ વ્યક્તિ પતરું હટાવીને અંદર આવી-જઈ શકે છે.’

મુલુંડના જિલ્લા ગ્રંથાલય અધિકારી કાર્યાલયની પબ્લિક લાઇબ્રેરીમાં નિયમિત આવતા પ્રશાંત સિંહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારા જેવા વાંચવાના શોખીન કે કોઈ ખાસ પરીક્ષાઓની તૈયારી કરવા માટે લોકો કલાકો આ લાઇબ્રેરીમાં ગાળતા હોય છે. ફોર્ટની સેન્ટ્રલ લાઇબ્રેરીનાં, કલકત્તાના રવીન્દ્રનાથ ટાગોરનાં અને બ્રિટિશ લાઇબ્રેરીથી મગાવેલાં અનેક પુસ્તકો જાણવણી માટે મોકલવામાં આવ્યાં છે એટલે તમે જે માગો એ વાંચવા મળે છે જેને લીધે મને અહીં આવવાનું ખૂબ ગમે છે. તકલીફ માત્ર એટલી છે કે બિલ્ડિંગની હાલત ખરાબ છે. જો એને રિપેર કરવામાં આવે તો મારા જેવા અનેક પુસ્તકિયા કીડા આ જ પરિસરમાં ફરતા દેખાશે. બિલ્ડિંગ એટલું જૂનું થઈ ગયું છે કે બહારથી જોનારા લોકોને એમ જ લાગે કે આ લાઇબ્રેરી બંધ પડી ગઈ હશે.’

મુલુંડની આ પબ્લિક લાઇબ્રેરીની બાજુમાં અંતરીક્ષ ટાવરમાં રહેતી એક મહિલાએ  લાઇબ્રેરીની કથળેલી હાલત વિશે જણાવતાં કહ્યું હતું કે ‘પુસ્તકો વાંચવાથી આપણા જીવનમાં સંસ્કારનો સંચાર થાય છે જે આપણે આપણા કરીઅર તેમ જ જીવન જીવવાની પદ્ધતિમાં ખૂબ જ મહત્વનાં સાબિત થાય છે. આપણું વ્યક્તિત્વ કેળવાતું હોય છે પુસ્તકો વાંચવાથી. એને સાચવવાને બદલે એનો વિનાશ કરવા નીકળ્યા હોય એવું અત્યારે તો લાગે છે આ ગ્રંથાલયની હાલત જોતાં. અમે જોયું છે કે ગ્રંથાલયના કમ્પાઉન્ડની દીવાલની એક જગ્યાએથી ઇંટો પડી જતાં ત્યાં પતરું મૂકી દેવાયું છે, પણ આખી દીવાલ એવી વાંધાજનક પરિસ્થિતિમાં છે કે મને લાગે છે કે જો કોઈનો જોરથી એક મુક્કો પણ લાગે તો આખી દીવાલ ઢળી પડે. બાજુમાં જ મ્યુનિસિપલ સ્કૂલ છે જેના વિદ્યાર્થીઓ આ ગ્રંથાલયની દીવાલ પાસેની ફુટપાથ પરથી ચાલીને જાય છે. જો કોઈ દિવસ અચાનક આ દીવાલ કોઈના પર પડી તો ઘણાબધા લોકો ઈજા પામશે જેનો જવાબ આપવાનું BMCના અધિકારીઓને ભારે પડશે. મારી તો BMCવાળાઓને એટલી જ પ્રાર્થના છે કે પોતાની જવાબદારી પૂરી કરો અને કોઈ ઘટના બને એ પહેલાં વહેલી તકે લાઇબ્રેરીનું રિપેરિંગકામ શરૂ કરાવો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK