ફરી આપવામાં આવ્યું લોક એવરેસ્ટના કૂતરાઓને ઝેર

મુંલુંડ-વેસ્ટમાં સ્ટેશન નજીક JSD રોડ પર આવેલા લોક એવરેસ્ટ કૉમ્પ્લેક્સના ત્રણ કૂતરાઓને ઝેર આપીને એમના જીવનનો અંત લાવી દેવામાં આવ્યો છે.

dog

કાજલ ગોહિલ વિલ્બન

આવી જ રીતે બે-ત્રણ વર્ષ પહેલાં આઠ કૂતરાઓને કોઈ અજાણી વ્યક્તિએ ઝેર આપીને મારી નાખ્યા હતા. આ ઘટનાથી વ્યથિત થયેલા લોક એવરેસ્ટના પશુપ્રેમીઓએ પોલીસમાં FIR નોંધાવ્યો છે.

લોક એવરેસ્ટમાં કૂતરાઓને આપવામાં આવેલા ઝેરનો પોલીસ-સ્ટેશનમાં FIR નોંધાવનાર તન્વી ઠક્કરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘એક રાત પહેલાં જે કૂતરો એકદમ ઠીક હોય અને નાચતો-કૂદતો હોય એ અચાનક બીજા દિવસે સવારે તમારી સામે

તડપી-તડપીને મરી જાય તો તમને કેવું લાગે? બસ મારી સાથે પણ આવું જ થયું છે. નવ તારીખે અમારી સોસાયટીના એક કૂતરાએ મારી સામે જ તડપી-તડપીને પ્રાણ તજ્યો હતો. અવારનવાર સોસાયટીના કૂતરાઓની આ રીતે કરવામાં આવી રહેલી હત્યાને કારણે મેં આ વખતે નક્કી કર્યું છે કે જે કંઈ મારે સહન કરવું પડે, પણ આવા ર્નિદોષ પ્રાણીની હત્યા કરનારને હું સજા અપાવીને જ રહીશ. મને શંકા હતી જ કે પહેલાંની જેમ આ વખતે પણ કૂતરાઓને ઝેર આપવામાં આવ્યું છે એટલે હું પોલીસને સાથે લઈ પરેલની હૉસ્પિટલમાં કૂતરાનું પોસ્ટમૉર્ટમ કરવા માટે ગઈ હતી. આ વાતની સાબિતી આપતા પરેલ હૉસ્પિટલમાંથી આવેલા ફસ્ર્ટ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં કૂતરાને ઝેર આપવામાં આવ્યું હોવાનું લખ્યું છે. હવે પોલીસ અને અમે કાલીનાના ફૉરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. એ આવી જતાં પોલીસ આ કેસમાંની કાર્યવાહીમાં કોઈ ઢીલ નહીં છોડે. વારંવાર અમારી સોસાયટીના કૂતરાઓને કોઈ ઝેર આપીને મારી રહ્યું છે અને સોસાયટીના જ એક રહેવાસી પર શંકા હોવાનું પણ અમે પોલીસને જણાવ્યું છે.’

dogs


લોક એવરેસ્ટ સોસાયટીના કૂતરાઓને લઈને ચાલી રહેલા પ્રેમ અને ઘૃણાના સંબંધોની જાણકારી આપતાં કન્હૈયા ભાનુશાલીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી આ સોસાયટી બનવા પહેલાંથી અહીં કૂતરાઓ હતા, પણ કેટલાક નવા આવેલા રહેવાસીઓને આ કૂતરાઓથી તકલીફ છે અને તેમના આવ્યા પછી જ અમારી સોસાયટીમાં કૂતરાઓને ઝેર આપવાની ઘટના બની રહી છે. અમને જેના પર શંકા છે એનું પણ કારણ છે. અમે કૂતરાઓને પીવા માટે જે વાસણમાં પાણી ભરી રાખીએ છીએ એ વાસણ અમારી નજર સામે તેણે તોડી નાખ્યા છે. કૂતરાઓ પાણી ન પી શકે એ માટે કૂંડીમાં ફિનાઇલ નાખી દેવાનું અને અમારા ઘરમાંથી કોઈ મહિલા કે કામવાળો કૂતરાઓને જમાડવા જાય તો તેની પાછળ-પાછળ જવાનું જેવા કામ કરે છે. અમારી સોસાયટીના કૂતરાઓ કોઈને નુકસાન નથી કરતા, છતાં ખબર નહીં કોણ છે જે આ રીતે તેમને ઝેર આપીને મારી રહ્યું છે.’

મુલુંડ પોલીસ-સ્ટેશનમાં કૂતરાઓને ઝેર આપવાનો કેસ સંભાળી રહેલા પોલીસ-ઇન્સ્પેક્ટર સચિન ધામનેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘પરેલની ઍનિમલ હૉસ્પિટલમાં જે પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું એમાં ચોખ્ખું દર્શાવવામાં આવ્યું છે કે કૂતરાને ઝેર આપીને મારવામાં આવ્યો છે અને હવે અમે કાલીનાથી ફાઇનલ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છીએ. એક વાર એ હાથમાં આવી જતાં મને મારી કાર્યવાહી કરવાની પૂરતી તક મળી જશે. પ્રાથમિક તપાસમાં સોસાયટીવાળાઓને જેમના પર શંકા છે તેમને બોલાવીને પૂછતાછ કરી લીધી છે અને સોસાયટીના CCTV કૅમેરાનું ફુટેજ પણ મગાવી લીધું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK