સર્વોદયનગરના રહેવાસીઓ ટ્રાફિકની સમસ્યાને મૂળમાંથી કાઢી નાખવા લેશે કોર્ટનો સહારો

મુલુંડ-વેસ્ટમાં આવેલા સર્વોદયનગરના રહેવાસીઓ ટ્રાફિકની સમસ્યાથી એટલા કંટાળી ગયા છે કે હવે તેમણે કોર્ટનો સહારો લેવાનું મન બનાવી લીધું છે અને બહુ જ જલદી આ સમસ્યાને લઈને એક PIL ફાઇલ કરવાના છે.

parking2

કાજલ ગોહિલ વિલ્બન

સર્વોદયનગરના રહેવાસીઓની ટ્રાફિકની સમસ્યા વિશે માહિતી આપતાં અહીંના રહેવાસી જિતેન મોતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં ઘણા બધા કાર-ઍક્સેસરીઝના શો-રૂમ આવેલા છે. મોટા ભાગે એના મેકૅનિક ગાડીના દરવાજા ખુલ્લા રાખીને અંદરનું રિપેરિંગ કરતા હોય છે જેથી પાછળથી આવતાં વાહનોને ખૂબ તકલીફ થતી હોય છે. આમ પણ મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ પાસેનો જવાહરલાલ નેહરુ રોડ સાંકડો છે. સતત ચાલતા રિપેરિંગને લીધે ટ્રાફિક જૅમ થતો હોય છે. આ ઉપરાંત જ્યારે પણ મેકૅનિક કારમાં નવું સાઉન્ડ-બૉક્સ લગાડે કે રિપેર કરે તો એને ચેક કરવા મોટા અવાજ સાથે ચાલુ કરી દેતા હોય છે. અડધી રાત હોય, ખરી બપોર કે ભલે સામે જૈન મંદિરમાં આરતીનો જ સમય કેમ ન હોય. બપોરના સમયે ઘરની મહિલાઓ થોડો સમય આરામ કરતી હોય છે, પણ આ ઘોંઘાટને કારણે તેમને આરામ નથી મળતો અને રાતે પુરુષોને.’સર્વોદયનગરની પદ્મ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહેવાસી ઍડ્વોકેટ સુનીલ ગોમાવતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેં અમારા વિસ્તારની ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મુલુંડના ટ્રાફિક-પોલીસ, વ્ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત સકપાળ અને મુલુંડના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજારામ વહનમાનેને પત્રવ્યવહાર કર્યો હતો

parking1

જેના પરિણામસ્વરૂપ બે-ત્રણ દિવસ ટ્રાફિક-વિભાગવાળાઓ થોડી બાઇકને ઉપાડી ગયા હતા, પણ એનાથી મેકૅનિકોના વર્તનમાં કોઈ ફરક આવ્યો નથી. મારા બિલ્ડિંગની નીચે જ એક કાર-ડીલરની બ્લૅક ગાડી સેલ માટે ઘણા સમયથી પડી છે, પણ તેનો માલિક આ ગાડીને હાથ ન લગાડવા માટે ટ્રાફિકવાળાઓને કંઈક આપતો હોવાથી તેની ગાડીને છોડીને બાકી બધાની ગાડીઓ ટો કરવામાં આવે છે. આ કાર ઍક્સેસરીઝવાળાઓ મોટા ભાગે હૉર્ન નવો નાખતી વખતે એનું વૉલ્યુમ ચેક કરવા સતત વગાડ્યા કરતા હોય છે. એની તીવþતાને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓ અને નાનાં બાળકોને ખૂબ તકલીફ થતી હોય છે. તેમને કહેવા જાઓ કે અવાજ નહીં કરો તો કહેશે આ મારું નહીં બાજુવાળાનું કામ ચાલુ છે એમ એકબીજાના નામ આપ્યા કરતા હોય છે. જો આ લોકોને સામાન્ય એવી વાત ન સમજાતી હોય તો અમારી પાસે હવે કાનૂનનો સહારો લેવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી. હું PIL ફાઇલ કરવાની તૈયારી કરી રહ્યો છું, જોઈએ એનાથી કોઈ ફરક પડે છે કે નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK