બસ-ડેપોથી ત્રાસી ગયા છે નજીકના રહેવાસીઓ

આ અંગે બેસ્ટને ફરિયાદો કરી હોવા છતાં એનો કોઈ ઉકેલ ન આવતાં તેમણે મિડ-ડે LOCALનો સંપર્ક કર્યો હતો. 

bus

કાજલ ગહિલ વિલ્બન

મુરાર રોડ પરના નેમ વિહાર બિલ્ડિંગમાં રહેતા સિનિયર સિટિઝન શાંતિલાલ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું ૧૯૮૨થી મુરાર રોડ પર રહું છું. એ વખતે અહીં કંઈ જ નહોતું. દેવીદયાલ રોડ પર બસ-ડેપો જ્યાં આવેલો છે એ પ્લૉટ પણ સરકારે મારી પાસેથી લીધો છે. મને એની કોઈ જ તકલીફ નથી, પરંતુ મને તકલીફ થાય છે મોડી રાતના ડેપોમાંથી આવતા અવાજથી. દિવસ આખો તો બસ આવતી-જતી હોવાથી એનો અવાજ તો આવવાનો જ છે અને દિવસના અન્ય અવાજને લીધે એ અવાજ એટલો કાને પડતો નથી, પણ રાતના ૧૧ વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી સતત બસોને રેસ કરવામાં આવતી હોય છે જેનો અવાજ શાંત વાતાવરણમાં ડબલ થઈ જતો હોય છે. ફક્ત અવાજ જ નહીં, ડેપોમાં લગાડવામાં આવેલી હેલોજન લાઇટનો એટલોબધો પ્રકાશ અમારા ફ્લૅટમાં આવે છે કે રાતે લાઇટ લગાડવાની જરૂર ન પડે. મારી ઉંમર ૭૨ વર્ષની છે. આ અવાજથી હું બરાબર ઊંઘી શકતો નથી જેની અસર મારા શરીર પર પણ થઈ રહી છે. એ જ રીતે ઘરમાં મારા નાના દીકરાનું પાંચ મહિનાનું બાળક છે જે સૂતું હોય અને જો બસ રેસ કરવાનો અવાજ આવે તો ડરીને ઊઠી જાય છે અને રડવા લાગે છે. બાળકની તબિયત પર આ બધાની ખરાબ અસર ન પડે એ માટે મારે મારા દીકરા અને વહુને તેના બાળક સાથે નાશિક શિફ્ટ કરવા પડ્યા છે. આસપાસમાં આવેલાં બિલ્ડિંગના મોટા ભાગના રહેવાસીઓએ મળીને આ બાબતે બસ-ડેપોના અધિકારીઓનો છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં અનેક વાર સંપર્ક કર્યો હશે, પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી.’

દેવીદયાલ રોડ પરના બસ-ડેપોની બાજુમાં આવેલા બિલ્ડિંગના એક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બસ-ડેપો નજીક છે એ એક રીતે અમારા માટે સારું છે. આપણી જ સુવિધાઓ માટે ત્યાં લોકો કામ કરે છે, પરંતુ અમને થોડી તકલીફ ઓછી થાય એની જો તકેદારી તેઓ લે તો અમે ખૂબ જ આભારી રહીશું. મારી ઑફિસ ફોર્ટમાં છે એટલે હું સવારે વહેલો નીકળી જતો હોઉં છું. સવારે અને સાંજે ટ્રેનની ગરદીમાં થાકીને ઘરે આવો ત્યારે તમને થાય કે હવે થોડી શાંતિ મળે તો સારું, પણ જેવા સૂવા જવાની તૈયારી કરો કે ફરી ચિંતા થાય કે આજે શાંતિથી ઊંઘવા મળશે કે નહીં? રાતના બસોને રેસ આપવાનું કામ સતત ચાલુ જ હોય છે. મારા ઘરમાં ભણતાં બાળકો છે. તેઓ પણ વહેલી સવારે ઊઠીને વાંચવા બેસતાં હોય છે, પણ પૂરી રીતે ધ્યાન આપી શકતાં નથી. અચાનકથી બસોના આવતા અવાજને લીધે તેમનું મન વિચલિત થઈ જતું હોય છે. અમે લોકોએ આ ડેપોમાં તો પત્રવ્યવહાર કર્યો જ છે અને સાથે-સાથે તેમની હેડ ઑફિસોમાં પણ પત્રો મોકલ્યા છે, પણ કોઈ જ ઍક્શન કોઈએ લીધી હોય એવું લાગતું નથી. જો તમારે રાતનું કામ કરવું અનિવાર્ય જ હોય તો ડેપોની બાઉન્ડ્રી-વૉલની ઊંચાઈ થોડી વધારીને સાઉન્ડપ્રૂફ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવાની સલાહ હું આપીશ. ઓછામાં ઓછું એટલું તો તેઓ કરી જ શકે. પૂરી રીતે અવાજ આવતો બંધ નહીં થાય, પણ થોડો તો ઓછો થશે.’

દેવીદયાલ રોડ પર આવેલા બેસ્ટના આ બસ-ડેપોના મેઇન્ટેનન્સ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર દિલીપ જગતાપે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી પાસે આજુબાજુમાં રહેતા અનેક લોકો અને સિનિયર સિટિઝનો અવાજ ઓછો કરવાની ફરિયાદ લઈને આવ્યા છે અને તેમાંના ઘણાખરા લોકોએ અમારા સિનિયર્સને પણ પત્રવ્યવહાર કર્યો છે. આ બધા માટે અમે જેટલું કરી શકીએ એટલું કરતા જ હોઈએ છીએ. આ બધાની મુખ્ય ફરિયાદ એક જ છે કે તમે ગાડીઓ રેસ ન કરો, એનાથી ખૂબ જ ધ્વનિપ્રદૂષણ ફેલાતું હોય છે. ગાડીને રેસ કરવા સિવાય અમારી પાસે કોઈ છૂટકો જ નથી. બસને જો બ્રેક લગાડવી હોય તો એની બ્રેક સામાન્ય વાહનની જેમ કોઈ તાર કે એન્જિનની સિસ્ટમથી નથી લાગતી એમા ૪.૫ ઍરનું પ્રેશર ભરવું પડતું હોય છે અને જો બસને રેસ ન કરીએ તો ઍર-પ્રેશર વિના એની બ્રેક કામ કરતી જ નથી અને એના વગર ગાડી રોડ પર લઈ જવી એટલે જાણીજોઈને લોકોના જીવ લેવા જેવી વાત છે. અમારી પાસે આ લોકો ફરિયાદો લઈને વારંવાર આવે છે એટલે અમારા મોટા ભાગના ડ્રાઇવર ગાડી લઈ જવા પહેલાં ચાલુ કરીને મૂકી દેતા હોય છે જેથી એમાં હવાનું પ્રેશર ભરાઈ રહે, પણ એમાં પૂÊરું પ્રેશર ભરાયું છે કે નહીં એની ખબર પડતી ન હોવાથી ડર તો રહે જ છે અને સાથે ઇંધણ પણ વેસ્ટ થતું હોય છે. અમારા ડેપોમાં ૧૦૦થી વધુ બસ છે એમાં પણ ખાસ કરીને લૉન્ગ-ડિસ્ટન્સ અને AC બસોમાં વધુ સુવિધા હોવાથી એમાં ઍર-પ્રેશર પણ વધુ આપવું પડતું હોય છે નહીં તો એની હાઇટ રોડ લેવલથી ઉપર ન આવતાં સ્પીડબ્રેકર આવતાં ઍક્સિડન્ટ થવાનો જ છે. છેલ્લી બસ ડેપોમાં રાતના લગભગ અઢી-ત્રણ વાગ્યે આવે છે અને પહેલી સાડાત્રણ- પોણાચાર વાગ્યે બહાર જતી હોય છે અને અમારે રાતે જ બધી ગાડીઓનું નિરીક્ષણ કરી લેવું પડતું હોય છે જેના માટે અમારી પાસે ફક્ત ૧૩ વર્ક-કિટ છે અને બસ ૧૦૮. બસોમાં CNG ભરવાનું કામ પણ ત્યારે જ કરવામાં આવે છે એટલે રાતે તો અવાજ રહેવાનો જ છે. જ્યાં સુધી કમ્પાઉન્ડ-વૉલ ઊંચી કરવાની વાત છે તો લોકો જો અમારા બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં આવું સૂચન કરે તો એના પર કાર્યવાહી થવાની શક્યતા વધી જશે. અમે પણ લોકોની સલાહ ફૉર્વર્ડ કરી દઈશું. એના પર કામ કરવાની જવાબદારી એ વિભાગના અધિકારીઓની છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK