મહેરબાની કરીને સ્ટેશન પરના કૂતરાઓને ખાવા-પીવાનું ન આપો

રેલવે-સ્ટેશન મૅનેજરની મુલુંડવાસીઓને વિનવણી

mulund

કાજલ ગોહિલ વિલ્બન

મુલુંડ રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ પર રખડતા કૂતરાઓને દરરોજ કેટલાક લોકો ખાવા માટે બિસ્કિટ જેવી અન્ય વસ્તુઓ અને પીવાનું પાણી આપી જતા હોવાથી સ્ટેશનના રખરખાવમાં કેટલીક સમસ્યા નડી રહી હોવાથી મુલુંડવાસીઓ આમ ન કરે એવી વિનંતી સ્ટેશન-મૅનેજરે મિડ-ડે LOCALના માધ્યમથી કરી હતી. 

મુલુંડ રેલવે-સ્ટેશનના સ્ટેશન-મૅનેજર જી. ડી. બરનવાલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લોકોની ભાવનાને સમજું છું અને હું પણ મૂંગાં પ્રાણીઓને ખાવા-પીવાનું આપતો હોઉં છું, પણ એના માટે કાયદાનો ભંગ નથી કરતો કે કોઈને માટે સમસ્યા ઊભી થાય એ રીતે કામ નથી કરતો. હું લોકોને સ્ટેશન પરના કૂતરાઓને ખાવા-પીવાની વસ્તુઓ આપવાની ના નથી પાડતો, પણ ફક્ત એટલી જ વિનંતી કરું છું કે તેઓ રેલવે-સ્ટેશનના કોઈ પણ પ્લૅટફૉર્મ પર કૂતરાઓને ખાવાનું કે પાણી ન આપતાં એને પોતાની સાથે સ્ટેશનની બહાર રોડ પર લઈ જઈને જે આપવું હોય એ આપે. રોજ અનેક લોકો સ્ટેશન પર કૂતરાઓને ખાવા-પીવાનું આપતા હોય છે જેમાંથી કેટલુંક ખાય છે તો મોટા ભાગે એમનું એમ જ છોડી દેતા હોય છે. એને લીધે પ્લૅટફૉર્મ ગંદું થતું હોવાથી દર વખતે સાફસફાઈ કરવી અમારા માટે શક્ય નથી હોતી.’

ફક્ત પ્લૅટફૉમïર્ ગંદાં ન થાય એ જ શું આવી વિનંતી કરવા પાછળનું કારણ છે કે બીજું પણ કંઈ છે એવા મિડ-ડે LOCALના સવાલનો જવાબ આપતાં સ્ટેશન-મૅનેજરે કહ્યું હતું કે ‘કૂતરાઓ રેલવે-સ્ટેશનને જ પોતાનું ઘર બનાવીને રહેતા હોય છે. જ્યાં-ત્યાં ખાવાનું શોધતા ફરતા હોય છે, પણ મુલુંડવાસીઓ બધું અહીં જ આપી જતા હોવાથી એઓ સ્ટેશન છોડીને જતા નથી. કૂતરાઓએ કરેલી ગંદકીને લીધે રેલવે-સ્ટેશન પર ખૂબ જ મચ્છરો થઈ ગયા છે. તમે આ વાત મ્યુનિસિપલ ઑફિસમાંથી કન્ફર્મ કરી શકો છો. કેટલીક વાર કૂતરાઓ ભીડને લીધે ડરીને સ્ટેશન પરના નિર્દોષ લોકોને પણ કરડતા હોય છે તો કેટલીક વાર ટ્રેનમાં ચડી જઈ અન્ય લોકોને હેરાન કરતા હોય છે. રોજ સવારમાં હું સ્ટેશન પર ડ્યુટી જૉઇન કરું ત્યારે મારું પહેલું કામ સ્ટેશન પર દરેક પ્લૅટફૉમïર્નું નિરીક્ષણ કરવાનું રહે છે જેમાં હું કૂતરા માટે લોકો દ્વારા રાખવામાં આવેલાં ખાવા-પીવાનાં વાસણો હટાવતો હોઉં છું છતાં રોજ મોડી રાતે કોઈ આવીને ફરી મૂકી જાય છે. એ લોકોને જો એટલી જ સેવાની ભાવના હોય તો તેમના ઘરની આસપાસ લઈ જાય અહીંના કૂતરાઓને. એમના શરીર પર પણ અનેક જાતના કીડા પડીને બીમારી થતી હોય છે. આ બધાને લીધે પ્રવાસ કરતા લાખો યાત્રીઓને પણ આ કૂતરાની બીમારીના સાઇડ-ઇફેક્ટરૂપે કોઈ બીમારી થઈ શકે છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK