મુરાર રોડ કે મુસીબત રોડ

મુલુંડ-વેસ્ટના મુખ્ય માર્ગોમાંથી એક મુરાર રોડ પરના રહેવાસીઓના મનમાં અત્યારે આ જ સવાલ રમી રહ્યો છે


murar road

BMCની ગાડી અને એની પાછળ પાર્ક થતી પ્રાઇવેટ ગાડીઓ.

કાજલ ગોહિલ વિલ્બન

પાર્કિંગ : BMCને પત્ર લખીને ટ્રાફિક-પોલીસે મિડ-ડે LOCALના અહેવાલના આધારે મુરાર રોડ પર પાર્ક થતી BMCની ગાડીઓ હટાવવાની ચીમકી આપી હતી અને નહીં હટાવવામાં આવશે તો એના પર કાર્યવાહી કરવામાં આવશે. ૧૫-૨૦ દિવસ બાદ ફરી BMCની ગાડીઓ મુરાર રોડ પર પાર્ક થવા લાગી છે એટલું જ નહીં, હવે તો BMCની દેખાદેખીમાં એની આગળ-પાછળ પ્રાઇવેટ ગાડીઓની પણ કતાર લાગવા લાગી છે જેને કારણે આવતાં-જતાં વાહનોને ખૂબ તકલીફ થતી હોય છે.


murar road

મુરાર રોડના રહેવાસીઓના ઘરમાં જતી વૃક્ષની ડાળીઓ.



વૃક્ષ :
આજ રોડ પર આવેલી ચન્દ્ર પ્રભા સોસાયટીના લોકોએ BMCમાં રૂપિયા ભરીને પોતાની સોસાયટીનાં વધી ગયેલાં વૃક્ષ ટ્રિમિંગ કરાવ્યાં હતાં, પરંતુ BMC દ્વારા વરસાદ શરૂ થતાં પહેલાં રોડ પરનાં ટ્રી-ટ્રિમિંગ કરવામાં આવતાં હોય છે એ મુરાર રોડ પર યોગ્ય રીતે હજુ કરવામાં આવ્યાં ન હોવાથી વૃક્ષની ડાળીઓ રહેવાસીઓના ઘરમાં જવા લાગી છે. આ સમસ્યા ફક્ત ચન્દ્ર પ્રભા સોસાયટીની જ નથી; આજુબાજુમાં આવેલી અજન્તા, ચંદનબાળા સોસાયટીની પણ છે.


murar road

રસ્તાની સાઇડમાં પડી ગયેલા ખાડાઓ જેમાં વરસાદનું પાણી ભરાઈ ગયું છે.


રોડ : મુરાર રોડને કૉન્ક્રીટનો બનાવવાનું કામ શરૂ તો કરેલું, પણ ગ્પ્ઘ્ના કાયદા પ્રમાણે ૩૧ મે પછી કોઈ પણ કામ કરવાની મનાઈ હોવાથી અહીંનું કામ ઑક્ટોબર મહિનામાં ફરી શરૂ કરવાનું નક્કી કરીને અધૂરું છોડી દેવામાં આવ્યું હતુંં. રોડનું કામ પૂરું ન થતાં રસ્તાની સાઇડમાં ખાડાઓ પડી ગયા છે જેમાં વરસાદનું પાણી ભરાઈ જતાં મચ્છર અને જીવાત પેદા થવા લાગી હોવાથી મુરાર રોડના રહેવાસીઓને બીમારી ફેલાવાનો ડર લાગે છે. 

સ્ટ્રીટ-લાઇટ્સ : મુરાર રોડ પર લાઇટના થાંભલા તો છે, પણ એમાં ઘણી વખત લાઇટ જ નથી હોતી અને જે થાંભલામાં લાઇટ છે એ BMCની મહેરબાનીથી વધી ગયેલાં વૃક્ષોની છાંયામાં છુપાઈ જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK