મુલુંડમાં આ વખતે નો કમર્શિયલ નવરાત્રિ

મનોજ કોટક ને મિહિર કોટેચા બન્ને ઇલેક્શનમાં બિઝી

મનોજ કોટક અને મિહિર કોટેચા



મયૂર સચદે


મુલુંડમાં સામાન્ય રીતે બે મોટા ગજાની કમર્શિયલ નવરાત્રિ થતી હોય છે, પણ આ વખતે એ બન્નેમાંથી એકેય નથી થઈ રહી. આ બન્ને આયોજનો ભારતીય જનતા પાર્ટીના રાજકારણીઓ મનોજ કોટક અને મિહિર કોટેચા દ્વારા થતાં હોય છે, પણ ૧૫ ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી છે એટલે બન્ને એમાં બિઝી હોવાથી તેમણે આ વખતે નવરાત્રિનું આયોજન કરવાનું માંડી વાળ્યું છે.

નવરાત્રિ ન ઊજવવા બાબત માહિતી આપતાં મિહિર કોટેચાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી અમે નવરાત્રિ ઑર્ગેનાઇઝ કરીએ છીએ. આ વખતે નવરાત્રિ અને ઇલેક્શન સાથે થઈ ગયાં છે. અમારે આ ચૂંટણીમાં કોઈ પણ હાલતમાં જીતવું છે. નવરાત્રિ ઑર્ગેનાઇઝ કરવામાં જે મૅનપાવર લાગશે એ હું મારી પાર્ટી માટે ઇલેક્શનમાં વાપરીશ. અમારા માટે ચૂંટણી જીતવી અત્યંત જરૂરી છે. નવરાત્રિ તો આવતા વર્ષે પાછી આવશે. આવતા વર્ષે નવરાત્રિ જરૂર ઊજવીશું.’ નવરાત્રિ ન ઊજવવા વિશે મનોજ કોટકનો પણ અભિપ્રાય જાણવા મિડ-ડે LOCALએ તેમને ફોન કર્યો હતો, પણ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK