ઝોજવાલા પેટ્રોલ-પમ્પ પાસે રસ્તાની વચ્ચે જ પડ્યો ખાડો

પાછલા થોડા દિવસથી મુલુંડ-વેસ્ટમાં જોજવાલા પેટ્રોલ-પમ્પની સામેના બાલ રાજેશ્વર માર્ગ પર રસ્તાની મધ્યમાં અમુક પેવર બ્લૉક્સ જમીનમાં બેસી જતાં તેમ જ અમુક પેવર બ્લૉક્સ ઊખડી જતાં એક ઊંડો ખાડો પડ્યો છે.

વૈશાલીનગરથી ન્ગ્લ્ રોડ તરફ આવતાં પેટ્રોલ-પમ્પની સામેના બાલ રાજેશ્વર માર્ગ પર આ ખાડો પડ્યો છે. આમ તો મુલુંડમાં ઘણી જગ્યાએ ખાડા અને ઊખડેલા પેવર બ્લૉક્સ સાવ સામાન્ય વાત છે, પરંતુ બાલ રાજેશ્વર માર્ગ પર પડેલા આ ખાડા નીચેથી એક મોટી ગટર પસાર થાય છે. પાછો આ માર્ગ ન્ગ્લ્  રોડ સાથે જોડતો હોવાથી વાહનોની સતત અવરજવર પણ આ માર્ગ પર રહે છે. કોઈ ત્યાંની જ વ્યક્તિએ ખાડાની ફરતે લાકડીઓ ગોઠવીને ખાડાને સુરક્ષિત કર્યો હતો જેથી કોઈ દુર્ઘટના ન બને.

એક રાહદારીએ મિડ-ડે LOCAL સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ઘણા દિવસ થઈ ગયા છે આ ખાડો પડ્યો એને. આ ખાડા પાસેથી એક મોટી ગટર પણ પસાર થાય છે. આ ગટર પર પેવર બ્લૉક્સ બેસાડવા જેવું કાચું કામ કરી માર્ગને મુખ્ય માર્ગ સાથે જોડવામાં આવ્યો છે. માર્ગ પર અને માર્ગની બન્ને તરફ જોતાં ખ્યાલ આવશે કે દરેક જ્ગ્યાએ પેવર બ્લૉક્સ જમીનમાં બેસી ગયા છે. આ કારણે ત્યાંથી પસાર થનારાં વાહનો જમીનમાં પછડાતાં નુકસાન થવાનો ભય રહે છે અને અકસ્માત સરજાવાની શક્યતા પણ વધી જાય છે એટલું જ નહીં, વરસાદના સમયે માર્ગ પર પાણી જમા થતું હોવાથી માર્ગ કઈ જગ્યાએ કેટલો ઊંચો છે તેમ જ કઈ જગ્યાએ કેટલો નીચો છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ થઈ જાય છે.’

કોઈ હેવી વેહિકલ આ માર્ગ પરથી પસાર થતાં આ ખાડો જો વધુ મોટો થઈ ગયો તો મોટી સમસ્યા સરજાઈ શકે છે. પાછું વૈશાલીનગર તરફથી બસોની સતત અવરજવર પણ આ માર્ગ પર રહે છે. રસ્તાના આ ખાડાઓની પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવો હોય તો આસપાસના લોકોએ માગણી કરી હતી કે માગોર્ પર આમ કાચુંપાકું કામ કરવા કરતાં એક જ વારમાં આટલા મોટા ભાગને પણ બીજા માગોર્ની જેમ કૉન્ક્રીટનો બનાવી નાખવો જોઈએ. આમ કરવાથી ખાડાઓની સમસ્યા પણ ઓછી થઈ જશે અને જનતાના પૈસાનો ઉપયોગ પણ કોઈ જરૂરી કાર્યમાં કરી શકાશે. પેવર બ્લૉક્સ અને ઍસ્ફૉલ્ટ નાખવું એ આ સમસ્યાનો કાયમી ઉકેલ નથી, એ ફક્ત જનતાના પૈસાનો દુરુપયોગ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK