ટેમ્પો અથડાતાં હેવી વેહિકલ્સને રોકતો ગેટ તૂટી ગયો

મુલુંડ-વેસ્ટમાં LBS માર્ગ પર આવેલા વીણાનગરના બ્રિજનો હેવી વેહિકલ્સને રોકતો ગેટ શુક્રવારે રાતે બાર વાગ્યે એક મોટો ટેમ્પો જોરથી અથડાતાં તૂટી પડ્યો હતો. એને કારણે વીણાનગરના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.


LBSવીણાનગરમાં રહેતા વિક્રમ જૈને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘શુક્રવારે રાતે બાર વાગ્યે આ વિસ્તારના લોકો સૂઈ ગયા હતા ત્યારે અચાનક બહુ મોટો અવાજ થવાથી લોકો ગભરાઈને ઊઠી ગયા હતા અને બધા ઘરની બહાર આવી ગયા હતા. એક મોટો ટેમ્પો વીણાનગરના બ્રિજના હેવી વેહિકલ્સને રોકતા ગેટને અથડાતાં એટલો મોટો અવાજ આવ્યો કે ઘડીક માટે એમ લાગ્યું કે બૉમ્બ ફાટuો કે ભૂકંપ આવ્યો? આ જ ગેટ પર છેલ્લાં ચાર વર્ષમાં આ ચોથો અકસ્માત છે.

અઢી વર્ષ પહેલાં એક ટેમ્પો આ ગેટને ભટકાઈને લટકી ગયો હતો એટલે અહીંના નગરસેવકે સુધરાઈને કહીને એ જોખમી ગેટ કઢાવી ટેમ્પોવાળાઓ માટે નવો ગેટ થોડી વધારે હાઇટનો બનાવડાવ્યો હતો. આમ છતાં પાછો આ અકસ્માત થયો. આ બ્રિજ વીણાનગર ફેઝ એક અને બેને જોડતી તાનસા પાઇપલાઇનની ઉપરથી જાય છે અને બહુ જ નાનો અને કમજોર છે એમ સુધરાઈના અધિકારીઓ કહેતા હતા. જો હેવી ગાડી આ બ્રિજ પર જતાં વચ્ચે જ બ્રિજ તૂટી પડે અને તાનસા પાઇપલાઇન તૂટે તો આ વિસ્તારમાં જ નહીં, આખા મુલુંડમાં ભારે નુકસાન થાય. હવે આવા અકસ્માત ન થાય એ માટે સુધરાઈએ કંઈક કરવું જોઈએ.’

તસવીર : નીતિન મણિયાર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK