લોકપ્રતિનિધિઓ સામાન્ય જનતાના કામ માટે સમય ફાળવશે ખરા?

મુલુંડના પ્રતિનિધિઓ હાઇફાઇ સોસાયટીમાં પેવર બ્લૉકનું કામ કરાવવામાં, સાર્વજનિક કામોમાં અને સમાજ કલ્યાણ કેન્દ્રો ઊભાં કરવામાં રચ્યાપચ્યા રહીને પ્રસિદ્ધિ મેળવે છે.

નીતિન મણિયાર

પરંતુ એ જ અરસામાં મુલુંડની સ્કૂલોની સામેના રસ્તાઓ પરના ઊખડી ગયેલાં સ્પીડબ્રેકર્સ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બેહાલ થઈ ગયેલો ફ્લાયઓવર અને પાસેના નાળા પરના પુલની જે દુર્દશા થઈ છે એ તરફ અવારનવાર મીડિયાએ પ્રતિનિધિઓ તેમ જ પ્રશાસનનું ધ્યાન ખેંચ્યું હતું, પણ આ દુર્દશા તરફ ધ્યાન આપવા કોઈનીયે પાસે સમય જ નથી એવું લાગે છે.

લગભગ ત્રણ વર્ષ પહેલાં મુલુંડ-ઈસ્ટમાં ટોલનાકાની પહેલાં મ્હાડા કૉલોનીથી સ્કૂલ જનાર વિદ્યાર્થીનું ફુલ સ્પીડમાં જતા વાહનથી કરુણ મોત થયું હતું.

મ્હાડા કૉલોનીથી મુલુંડ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે ક્રૉસ કરી બીજી બાજુએ આવેલી પાંચ વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી MMRDAએ ત્યાં ફ્લાયઓવરનું કામ શરૂ કર્યું હતું, પણ બાજુમાંના ટાવર્સમાં રહેતા ઉચ્ચ વર્ગના લોકોએ લીધેલા વાંધાને કારણે આ કામનું ફાઉન્ડેશન થયા બાદ અઢાર મહિના કામ બંધ રહ્યું હતું.

ત્યાર બાદ નવરાત્રિ ઉત્સવ મંડળ- મ્હાડા કૉલોની તરફથી જોરદાર આગ્રહ અને સિગ્નેચર મોહીમ તથા સંસદસભ્ય સંજય પાટીલ, ગુરુદાસ કામત અને વિધાનસભ્ય અલકા દેસાઈ, વિનોદ તાવડે, પાંડુરંગ ફુંડકર, ચરણ સિંહ સપ્રા વગેરેનાં નિવેદનો અને અથાક પ્રયત્નોથી ફ્લાયઓવરનું કામ આખરે પૂર્ણ થયું હતું.

પરંતુ આ ફ્લાયઓવર બ્રિજની બે વર્ષમાં જ દુર્દશા થઈ ગઈ છે. લાઇટની સગવડ ન હોવાથી સાંજે ડરને લીધે નાગરિકો આ પુલનો ઉપયોગ કરતા નથી. પુલનાં પગથિયાં પણ બિસમાર હાલતમાં છે. નાના વિદ્યાર્થીઓ અને સિનિયર સિટિઝનો માટે આ પુલ પર ચાલવું કપરું બને છે. આ ફ્લાયઓવરને જોડનારો નાળા પરનો બ્રિજ પણ તૂટેલી હાલતમાં છે. છેલ્લા છ મહિનાથી સ્કૂલ જતા-આવતા નાના વિદ્યાર્થીઓનો જીવ મુઠ્ઠીમાં હોય છે. સ્કૂલની સામેનાં સ્પીડબ્રેકર્સ નકામાં થઈ ગયાં છે. આ ત્રણે જગ્યાઓમાં રહેલું જોખમ ધ્યાનમાં રાખી એ વિશે યોગ્ય કરવાની જવાબદારી કોની? પેવર બ્લૉક્સમાં જ મશગૂલ રહેતા પ્રતિનિધિઓને નાનાં બાળકોના જીવની કંઈ જ પરવા નથી? એવી ચર્ચા નાગરિકોમાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK