પંદર દિવસમાં બે રૅશનિંગ દુકાનદારોની ધરપકડથી ફફડાટ

માલનો જથ્થો વધુ રાખવાના પગલે રૅશનિંગ ડિપાર્ટમેન્ટની રેઇડ



નીતિન મણિયાર

મુલુંડમાં ૧૫ દિવસમાં રૅશનિંગની બે દુકાનોમાં લાઇસન્સ કરતાં વધુ સ્ટૉક રાખવાના મુદ્દે રૅશનિંગ ડિપાર્ટમેન્ટે છાપો માર્યો હતો. લાઇસન્સ કરતાં અનાજ અને કેરોસીનનો રાખેલો વધુ જથ્થો જપ્ત કરીને ડિપાર્ટમેન્ટે આ દુકાનદારો સામે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે મુલુંડ પોલીસે સંબંધિત દુકાનદારોની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં તેમને જામીન મળ્યા હતા. આ કેસમાં રૅશનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી દંડ વસૂલ કરવા માટેની નોટિસ હજી સર્વ કરવામાં આવી નથી. આ છાપામારીથી રૅશનિંગ ડિપાર્ટમેન્ટના લાઇસન્સ ધરાવતા દુકાનદારોમાં ફફડાટ પેસી ગયો છે.

સૌથી પહેલી રેઇડ ૨૯ મેએ સાંજે ગૌશાલા રોડ પર આવેલા મયૂર ટ્રેડર્સમાં પડી હતી; જેમાં રૅશનિંગના અધિકારીઓને ૯ ટન ઘઉં, ૯ ટન ચોખા અને ૮૩૬ લિટર કેરોસીનનો વધારાનો જથ્થો મળી આવ્યો હતો; જેથી દુકાનના માલિકો નવીન નંદુ, દિલીપ બોરીચા અને મીનાત અંબાવી સામે આ અધિકારીઓએ ગુનો દાખલ કરીને મુલુંડ પોલીસને તેમની ધરપકડ કરવા કહ્યું હતું. મુલુંડ પોલીસે આ સંદર્ભે મીનાત અંબાવીની ધરપકડ કરી હતી અને નવીન નંદુ તથા દિલીપ બોરીચાને ફરાર જાહેર કર્યા હતા.

એ પછી ૯ જૂને મુલુંડ-વેસ્ટના પાંચ રસ્તા પર આવેલા જલારામ ઑઇલ સેન્ટર પર પણ રૅશનિંગ ડિપાર્ટમેન્ટે છાપો માર્યો હતો, જેમાં અધિકારીઓને લાઇસન્સ કરતાં ૧૦ ટન તેલ વધારે મળ્યું હતું એથી દુકાનના માલિક મહેન્દ્ર નંદુ સામે ડિપાર્ટમેન્ટે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહેન્દ્ર નંદુની ધરપકડ કરી હતી.

એ વિશે માહિતી આપતાં રૅશનિંગ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે આ દુકાનદારોને ત્યાં અમને મળેલી ઇન્ફર્મેશનના આધારે છાપો માર્યો હતો, જેમાં અમને સફળતા મળી હતી. અમારા ડિપાર્ટમેન્ટના કાયદા પ્રમાણે આ દુકાનદારોને રોકડ રકમનો દંડ પણ કરવામાં આવ્યો છે, પરંતુ એની ઑફિશ્યલ વિધિ હજી બાકી હોવાથી અમે એ દંડ ભરવાની નોટિસ હજી દુકાનદારોને મોકલી નથી. આ દંડ ત્રણ લાખથી સાત લાખ રૂપિયાનો હોવાનો અંદાજ છે.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના આ કેસના તપાસ અધિકારીએ આ બાબતે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK