સરકારી અફસરના લાપરવા દીકરાને કારણે કચ્છી વેપારીનું અકસ્માતમાં મૃત્યુ

મુલુંડના દામજી નાગડાના સ્કૂટરને ટક્કર મારનાર યુવક પોતાની કાર છોડીને ઘટનાસ્થળથી છૂ થઈ ગયો : અકસ્માતની સાચી વિગતો જાણવા માટે CCTV કૅમેરાનાં ફુટેજ જોવાની પરિવારે કરી પોલીસ સમક્ષ માગણી

damji


રોહિત પરીખ / ખુશાલ નાગડા

મુલુંડ (ઈસ્ટ)ના મીઠાનગર રોડ પર રહેતા કરિયાણાના ૬૮ વર્ષના વેપારી દામજી ઉમરશી નાગડાનો ૩૧ જુલાઈએ રવિવારે વહેલી સવારે ચાર વાગ્યે રોડ-ઍક્સિડન્ટ થયો હતો. કચ્છી વીસા ઓસવાળ જૈન દામજીભાઈ સ્કૂટર પર એલ્ફિન્સ્ટન રોડથી મુલુંડ તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ચૂનાભઠ્ઠીના પ્રિયદર્શની સર્કલ પાસે તેમના સ્કૂટર સાથે એક યુવાન પોતાની કાર ઠોકીને ભાગી ગયો હતો. તે યુવાન એક સરકારી અધિકારીનો પુત્ર છે. પોલીસે આપેલી માહિતી મુજબ દામજીભાઈનું મૃત્યુ શરીરના કોઈ પણ ભાગમાં માર વાગવાથી નહીં પણ અકસ્માત બાદ તેમને થયેલી ગભરામણને લીધે થયું હતું. આમ છતાં દામજીભાઈના પરિવારે અકસ્માતનું સાચું કારણ જાણવા ઘટનાસ્થળે લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ જોવાની પોલીસ સમક્ષ માગણી કરી છે.

અકસ્માત વિશે માહિતી આપતાં RCF પોલીસ-સ્ટેશનના ઇન્ક્વાયરી ઑફિસર બી. ડી. જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સેન્ટ્રલ ગવર્નમેન્ટના ઑફિસરનો ૨૧ વર્ષનો દીકરો અક્ષય કુલકર્ણી કાર ચલાવતો હતો. તેણે દામજીભાઈના સ્કૂટરને ટક્કર મારી હતી. ત્યાર પછી તે ત્યાંથી નાસી ગયો હતો. જોકે અમે તેને અડધા કલાકમાં જ પકડી લીધો હતો. અકસ્માત પછી દામજીભાઈ રસ્તા પર કણસી રહ્યા હતા. તેમણે પહેરેલી હેલ્મેટ રોડ પર જ પડી હતી. અમને સમાચાર મળતાં અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમને સાયન હૉસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડૉક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.’

દામજીભાઈના પુત્ર તુષારે ઘટનાની વિસ્તૃત માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પપ્પા શનિવારે રાતે ૯ વાગ્યે મારા સાસરે એલ્ફિન્સ્ટન રોડ ગયા હતા. મારા સસરા અને પપ્પા વચ્ચે સુમેળ હોવાથી મોડી રાત સુધી તેઓ બન્ને સાથે રહ્યા હતા. પપ્પા મોડી રાતે મારા સસરાના ઘરેથી મુલુંડ આવવા નીકળ્યા હતા. રાતે અમારી ઊંઘ ડિસ્ટર્બ ન થાય એટલે તેમણે એલ્ફિન્સ્ટન રોડથી નીકળતી વખતે અમારી સાથે કશી વાત નહોતી કરી.’

રવિવારે પરોઢિયે ૪ વાગ્યે અમને એક વ્યક્તિનો પપ્પાના ઍક્સિડન્ટના સમાચાર આપવા માટેનો ફોન આવ્યો હતો એવું જણાવતાં તુષારે કહ્યું હતું કે ‘ફોન કરનાર વ્યક્તિએ અમને જણાવ્યું હતું કે પ્રિયદર્શની સર્કલના આહુજા બ્રિજ પાસે એક વ્યક્તિનો ઍક્સિડન્ટ થયો છે. તેઓ ટૂ-વ્હીલર ચલાવતા હતા. તેમના મોબાઇલમાંથી લાસ્ટ કૉલિંગ-નંબરમાંથી ફોન-નંબર શોધીને અમે તમને ફોન કર્યો છે. એ ફોન આવતાં અમે ધ્રૂજી ગયા હતા. અમે તરત જ મુલુંડથી પ્રિયદર્શની આવવા નીકળી ગયા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે પપ્પાને સાયન હૉસ્પિટલ લઈ જવાયા છે એટલે અમે હૉસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ત્યાંના ડૉક્ટરે પપ્પાને મૃત જાહેર કર્યા હતા.’

ત્યાર પછી પોલીસે અમને અકસ્માતની સંપૂર્ણ વિગતો આપી હતી એમ જણાવતાં તુષારે કહ્યું હતું કે ‘પોલીસે જ અમને જણાવ્યું હતું કે ૨૧ વર્ષના સરકારી અધિકારીનો પુત્ર અક્ષય કુલકર્ણી તમારા પપ્પાના સ્કૂટરને ટક્કર મારીને ભાગી ગયો હતો. પોલીસે તેને અડધા કલાકમાં જ પકડી લીધો હતો. નવાઈની વાત તો એ હતી કે મારા પપ્પા બહુ સેફ ડ્રાઇવિંગ કરતા હતા. તેઓ મુંબઈ જ નહીં, અલીબાગ સુધી સ્કૂટર ડ્રાઇવ કરીને જતા હતા. પોલીસે આપેલી માહિતી પ્રમાણે અક્ષય કુલકર્ણીને હૉલિડે કોર્ટે તરત જ જામીન આપી દીધા હતા.’

ગઈ કાલની દામજીભાઈની પ્રાર્થનાસભા પૂરી કર્યા બાદ તુષાર અને તેના પરિવારના અન્ય સભ્યો પ્રિયદર્શનીના ઘટનાસ્થળે ગયા હતા. એ બાબતની માહિતી આપતાં તુષારે કહ્યું હતું કે ‘સેન્ટ્રલ ગવર્નમેન્ટના અધિકારીનો પુત્ર હોવાથી પોલીસ અમારાથી કંઈક છુપાવી રહી છે એવી અમને શંકા છે. ગઈ કાલે અમે જોયું કે ઘટનાસ્થળે CCTV કૅમેરા બેસાડેલા છે. આથી અમે હવે પપ્પાનો અકસ્માત કઈ રીતે થયો એની પૂરેપૂરી વિગતો જાણવા માટે પોલીસ પાસે CCTV કૅમેરાનાં ફુટેજની માગણી કરી છે. પોલીસે અમને ઍક્સિડન્ટના દિવસે એમ કહ્યું હતું કે પપ્પાએ હેલ્મેટ નહોતી પહેરી. અમે જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે પણ હેલ્મેટ ત્યાં જ પડેલી હતી. પોલીસ આમાં આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાની અમને શંકા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK