આ બાળકીની આંખો રહેશે જીવંત

કાંદિવલીની અઢી વર્ષની યાશી શાહના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારે તેની આંખો ડોનેટ કરીને ભર્યું માનવતાવાદી પગલું

yashi


કરુણાંતિકા : યાશી શાહ અને તે જ્યાંથી પડી હતી એ વિન્ડોની ગ્રિલ.


જયેશ શાહ

રવિવારે કાંદિવલીમાં આકસ્મિક રીતે ચોથા માળની બારીમાંથી નીચે પડેલી અઢી વર્ષની યાશીનું મૃત્યુ એળે નથી ગયું. મૃત્યુ પછી તેની આંખોનું દાન કરવામાં આવ્યું છે.

સંતોષીમાતા મંદિર પાસે આવેલા જય અપાર્ટમેન્ટમાં રહેતી યાશી રવિવારે બપોરે તેના ઘરના ચોથા માળના બેડરૂમની બારીની બૉક્સ-ગ્રિલમાંથી આકસ્મિક રીતે ગ્રાઉન્ડ ફ્લોર પર પડી જવાથી તેનું કરુણ મોત થયું હતું. યાશી શાહે રવિવારે કાગડાને બેડરૂમની બારીમાંથી ચણ ખવડાવ્યા હતા. ત્યાર બાદ તેની એક ફ્રેન્ડ સાથે તે રમતી હતી ત્યારે આ દુ:ખદ ઘટના બની હતી.

કઈ રીતે બની હતી ઘટના?

જય અપાર્ટમેન્ટની સોસાયટીના સેક્રટરી વિકાસ જોશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની અમારી સોસાયટીની પાંચ વિન્ગમાંથી C-૩૯માં  ૪૭ વર્ષના મનીષ શાહ રહે છે. તેમની દીકરી યાશી રવિવારે બપોરે ૧૨.૪૫ વાગ્યે તેની બાજુમાં રહેતી ત્રણ વર્ષની ચાર્વી મહેતા સાથે બેડરૂમમાં રમતી હતી. એ સમયે મનીષભાઈ વૉશરૂમમાં હતા અને યાશીની મમ્મી મેઘના રસોડામાં લંચ બનાવી રહી હતી. અચાનક યાશી તેના ઘરના બેડરૂમની વિન્ડો પાસે ઍર-કન્ડિશનરની સ્વિચ ચાલુ કરવા ગઈ ત્યારે વિન્ડોની ગ્રિલમાંથી સરકી ગઈ હતી અને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી સ્ટેશનરીની શૉપ શ્રીજી સ્ટોર પાસે પટકાઈ હતી. એ શૉપના માલિક થોડી મિનિટ પહેલાં જ તેમની દુકાન બંધ કરીને ગયા હતા. ચાર્વી દોડીને તેના ઘરે ગઈ હતી અને તેની મમ્મી વૈશાખી મહેતાને કહ્યું હતું કે યાશી પડી ગઈ છે. વૈશાખીબહેનને એમ કે યાશી બેડરૂમમાં જ પડી ગઈ હશે, પરંતુ ચાર્વી તેની મમ્મી વૈશાખીને એ બેડરૂમ પાસે પરાણે લઈ ગઈ હતી અને બાળકની સાંકેતિક ભાષામાં કહ્યું કે અહીંથી પડી ગઈ છે. આ સાંભળીને બધાના હોશકોશ ઊડી ગયા હતા. યાશીની મમ્મી મેઘના અને અન્ય લોકો ચોથા માળેથી નીચે ઊતરે એ પહેલાં જ યાશી પડી એ સ્થળે સોસાયટીની ઝાડુવાળી મધુ હતી. તે એક પળનોય વિલંબ કર્યા વગર એક પાડોશીની મદદથી યાશીને રિક્ષામાં હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. એ દરમ્યાન યાશીએ એક વખત આંખો પણ ખોલી હતી. યાશીને સારવાર માટે ડૉ. ચિરાગ મહેતા હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. આ કરુણ ઘટનાથી અમારી સોસાયટીમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. ઘટના બન્યા બાદ ૨૪ કલાક પછી ગઈ કાલે બપોરે યાશીના અંતિમ સંસ્કાર દહાણુકરવાડી સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. આ ૨૪ કલાક દરમ્યાન સોસાયટીના સભ્યો ખડે પગે યાશીના પરિવાર સાથે ઊભા રહ્યા હતા.’

પરિવારે ભર્યું અનુકરણીય પગલું

મનીષ અને મેઘના શાહને ત્યાં ૧૭ વર્ષ બાદ યાશીનો જન્મ થયો હતો. દસ દિવસ પહેલાં જ તેમણે નવી ટર્મ માટે નજીકની પ્લેહાઉસ સ્કૂલમાં યાશીનું ઍડ્મિશન લીધું હતું અને ફી પણ ભરી દીધી હતી. તેના આકસ્મિક અવસાનથી પરિવારના સભ્યો પર દુ:ખની ઘડી આવી પડી હતી. એવા સંજોગોમાં પણ યાશીની બન્ને આંખોનું દાન કરવાનું નક્કી કરીને પરિવારે એક અનુકરણીય પગલું ભર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK