લિફ્ટમાં મહિલાની છેડતી કરવા બદલ એક યુવકની ધરપકડ

બહુમાળી બિલ્ડિંગની લિફ્ટમાં ૩૨ વર્ષની એક મહિલાની છેડતી કરવા અને લૂંટવાની કોશિશ કરવા બદલ મંગળવારે બપોરે એક યુવકની ધરપકડ કરી હતી.

rape

સમીઉલ્લા ખાન

કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશને બોરીવલી (ઈસ્ટ)ના બહુમાળી બિલ્ડિંગની લિફ્ટમાં ૩૨ વર્ષની એક મહિલાની છેડતી કરવા અને લૂંટવાની કોશિશ કરવા બદલ મંગળવારે બપોરે એક યુવકની ધરપકડ કરી હતી. આરોપીનું નામ નવીન પટેલ છે તથા તે ૨૧ વર્ષનો છે.

કસ્તુરબા પોલીસ-સ્ટેશને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ મહિલા કામ કરવા જઈ રહી હતી. લિફ્ટમાં પ્રવેશી તેણે બારમા માળનું બટન દબાવ્યું ત્યાં જ નવીન લિફ્ટમાં પ્રવેશ્યો હતો અને લિફ્ટ ચાલુ થતાં જ તેણે મહિલાના હાથને સ્પર્શ કરવાની અને તેને બાથ ભીડવાની કોશિશ કરી હતી. નવીને તેને જણાવ્યું હતું કે તે તેને પ્રેમ કરે છે અને છેલ્લા કેટલાય સમયથી તેના પર નજર રાખી રહ્યો છે. તેણે મહિલા પાસે મોબાઇલ-નંબર પણ માગ્યો હતો.’ 

મહિલાએ નવીનના હાથમાંથી પોતાને છોડાવીને લિફ્ટ બારમા માળે ઊભી રહેતાં જ લિફ્ટની બહાર નીકળી ગઈ હતી. નવીને તેનું મંગળસૂત્ર અને મોબાઇલ ફોન ખેંચવાની કોશિશ કરી હતી, પણ નિષ્ફળ રહ્યો હતો.

મહિલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને કોઈ મદદ કરે એ પહેલાં જ તે નીચે જવા દાદરા ઊતરી ગયો હતો. તેને પકડવા માટે હું લિફ્ટમાં તેનાથી પહેલાં જ નીચે પહોંચી હતી અને સિક્યૉરિટી ગાર્ડ મદદથી તેને પકડીને પોલીસને બોલાવી હતી.’

મહિલા જેમના ઘરે કામ કરતી હતી તે રાજેશ આચાર્યે જણાવ્યું હતું કે ‘અમે પોલીસને બોલાવી હતી. નવીન પાસેથી એક સિમ કાર્ડ મળ્યું હતું. તેનો મોબાઇલ ફોન તપાસતાં એમાંથી ધંધાદારી ચોર અને ચેઇન ખેંચનારાનો નંબર મળ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK