મલાડના હનુમાન મંદિરને નુકસાનને પગલે તંગદિલી

દુકાનોના ડિમોલિશનની કાર્યવાહી વખતે પ્રાચીન વડનું તોતિંગ ઝાડ તૂટી પડ્યું એના પગલે મંદિરની દીવાલનો અમુક હિસ્સો તૂટી પડ્યો : ભાવિકોમાં રોષની લાગણી : BMCએ ઉતાવળે કરેલી કાર્યવાહીથી વેપારીઓને લાખોનું નુકસાન: ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

malad

મલાડ (વેસ્ટ)માં રેલવે-સ્ટેશન પરિસરથી પારેખ રોડ પર જતા રસ્તાની વચ્ચે પ્રાચીન હનુમાન મંદિરની દીવાલને અડીને આવેલી દુકાનો પર BMCએ ગુરુવાર સાંજે ડિમોલિશનની કાર્યવાહી આરંભી હતી. આ દરમ્યાન ૧૦૦ વર્ષથી વધુ જૂનું વડનું તોતિંગ ઝાડ પણ ઝપટમાં આવી ગયું અને એ આસપાસની ત્રણ શૉપ પર તૂટી પડતાં નાગરિકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ કાર્યવાહીને નજરે નિહાળનાર લોકોના જણાવ્યા અનુસાર ઝાડ તૂટી પડવાની ઘટના બાદ BMCના અધિકારીઓ પણ કાર્યવાહીને પડતી મૂકીને જતા રહ્યા હતા. ઝાડની સાથે હનુમાનજી મંદિરના પાછળના ભાગની દીવાલનો અમુક હિસ્સો તૂટી પડતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે મસમોટો પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ આ ડિમોલિશનની કાર્યવાહીમાં એક રેડીમેડ ગાર્મે‍ન્ટના કચ્છી દુકાનદારનો સામાન ઝાડ નીચે દબાઈ ગયો હતો અને ચાર જેટલા કર્મચારીઓ સદ્ભાગ્યે ઝાડની નીચે દબાતાં બચી ગયા હતા. આ સમગ્ર મામલે સોન્યા મારુતિ બચાવ સમિતિના ટ્રસ્ટીઓ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોમાં ગુસ્સાની લાગણી ફેલાઈ ગઈ હતી અને આગળની રણનીતિ ઘડવા મીટિંગોનો દોર શરૂ થયો હતો.

malad1

શું બની ઘટના?

BMCના P-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરની આગેવાનીમાં ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યા આસપાસ મલાડ (વેસ્ટ)ના રેલવે-સ્ટેશનના મુખ્ય દરવાજાની બહારના અતિ વ્યસ્ત રોડ  પર વર્ષો જૂના હનુમાનજીના મંદિરની દીવાલને અડીને આવેલી ત્રણ દુકાનને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. દુકાનદારો અને BMCના અધિકારીઓ વચ્ચે કાયદાકીય રકઝક ચાલી રહી હતી અને અંતે સાંજે ૭.૩૦ વાગ્યે વીજળી કટ કરી જેસીબી મશીન વડે આ દુકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન વડનું પ્રાચીન તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થઈ ગયું હતું. એને પગલે આ રસ્તા પરના સામાન્ય રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં BMCના અધિકારીઓ કામગીરી અટકાવીને જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ ભાવિકોમાં થતાં રોષે ભરાયેલા ભાવિકો ઊમટી પડ્યા હતા. મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-અધિકારી સહિત મસમોટો પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો.

શું કહ્યું વેપારીઓએ?


સિમેન્સ રેડીમેડ નામની શૉપના માલિક મનસુખ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં અને મારી બાજુમાં સાંઈ મોબાઇલ તેમ જ મુતુ બેલ્ટની શૉપના માલિકે P-નૉર્થ વૉર્ડના અધિકારીઓ અમારી શૉપનું ડિમોલિશન કરવા આવેલા એ સમયે કોર્ટનો ઑર્ડર બતાવ્યો હતો, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહીં. અમે તેમને અમારી દુકાનમાંથી માલસામાન કાઢી લેવા થોડો સમય માગ્યો હતો, પરંતુ અચાનક તેમણે સાંજ પડતાં જ ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દીધી અને વડનું તોતિંગ ઝાડ અમારી શૉપ પર તૂટી પડ્યું. એ સમયે ત્રણ દુકાનમાંથી ચાર માણસો સામાન કાઢી રહ્યા હતા તે આ ઝાડની નીચે આવી ગયા, પરંતુ અમે તેમને સહીસલામત બહાર ખેંચી લીધા હતા. અમારો વીસ લાખની કિંમતનો માલસામાન આ ઝાડ નીચે દબાઈ ગયો હતો. આ વિશે અમે મલાડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ અમારી કમ્પ્લેઇન્ટ લીધી નહીં.’

Comments (1)Add Comment
...
written by Bindiya Lilapara, October 07, 2017
To,
Midday,

This step of BMC really appreciated. Tons of Thanks to BMC from me & on behalf of lakhs of people who are victims of horrible traffic due to gathering around Hanuman Temple & those shops.

I am resident of Malad West since 7 years, day by day traffic is increasing horribly near Hanuman Temple. Almost every day it would take time to reach my home more than time which take traveling From Chruchgate to Malad.

Before writing ahead let me confess I am strong God believer.

Before 7 years there was very small Hanuman temple suddenly before 1.5 to 2 years concreated Hanuman Temple has been built up with covering some more area of Public commuting spaces & hence shops also got more space. As the result of these till this time common people suffered. It’s okay if for the public good Hanuman temple too will be demolished. This country need more Education institutes & hospitals than temples.

Since a 6 months to 1 year I am observing that near Movie Time area, Malad 1 banyan tree is there 1st someone put God Hanuman photo frame with two three diyas lighting all the times than other two three god goddess photo frame, nowadays it can be seen they started covering so called temple with curtains & acquired some more area tomorrow they will may build up concrete Temple. Again I am repeating This country need more Education institutes & hospitals than temples.

Midday - A newspaper, you are having strong voice to direct the Civic – society at large country in the right direction by positively conveying that We all need more Education institutes & hospitals than temples for literate & healthy society .

Once again Thanks a tone to BMC for this revolutionary step towards public good.
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK