બોરીવલી-મલાડમાં ધ ટ્રીહાઉસ પ્લેગ્રુપ ઍન્ડ નર્સરીની બ્રાન્ચ અચાનક બંધ

શિક્ષકો અને સ્ટાફને પગાર નથી મળ્યો એવી ચર્ચા વચ્ચે તેઓ ગાયબ : વાલીઓ ચિંતામાં

treehouse playgroup


મલાડ (ઈસ્ટ)માં દફ્તરી રોડ પર આવેલા ધ ટ્રીહાઉસ પ્લેગ્રુપ ઍન્ડ નર્સરીમાં શિક્ષક કે સ્ટાફ ન હોવાથી અચાનક બુધવારે સવારે વિદ્યાર્થીઓને લાવવાની મનાઈ કરવામાં આવતાં પેરન્ટ્સ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. ગઈ કાલે સવારે પ્રી-સ્કૂલની બહાર બધા પેરન્ટ્સ એકઠા થયા હતા અને બેઠક કરીને તેમની સાથે થયેલી છેતરપિંડી બાબત ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. આથી ૭૬ પેરન્ટ્સ આ પ્રી-સ્કૂલ સામે ફરિયાદ નોંધાવવા માટે દિંડોશી પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા. મલાડ (ઈસ્ટ)માં દફ્તરી રોડ પર આવેલા ધ ટ્રીહાઉસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતા દસ્તગીર ઇકબાલ કાલાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરૂઆતમાં પોલીસે ફરિયાદ નોંધવા માટે આનાકાની કરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નગરસેવક વિનોદ મિશ્રાની મધ્યસ્થી બાદ બધા પેરન્ટ્સે મળીને લેખિતમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદ સાથે અમારાં બાળકોની ફીની રસીદની ફોટોકૉપી જોડવામાં આવી હતી.’

દિંડોશી પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર રવિ અડાણેએ કહ્યું હતું કે અમે પેરન્ટ્સ પાસેથી ઍપ્લિકેશન લીધી છે અને તપાસ શરૂ કરી છે.

દસ્તગીર કાલાવડિયાએ કહ્યું હતું કે ‘આ શાખાએ લૅન્ડલૉર્ડને ભાડું ચૂકવ્યું ન હોવાથી ૩૦ ડિસેમ્બર સુધીમાં સ્કૂલ ખાલી કરી દેવાની નોટિસ મળી છે. આથી નાછૂટકે અમારે પોલીસ-સ્ટેશનમાં જવું પડ્યું હતું. શરૂઆતમાં અમને આ વિશે ફરિયાદ નોંધવાની મનાઈ કરી દેવામાં આવી હતી, પરંતુ નગરસેવકની મધ્યસ્થી બાદ અમારી ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસે અમને જણાવ્યું હતું કે અમે ચાર-ચાર પેરન્ટ્સને પોલીસ-સ્ટેશનમાં બોલાવીને તેમનાં નિવેદન નોંધીશું. ધ ટ્રીહાઉસના સ્થાપક કે જવાબદાર વ્યક્તિનો સંપર્ક થતાં અમે તેમને પોલીસ-સ્ટેશનમાં બોલાવીશું. જો તે આપસી સમજૂતી કરવા તૈયાર હશે તો અમે એ કરાવી આપીશું અથવા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.’

બુધવારે સવારે રોજની જેમ હું મારી દીકરીને પ્રી-સ્કૂલમાં મૂકવા ગયો ત્યારે ત્યાં પેરન્ટ્સની ભીડને જોઈને ગભરાઈ ગયો હતો એમ જણાવીને દસ્તગીર કાલાવડિયાએ કહ્યું હતું કે ‘આ બ્રાન્ચ ખાલી કરવાની એક શિક્ષકે અમને નોટિસ બતાવી હતી. ત્યારે અમે સેન્ટરનાં હેડને મળવાની માગણી કરી તો અમને જણાવાયું હતું કે ઑગસ્ટ મહિનાથી તેમને વેતન ન મળ્યું હોવાથી તેઓ દિવાળી બાદ સ્કૂલ છોડીને જતાં રહ્યાં છે અને શિક્ષકોને પણ સૅલેરી નથી મળી રહી એટલે બાળકોનું ધ્યાન રાખવા માટે પણ કોઈ જવાબદાર વ્યક્તિ અહીં નથી. એક શિક્ષકે અમને કહ્યું હતું કે શહેરની ઘણી બ્રાન્ચમાં આ સમસ્યા થઈ રહી છે. કેટલીક બ્રાન્ચમાં પેરન્ટ્સના ઑબ્જેક્શન બાદ તેમને ફીની રકમ પાછી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મારી દીકરીની વાર્ષિક ફીના ૩૪,૦૦૦ રૂપિયા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં ભર્યા હતા. અચાનક સ્કૂલ બંધ થવાના સમાચારે પેરન્ટ્સની ઊંઘ ઉડાડી દીધી છે. હવે બાળકને કઈ સંસ્થા કે સ્કૂલ ઍડ્મિશન આપશે એની ચિંતા અમને થઈ છે. નર્સરી કહો કે પ્લેગ્રુપ, અહીં બાળકનો શૈક્ષણિક પાયો તૈયાર થાય છે; પણ શરૂઆતમાં જ મૂળભૂત પાયો તૂટી જાય તો વિદ્યાર્થીનું ભવિષ્ય દાવ પર મુકાઈ જાય એવી સ્થિતિ અહીં નિર્માણ થઈ છે.’


બોરીવલી (વેસ્ટ)માં રૉયલ કૉમ્પ્લેક્સમાં આવેલા ધ ટ્રીહાઉસના પ્લેગ્રુપના વિદ્યાર્થીની મમ્મી આરતી રાયચુરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિવાળી સુધી આ પ્રી-સ્કૂલમાં બધું સારી રીતે ચાલી રહ્યું હતું; પરંતુ દિવાળીના વેકેશન બાદ સ્કૂલમાંથી પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર અને સિનિયર ધ્ઞ્માં અભ્યાસ કરાવતા શિક્ષકો જતા રહ્યા હતા. સ્કૂલમાં પૂછપરછ કરતાં જાણ થઈ હતી કે વેતન ન મળતાં અને કેટલાક શિક્ષકનો કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હોવાથી તેઓ જતા રહ્યા હતા. દિવાળી બાદ એક શિક્ષિકાની નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ ત્રણ ક્લાસ એકસાથે સંભાળતાં હતાં. તેઓ પણ વેતન ન મળતાં જતાં રહ્યાં હતાં. એટલું જ નહીં, અહીં કામ કરતી આયા અને બાઈને પણ છેલ્લા બે મહિનાથી પગાર આપવામાં આવ્યો ન હોવાથી તેમણે સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું છે. સેન્ટરનાં હેડને પેરન્ટ્સ પ્રશ્ન કરતા ત્યારે થોડા દિવસમાં શિક્ષકની નિમણૂક થઈ જશે એવું આશ્વાસન અમને આપતાં હતાં. બુધવારે સવારે હું મારા દીકરાને સ્કૂલમાં મૂકવા ગઈ ત્યારે સેન્ટરનાં હેડે મારી સાથે અન્ય પેરન્ટ્સને કહ્યું હતું કે તમારાં બાળકોને સંભાળવા માટે શિક્ષક કે આયામાંથી કોઈ હાજર નથી એટલે તેમને પાછાં ઘરે લઈ જાઓ, અમે શિક્ષક અને સ્ટાફને લાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ અને તેમની નિમણૂક થઈ જતાં તમને જાણ કરવામાં આવશે. આ પ્રી-સ્કૂલમાં આશરે ૫૦ વિદ્યાર્થીઓ છે અને શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ આખા વર્ષની ફીપેટે અમે ૪૦,૦૦૦ રૂપિયા ભરી દીધા છે. અમારા વિસ્તારમાં ઘણી પ્રી-સ્કૂલ આવેલી છે જેમની વાર્ષિક ફી દસ હજાર કે પંદર હજાર રૂપિયા છે, પરંતુ અભ્યાસ સાથે બાળક અન્ય પ્રવૃત્તિઓમાં રસ લે એ માટે અને તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જાણીતી સ્કૂલમાં ઍડ્મિશન કરાવ્યું હતું. અમને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ રીતે અધવચ્ચે બાળકનો પાયાનો અભ્યાસ અટકી જશે. ગઈ કાલે સવારે અંધેરીની ધ ટ્રીહાઉસની હેડ બ્રાન્ચમાં અમારી શાખાના અંદાજે ૧૫ જેટલા પેરન્ટ્સ પૂછપરછ માટે પહોંચ્યા હતા. દોઢ કલાક સુધી તો સિક્યૉરિટીએ ઑફિસ ખોલી જ નહોતી. આ ઑફિસમાં આશરે પચાસ જણનો સ્ટાફ છે. જોકે એક પણ વ્યક્તિ હાજર નહોતી. બધા પેરન્ટ્સ સોમવાર સુધી સ્થાપકના જવાબની રાહ જોવાના છે અને જવાબ ન મળતાં છેલ્લે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવશે.’

આ સંદર્ભે સ્કૂલના સ્થાપક રાજેશ ભાટિયાનો સંપર્ક કરવાનો ‘મિડ-ડે’એ પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઈ શક્યો નહોતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK