મલાડના પબમાં પોતાની છેડતી થઈ હોવાની યુવતીની ફરિયાદ

ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીમાં કામ કરતી ૨૧ વર્ષની યુવતી પોતાના અમુક ફ્રેન્ડ્સ સાથે મલાડના એજન્ટ જૅક્સ બારમાં ગઈ હતી ત્યારે અજાણ્યા માણસે તેનો વિનયભંગ કર્યો હોવાના આરોપસર યુવતીએ બાંગુરનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

pub

યુવતીએ પોતાની સાથે કોણે અડપલાં કર્યાં એ જાણવા માટે પબના માલિકને CCTV ફુટેજ બતાવવાની માગણી કરી હતી, પરંતુ પબના માલિકે પ્રાઇવસીનું કારણ દર્શાવી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. યુવતી જે ફ્રેન્ડ્સ સાથે ગઈ હતી તેમના ગ્રુપમાંથી જ કોઈ હોઈ શકે એવી શંકા હોવાથી તેણે પબના માલિકને ફુટેજ માટે માગણી કરી હતી.

યુવતીએ જણાવ્યા પ્રમાણે મલાડ (વેસ્ટ)માં ક્રોમા મૉલની ઉપર આવેલા ઑન ટોઝના એજન્ટ જૅક્સ બારમાં ૩૦ સપ્ટેમ્બરે તે ફ્રેન્ડ્સ સાથે ગઈ હતી. ત્રણ દિવસ બાદ તે એ જ પબમાં ફરી ગઈ હતી અને પબના માલિકને મળી તેની સાથે વિનયભંગ થયો હોવાથી આરોપીની ઓળખ માટે એ દિવસનાં ફુટેજ બતાવવાની માગણી કરી હતી ત્યારે પબના માલિકે ઇનકાર કર્યો હતો અને પોલીસને સંપર્ક કરવાની સલાહ આપી તેમની મદદ લેવા કહ્યું હતું.

ત્યારે યુવતીએ પોલીસનો સંપર્ક ન કરતાં સ્થાનિક રાજકારણીનો સંપર્ક કર્યો હતો, પરંતુ પબના માલિકે રાજકારણીને પણ ફરી એ જ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ યુવતીએ પોલીસ-ફરિયાદ કરી હતી.

પોલીસ-ફરિયાદમાં યુવતીએ કહ્યું હતું કે પબના માલિકે ફુટેજ આપવાનો ઇનકાર કર્યો હતો અને ફુટેજ ડિલીટ પણ કરી દીધું હતું અને એથી જ તે ફુટેજ નહોતા આપતા. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે પબના માલિકે આરોપીને બચાવવા માટે ફુટેજ ડિલીટ કયુર્ર઼્ હતું.

પબના માલિકે કહ્યું હતું કે ‘આવો બનાવ બન્યો હોય તો યુવતીએ અમને એ જ સમયે ઇન્ફૉર્મ કરવું જોઈએ. અમારી પાસે અમારા ગાર્ડ્સ હોય છે જેણે તેને મદદ કરી હોત. અમે યુવતીને સૂચન પણ આપ્યું હતું કે તે પોલીસ-ફરિયાદ કરે એ પછી અમે પોલીસને કો-ઑપરેટ કરીશું. ર્શોટ મેમરી સ્ટોરેજને કારણે અમુક સમય બાદ ફુટેજ ઓવરરાઇટ થઈ જાય છે. એમ છતાં પોલીસે અમને આ જ બાબત માટે સંપર્ક કર્યો હોવાથી અમે ટેક્નિશ્યનની મદદ લઈ રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK