હૅવી ડિપોઝિટ સાથે ભાડાનો ફ્લૅટ લેવા નીકળેલો ગુજરાતી છેતરાયો

પોલીસની કનડગતથી કંટાળીને આ બેરોજગારે આપી આત્મહત્યાની ચીમકી

નગલ્દ

બોરીવલીમાં હેવી ડિપોઝિટ આપીને ફ્લૅટ ભાડે લેવામાં જીવનની પૂંજી ગુમાવી દેનાર એક બેરોજગાર ગુજરાતીએ સુસાઇડ કરવાની ચીમકી આપતો પત્ર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈના પોલીસ-કમિશનરને મોકલ્યો છે. છેલ્લા ૨૦ મહિનાથી હેરાન થઈ રહેલા શિંપોલીમાં રહેતા વિનોદ ઠક્કરે અંતિમ પગલું ભરવાના નિર્ણય માટે પોલીસની કનડગતને જવાબદર ઠેરવી છે. ૨૦૧૫માં અખબારમાં છપાયેલી જાહેરાત જોઈને વિનોદ ઠક્કરે હેવી ડિપોઝિટ પર ફલૅટ ભાડે લેવા માટે એજન્સીનો સંપર્ક કયોર્ હતો. એજન્ટના માધ્યમથી કાંદિવલીના મથુરાદાસ રોડ વિસ્તારમાં સાડાછ લાખ રૂપિયાની હેવી ડિપોઝિટ પર ફ્લૅટ નક્કી કરવામાં આવ્યો હતો. વિનોદ ઠક્કરે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેને ફ્લૅટ કે પૈસા પાછા ન મળતાં પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

હું બૅન્કમાં નોકરી કરતો હતો, પણ બૅન્ક બંધ થઈ જતાં ઘરે બેસવાનો વારો આવ્યો એમ જણાવતાં વિનોદ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી હાલત બદતર થઈ ગઈ છે એટલે જે જગ્યાએ હું રહેતો હતો એ બદલવાનું નક્કી કર્યું હતું. એને માટે એજન્ટ મારફત મથુરાદાસ રોડ વિસ્તારનો ફ્લૅટ ૨૦૧૫ની નવેમ્બરે નક્કી કર્યો હતો. એ માટે ટોકન અને બે વખત મળીને કુલ ૫,૦૪,૦૦૦ રૂપિયાના ત્રણ ચેક એજન્ટને આપ્યા હતા. એના પુરાવા તરીકે મારી પાસે રસીદ પણ છે. મહિનાઓ સુધી મને રખડાવ્યો અને છેલ્લે ખબર પડી કે

ફ્લૅટના નામે એજન્ટ પૈસા ખાઈ ગયો છે. પોલીસ-સ્ટેશન અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ની ઑફિસના દરવાજે ચંપલ ઘસી નાખ્યા બાદ આખરે ૨૦૧૭ની ૧૪ ઑગસ્ટે આરે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાવી એને અત્યારે ૧૨૦ દિવસ થઈ ગયા છે પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી. એ ઉપરાંત એજન્ટ દ્વારા મને ધમકી પણ મળી રહી છે. હું ૫૪ વર્ષનો છું. હું મારી પત્ની અને ૯ વર્ષના દીકરા તથા માનસિક અક્ષમ મોટા ભાઈ સાથે રહું છું. મારી મમ્મીને થોડા સમય પહેલાં બ્રેઇન-સ્ટ્રોક આવતાં તેમની સારવાર પાછળ ઘણું કરજ થઈ ગયું હતું. એ ઉપરાંત મારી દિવ્યાંગ અને વિધવા બહેનની જવાબદારી પણ મારા માથે છે. હવે મને આત્મહત્યા સિવાય બીજો કોઈ માર્ગ સૂઝતો નથી.’

વિનોદ ઠક્કરનો કેસ સિવિલ મૅટર છે એમ જણાવતાં આરે પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર વિદ્યાલક્ષ્મી હિરેમઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફરિયાદ નોંધવામાં આવી છે. અમને એજન્ટ વિશે માહિતી મળે એટલે ટીમ તેને શોધવા જાય છે. અત્યારે આ કેસ પ્રોગ્રેસમાં છે. આ કેસની તપાસ કરતાં અમને જાણ થઈ છે કે ફક્ત વિનોદ ઠક્કરના જ નહીં, અન્ય લોકોના પૈસા પણ આ એજન્ટ લઈને રફુચક્કર થઈ ગયો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK