આ દેવદૂતોએ બચાવ્યો ગુજરાતી યંગસ્ટરને

મલાડ સ્ટેશન પાસે ચાલતી ગાડીમાંથી પડી ગયેલા અભિષેક શુક્લને લોકલના મોટરમૅન, સ્ટેશન-માસ્ટર અને ગવર્નમેન્ટ રેલવે પોલીસની સમયસૂચકતાને લીધે જીવનદાન મળ્યું

naik

નિમેશ દવે

૮ ઑગસ્ટે મલાડ અને ગોરેગામ વચ્ચે ટ્રેનમાંથી પડી ગયેલો ૨૧ વર્ષનો ગુજરાતી સ્ટુડન્ટ અભિષેક શુક્લ મોટરમૅન સી.એ. ઠાકુર, GRPના જવાનો, અન્ય રેલવે-સ્ટાફ તથા પ્રવાસીઓની મદદથી બચી હતો.

અભિષેકના ફાધર પિનાકિન શુક્લાએ  અકસ્માતની ઘટનાનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે ‘મારા દીકરા અભિષેકે ૮ ઑગસ્ટે સવારે મલાડમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના ક્લાસીસમાંથી નીકળીને ગોરેગામમાં એક ફ્રેન્ડને નોટ્સ આપવા જવા માટે સવારે ૯.૪૦ વાગ્યાની ટ્રેન મલાડથી પકડી હતી. એ ટ્રેન ખીચોખીચ ભરેલી હતી. એમાં અભિષેકને દરવાજા પાસે હૅન્ડલ અને સળિયો પકડીને ઊભા રહેવાની જગ્યા મળી હતી. ટ્રેન મલાડથી આગળ વધી ત્યારે અભિષેકની સળિયા પરની પકડ ઢીલી થઈ હતી અને એ લગભગ આધાર ગુમાવી રહ્યો હતો. પૂરપાટ ગતિએ આગળ વધતી ટ્રેનના હલનચલનને કારણે અભિષેક સળિયો બરાબર પકડી ન શક્યો અને પાટા પર પડી ગયો હતો. માથામાં વાગ્યું હોવાથી અભિષેક બેભાન થઈ ગયો હતો. એ પાટા પર આવતી બીજી ટ્રેન નજીક પહોંચી ત્યારે અભિષેક લોહી નીતરતી હાલતમાં ત્યાં પડ્યો હતો. સદનસીબે એ આવતી ટ્રેનના મોટરમૅન સી.એ. ઠાકુરે દૂરથી અભિષેકને પડેલો જોયો હતો એથી સમયસર બ્રેક મારી હતી. ઠાકુરે ટ્રેનમાંથી નીચે કૂદીને અન્ય મુસાફરોની મદદથી અભિષેકને ઉપાડીને મલાડ સ્ટેશને લઈ આવ્યા હતા.’

constable

વેસ્ટર્ન રેલવેના ૪૨ વર્ષના મોટરમૅન સી.એ. ઠાકુરે એ ઘટના વિશે જણાવ્યું હતું કે ‘હું સવારે ચર્ચગેટથી વિરારની ટ્રેનમાં હતો અને સામેની દિશાએથી આવતી ટ્રેનના ગાર્ડે મને જોશપૂર્વક ઇશારો કરીને કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો હતો. કંઈક અજુગતું બન્યું હોવાની શંકા પરથી મેં ટ્રેન ધીમી પાડી ત્યારે એક માણસ ટ્રૅક પર ઘાયલ હાલતમાં પડ્યો હતો. એ જીવતો હતો અને હલનચલન કરતો હતો.’

dubey

૧૭ વર્ષથી મોટરમૅનની કામગીરી સંભાળતા ઠાકુરે જણાવ્યું હતું કે ‘તે વ્યક્તિને જોતાં મેં તાત્કાલિક જોરથી બ્રેક મારી હતી. સમયસર ટ્રેન ઊભી રહી. હું નીચે ઊતર્યો અને તે યુવાનને વેદનાથી કણસતો જોયો. મેં તરત નજીકના રેલવે-સ્ટેશનના સ્ટેશન-માસ્ટરને ફોન કરીને તેમને પરિસ્થિતિની જાણ કરી હતી જેથી તેઓ સ્ટેશન પર તૈયારી કરી રાખે તો ઘાયલ વ્યક્તિને સમયસર એટલે કે ગોલ્ડન અવરમાં સારવાર મળી શકે. મેં ટ્રેનના પ્રવાસીઓની મદદથી તે ઘાયલ યુવાનને ટ્રેનમાં ચડાવ્યો. અમે મલાડ સ્ટેશને પહોંચ્યા. ત્યાં સ્ટેશન માસ્ટર પ્રભાત દુબે GRPના સ્ટાફ સાથે અમારી રાહ જોતા ઊભા હતા.’

motorman

મલાડ સ્ટેશન પરના GRPના કૉન્સ્ટેબલ્સ આબાસાહેબ કેંગર અને બાળાસાહેબ નરલે ત્યાર પછીની વિરાર ટ્રેનમાં ઘાયલ યુવાનને કાંદિવલી લઈ ગયા અને ત્યાં ઉતારીને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેમણે યુવકની ફૅમિલીને ફોન કરવાને બદલે તેને તાત્કાલિક સારવાર મળે એની જોગવાઈ પર ધ્યાન આપ્યું હતું. યુવાનના માથા પર પડેલા જખમોમાં ટાંકા લેવાયા અને ફ્રૅક્ચર થયેલા હાથમાં પ્લાસ્ટર લગાડવામાં આવ્યું ત્યાર પછી એટલે કે બપોરે બે વાગ્યે આબાસાહેબ કેંગરે અભિષેકના ફાધરનો ફોન-નંબર શોધી કાઢ્યો અને ફોન કર્યો હતો.’

family

અભિષેક શુક્લએ એ દિવસના અનુભવ વિશે જણાવ્યું હતું કે ‘મને ટ્રેનમાંથી હું પડી ગયો એટલું યાદ છે. ત્યાર પછી મારી આંખો સામે અંધારું છવાઈ ગયું હતું. હું રેલવેના સ્ટાફે અને અન્ય પ્રવાસીઓએ કરેલી મદદ માટે તેમનો આભારી છું.’

મુંબઈમાં રેલવે-અકસ્માતોમાં રોજ સરેરાશ ૧૦ જણ મૃત્યુ પામે છે. ૨૦૧૬માં શહેરમાં રેલવે-અકસ્માતોમાં ૩૨૦૨ જણ મૃત્યુ પામ્યાં હતાં અને ૩૩૬૩ જણ ઘાયલ થયા હતા.

(રાજેન્દ્ર બી. અકલેકરની પૂરક માહિતી)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK