મલાડની સ્કૂલમાં હાહાકાર

પોણાચાર વર્ષની બાળકી પર સતત ચાર દિવસ સુધી બળાત્કાર કરવાના આરોપસર પ્યુનની ધરપકડ : છોકરીની મમ્મી કહે છે કે સ્કૂલે દાદ ન આપી એટલે પોલીસમાં ફરિયાદ : સામે છેડે સ્કૂલ કહે છે કે અમારે ત્યાં આવું થાય એ શક્ય જ નથી

school

મમતા પડિયા

મલાડ (ઈસ્ટ) એક સ્કૂલમાં નર્સરીમાં ભણતી ત્રણ વર્ષ અને આઠ મહિનાની બાળકી સાથે સ્કૂલના ટૉઇલેટમાં શારીરિક ચેડાં કરવાના આરોપસર પ્યુનની ધરપકડ કરવામાં આવી છે. બાળકીની મમ્મીએ નોંધાવેલી ફરિયાદ મુજબ પહેલીથી ચોથી ઑગસ્ટ સુધી સ્કૂલના ટૉઇલેટમાં બાળકી પર શારીરિક અત્યાચાર થયો હતો. પાંચમી ઑગસ્ટે રાતે બાળકીનો પ્રાઇવેટ હૉસ્પિટલમાં મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ રાતે દિંડોશી પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે પેરન્ટ્સના આક્ષેપોનું ખંડન કરીને આ ઘટના સ્કૂલમાં બની જ ન શકે એવી સ્પષ્ટતા કરી છે. પાંચમી ઑગસ્ટે ફરિયાદ નોંધાયા બાદ છઠ્ઠીએ ૨૮ વર્ષના પ્યુનની મલાડના નવજાભા પાડામાંથી ધરપકડ કરવામાં આવી છે એમ જણાવતાં દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વ્હણમાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટે તેની પૂછપરછ માટે ૧૧ ઑગસ્ટ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. અત્યારે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. બાળકીના બધા મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ જ તથ્ય જાણી શકાશે.’

દિંડોશીના પોલીસ-સૂત્રે આપેલી માહિતી મુજબ શનિવારે રાતે આ મામલે ફરિયાદ નોંધાયા બાદ સંબંધિત બાળકીને વિશ્વાસમાં લઈને તેની પૂછપરછ કરવામાં આવી હતી. બાળકીએ આપેલા નિવેદન બાદ રવિવારે મોડેથી સ્કૂલની નૉન-ટીચિંગ ફૅકલ્ટીના બાવીસ જણને તાબામાં લેવામાં આવ્યા હતા. બાળકીએ ઓળખપરેડમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો. સ્કૂલમાં CCTV કૅમેરા બેસાડાયેલા છે. અમે એકથી ચાર ઑગસ્ટ સુધીના CCTV કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં છે. ચાર દિવસમાં બાળકી પર ક્યારે અને કેટલી વખત અત્યાચાર ગુજારવામાં આવ્યો છે એની તપાસ ચાલી રહી છે. દરમ્યાન બાળકીનું કાઉન્સેલિંગ કરાવવામાં આવી રહ્યું છે. તેના મેડિકલ રિપોર્ટ મળ્યા બાદ કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા થશે.’ 

પોલીસ-ફરિયાદમાં મમ્મીનું સ્ટેટમેન્ટ


પોલીસ-સ્ટેશનમાં મમ્મીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં દુખાવો થતાં આ બનાવની જાણ તેમને શનિવારે થઈ હતી. બાળકીની મમ્મીએ સ્કૂલના ત્રણ શિક્ષકોનું આ બાબતે ધ્યાન દોર્યું હતું, પરંતુ શિક્ષકોએ બાળકી જૂઠું બોલતી હોવાનું જણાવીને મમ્મીને પાછી મોકલી હતી. સ્કૂલમાંથી બાળકીને મેડિકલ તપાસ માટે પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં બાળકી સાથે શારીરિક ચેડાં થયાં હોવાનું જાણવા મળ્યુંહતું. ત્રણ દિવસથી બાળકીના યુનિફૉર્મમાંથી લોશન કે ઑઇલની વાસ આવતી હતી, પરંતુ જ્યારે બાળકીએ તેને થતી પીડાની વાત કરી ત્યારે બધું સ્પષ્ટ થયું હતું.

પેરન્ટ્સ મોડી રાત સુધી સ્કૂલમાં

આ ઘટનાથી વીફરેલા પેરન્ટ્સ ગઈ કાલે સવારથી સ્કૂલમાં ભેગા થયા હતા. તેમણે પોતાનાં બાળકોની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. ૧૦૦થી ૧૫૦ જેટલા પેરન્ટ્સે સ્કૂલના પ્રિન્સિપાલને હટાવવાની માગણી કરી હતી. કેટલાક પેરન્ટ્સ પર કાબૂ મેળવવાનું પોલીસ માટે પણ પડકારરૂપ બન્યું હતું. તેમણે સ્કૂલ-મૅનેજમેન્ટ સામે વારંવાર પ્રશ્ન ઊભા કર્યા હતા અને કેટલાક પેરન્ટ્સે તો સ્કૂલને મળેલી ટ્રોફીઓને તોડવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોની સ્કૂલ-ફી વધારવામાં આવી છે અને પેરન્ટ્સને એમાં બે ટકાની રાહત પણ આપવામાં નથી આવતી છતાં બાળકો સ્કૂલમાં સુરક્ષિત ન હોવાનું પુરવાર થાય છે. એક પેરન્ટે કહ્યું હતું કે અગાઉ ફિઝિકલ ટ્રેઇનિંગના ટીચરે સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા હતાં, એ મૅટર સ્કૂલ સુધી સીમિત રાખવામાં આવી હતી અને ટીચરે રાજીનામું આપતાં એ મૅટરને દબાવી દેવામાં આવી હતી.

છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમ્યાન બનેલી ઘટના દુખદ છે એમ જણાવતાં આ સ્કૂલમાં ભણતા એક સ્ટુડન્ટના પપ્પાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે બપોરે બાળકીની મમ્મી તેમ જ કેટલાક પેરન્ટ્સ સાથે સ્કૂલના ઍડ્મિન-હેડ અને પ્રિન્સિપાલની મીટિંગ થઈ હતી જેમાં બાળકીની મમ્મીએ સ્કૂલમાં તેની દીકરીના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતાં ત્યાંની આયાબાઈઓને કાઢી મૂકવાની માગણી કરી હતી. મંગળવારે આયાબાઈઓ આ માસૂમ બાળકી તરફ આંગણી ચીંધીને આ જ એ બાળકી છે એવી એકમેક સાથે ચર્ચા કરી રહી હતી. આમ થતાં બાળકીને માનસિક તકલીફ થતી હોવાનું તેની મમ્મીએ જણાવ્યું હતું. એ સાથે બાળકીની સ્કૂલ-ફી માફ કરીને તેના એજ્યુકેશનનો પૂરેપૂરો ખર્ચ સ્કૂલને ઉપાડવાનું કહ્યું હતું. અત્યારે બાળકીની મેડિકલ ટ્રીટમેન્ટમાં થયેલો ખર્ચો અને વળતરની માગણી પણ કરવામાં આવી છે. આ ગંભીર મુદ્દા વિશે ચર્ચા થઈ રહી હતી, પરંતુ પ્રિન્સિપાલના મોઢા પર સ્માઇલ હોવાથી અમે બધા પેરન્ટ્સ અચરજ પામ્યા હતા.’


સ્કૂલનાં પ્રિન્સિપાલ શું કહે છે?

અમારી સ્કૂલમાં આવું કંઈ બને જ નહીં એવું પ્રિન્સિપાલે પેરન્ટ્સને જણાવતાં કહ્યું હતું કે ‘જો આવો બનાવ બન્યો હશે તો અમે કોશિશ કરીશું કે આવું ફરી ન બને. અમે પોલીસને તપાસમાં સહકાર્ય આપી રહ્યા છીએ.’

સ્કૂલ-સૂત્ર શું કહે છે?

પેરન્ટ્સ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ પાયાવિહોણા છે એમ જણાવતાં એક સ્કૂલ-સૂત્રે નામ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સ્કૂલમાં નર્સરીના ૬ ક્લાસ પહેલા માળે છે. એમાં ત્રણ ક્લાસ સવારે અને ત્રણ બપોરના હોય છે. એક ક્લાસમાં બે શિક્ષકો રાખવામાં આવ્યા છે અને આ ફ્લોર પર પાંચ આયાબાઈ છે. સ્કૂલના નિયમ પ્રમાણે શિક્ષકો કે આયાબાઈઓને બાળકોને વહાલ કરવાની પરવાનગી નથી. આ બાળકીના પેરન્ટ્સે જે આક્ષેપ કર્યો છે એ પ્રમાણે જો બાળક સાથે સતત ચાર દિવસ તો છોડો, એકાદ દિવસ પણ અનુચિત બનાવ બન્યો હોય તો બાળકી બીજા દિવસે સ્કૂલ આવી ન શકે. બીજી બાબત એ કે આ બાળકોની જવાબદારી અમારી છે. અમે ૨૦ જેટલા શિક્ષકો ભણાવવા સાથે આ બાળકોનું વિશેષ ધ્યાન રાખીએ છીએ. આ બનાવ પ્રકાશમાં આવ્યો ત્યારે ત્રણ દિવસના સ્કૂલના CCTV કૅમેરાનાં ફુટેજ અમે તપાસ્યાં, પરંતુ આવી કોઈ ઘટના બની હોય એવું અમને જણાયું નથી. રક્ષાબંધનના કાર્યક્રમમાં પણ આ બાળકીએ ભાગ લીધો હતો. બાળક બે મિનિટમાં પાછું ન આવે તો શિક્ષકો માઉશીને બૂમાબૂમ કરી મૂકે. આ બાળકીની મમ્મી સિંગલ પેરન્ટ છે અને તેની દીકરીના ઍડ્મિશન માટે તેણે એક મહિના સુધી અહીં આંટાફેરા માર્યા હતા. પેરન્ટ્સની આવક અને ક્વૉલિફિકેશનના આધારે સ્કૂલમાં બાળકને ઍડ્મિશન આપવામાં આવે છે. આ મહિલાની મહિનાની આવક ૧૫,૦૦૦ રૂપિયા હતી અને સ્કૂલનો ખર્ચ તેને પરવડી શકે એમ નહોતો એથી પ્રિન્સિપાલે તેની દીકરીનું ઍડ્મિશન રિજેક્ટ કર્યું હતું. જોકે એમ છતાં ટ્રસ્ટના રેફરન્સ થþૂ આ બાળકીને ગયા મહિને ઍડ્મિશન આપવામાં આવ્યું હતું.’

બાંયધરીનો લેટર

પેરન્ટ્સે સ્કૂલના નૉન-ટીચિંગ સ્ટાફથી માંડીને શિક્ષક અને મૅનેજમેન્ટ લેવલના કર્મચારીઓને સજા મળે એવી માગણી કરી છે. આખો સ્ટાફ ચેન્જ કરીને સ્કૂલમાં ફ્રી એજ્યુકેશન આપવાની માગણી પણ કરવામાં આવી છે. એ સાથે સ્કૂલમાં બેસાડેલા CCTV કૅમેરાની લિન્ક પેરન્ટ્સને મળવી જોઈએ એવું લખેલા લેટર પર સ્કૂલ-મૅનેજમેન્ટના ઍડ્મિન-હેડની સહી લેવામાં આવી છે અને એ પોલીસને સુપરત કરવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK