લગ્નના હૉલમાં ટિપટૉપ કપડાં પહેરીને ઘૂસેલા બે યુવાનો દાગીના અને રોકડ ભરેલી બૅગ લઈને છૂ

વરપક્ષને લાગ્યું કે તેઓ કન્યાપક્ષના છે અને કન્યાપક્ષવાળા તેમને વરપક્ષના સમજતા રહ્યા

robb


કાંદિવલી (વેસ્ટ)માં મહાવીરનગરમાં રહેતા રાજેશ કોરડિયાની પુત્રીનાં લગ્નના હૉલમાંથી ગુરુવારે વિદાય સમયે દાગીના અને રોકડ ભરેલી લેધરની બૅગ અપટુડેટ કપડાંમાં આવેલા બે ïયુવાનો ચોરીને ભાગી ગયા હતા. આ પૂરો બનાવ મૅરેજ-હૉલના CCTV કૅમેરામાં કેદ થઈ ગયો હોવાથી એને આધારે ચારકોપ પોલીસે ચોરીનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

કાંદિવલીના મહાવીરનગરમાં આવેલા બાલાજી મૅરેજ હૉલમાં ગુરુવારે મૂળ જૂનાગઢના જૈન દેરાવાસી સમાજના રાજેશકુમાર કોરડિયાની પુત્રીનાં લગ્ન હતાં. એ સમયે અંદાજે પંદર અને પચીસ વર્ષની ઉંમરના બે ïયુવાનો લગ્નના હૉલમાં અપટુડેટ કપડાં પહેરીને ઘૂસ્યા હતા અને બધે નજર રાખી રહ્યા હતા. તેમને માલમતા ભરેલી બૅગની ખબર પડતાં તક મળતાં જ તેઓ બૅગ ચોરીને નાસી ગયા હતા.

લગ્નમાં વિદાય સમયે દાગીના અને રોકડથી ભરેલી બૅગ ચોરાઈ ગઈ અને એની ક્યારે ખબર પડી એ વિશે ૫૭ વર્ષના રાજેશકુમાર કોરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરી ઉર્વીનાં ગુરુવારે લગ્ન હતાં. પ્રસંગ છેક સુધી સારી રીતે પતી જ રહ્યો હતો. વિદાય સમયે અમે સ્ટેજ પર વેવાઈઓને શાલ ઓઢાડી રહ્યા હતા ત્યારે લગભગ પચીસ જેટલા લોકો સ્ટેજ પર હાજર હતા. એ સમયે મારા હાથમાં સોનાનાં કડાં અને બુïટ્ટી જેવા અંદાજે બે લાખના દાગીના, ૪૦,૦૦૦ રૂપિયા જેટલી રોકડ રકમ તેમ જ લગ્નમાં આવેલાં ચાંદલાનાં કવર ભરેલી લેધરની બૅગ હતી. મેં શાલ ઓઢાડવા લેધરની બૅગ નીચે મૂકી ત્યારે જ લગભગ પંદર વર્ષનો એક છોકરો બૅગ ચોરીને નાસી ગયો હતો. જોકે બધા વિદાય સમયે લાગણીશીલ થઈ ગયા હોવાથી કોઈને એ વિશે ખબર પડી નહોતી, પરંતુ જ્યારે વેવાઈઓને કવર આપવાનાં હતાં અને અમે એ બૅગ શોધી રહ્યા હતા ત્યારે ચોરી થઈ હોવાની અમને ખબર પડી હતી. હૉલના CCTV કૅમેરાની તપાસ કરતાં ચોર બૅગ લઈને જતો સ્પષ્ટ દેખાયો હતો.’

સારા પહેરવેશમાં આવ્યા હોવાથી કોઈને શંકા થઈ નહીં એ વિશે રાજેશભાઈએ કહ્યું હતું કે ‘બન્ને છોકરાઓ અપટુડેટ શર્ટ-પૅન્ટ પહેરીને આવ્યા હોવાથી વરપક્ષને લાગ્યું તે કન્યાપક્ષ તરફથી છે અને કન્યાપક્ષને લાગ્યું કે તેઓ વરપક્ષ તરફથી છે. એથી કોઈને તેમના પર શંકા થઈ નહોતી. જોકે પૂરા ફુટેજની તપાસ કરતાં ખબર પડી હતી કે તેઓ બપોરે બે વાગ્યાની આસપાસ લગ્ન ચાલી રહ્યાં હતાં એ સમયે મહેમાનો સાથે હૉલમાં ઘૂસી ગયા હતા અને નૉર્મલ રીતે ફરી રહ્યા હતા. એ દરમ્યાન તેઓ સેલ્ફી લઈ રહ્યા હતા અને ફોટો પાડી રહ્યા હતા. સાંજે સવાચાર વાગ્યે વિદાય સુધી તેઓ હૉલમાં ફરતા નજરે પડી રહ્યા હતા. આ દરમ્યાન તેઓ ફોન પર સતત વાત કરી રહ્યા હતા. એથી પોલીસને શંકા છે કે તેઓ પોતાના સાથીદારો સાથે સંપર્કમાં હતા અને પ્લાનને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK