મલાડમાં ભગવાન લૂંટાયા : મૂર્તિઓ પરથી 8 લાખનાં આભૂષણો ગાયબ

પોલીસને આ ચોરીમાં જાણભેદુનો હાથ હોવાની શંકા

malad mandir


જયેશ શાહ

મલાડ (વેસ્ટ)માં સુંદરનગર વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ભગવાનને પહેરાવેલાં સોનાનાં આઠ લાખથી વધુનાં આભૂષણો ચોરી થઈ જવાની ફરિયાદ મલાડ પોલીસ-સ્ટેશનમાં રવિવારે નોંધાઈ છે. મલાડ પોલીસ અજાણ્યા આરોપી સામે ગુનો નોંધીને તેમને ઝડપવા આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહી છે.

ક્યારે ચોરી થઈ?


સુંદરનગર રેસિડન્સ વેલ્ફેર અસોસિએશન સંચાલિત શક્તિધામ મંદિરમાં ગણેશ, દુર્ગામાતા અને હનુમાનજીની મૂર્તિના શણગાર માટે એમને પહેરાવેલા સોનાના હાર અને ચેઇન ચોરી જવાની ઘટના રવિવારે વહેલી સવારે સાડાચાર વાગ્યે પ્રકાશમાં આવી હતી. આ મંદિરમાં રાતનો ચોકીદાર હોવા છતાં ચોરો રાતના સમયે ચોરી કરવામાં સફળ થયા હતા. ચોરીની ઘટના શનિવારે મધરાતે આશરે બે વાગ્યા બાદ બની હતી. ચોકીદાર નાઇટ ડ્યુટી પર હતો ત્યારે રાઉન્ડ મારવા આસપાસના ગાર્ડન વિસ્તારમાં ગયો હતો. ત્યારે મંદિરના મુખ્ય દરવાજાના નકૂચાને તોડીને લૂંટારાઓ અંદર ઘૂસ્યા હતા અને ભગવાનની ત્રણેય મૂર્તિ પરથી આભૂષણો ચોરી ગયા હતા. ચોકીદાર રાઉન્ડ મારીને પાછો મંદિરમાં આવ્યો ત્યારે તેણે દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં જોયો હતો એટલે તરત જ આ વિશે આ મંદિરના સંચાલકોને જાણ કરી હતી અને બાદમાં આ વિશે મલાડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મંદિરના માળીનું શું કહેવું છે?

શક્તિધામ મંદિરના પરિસરમાં વિશાળ ગાર્ડન આવેલું છે અને એની માવજત કરવા માટે બે માળી ત્યાં જ રહે છે. એમાંના નેપાલી માળી પ્રેમકુમારે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શક્તિધામ મંદિરમાં દર્શન કરવા માટે સવારે સાડાછથી બપોરે બાર વાગ્યા સુધી અને સાંજે સાડાચારથી રાતે સાડાનવ વાગ્યા સુધી આસપાસના રહેવાસીઓ દરરોજ આવે છે. ભગવાનની દેખરેખ અને દર્શન સમયે મંદિરના દરવાજા ખોલવાની જવાબદારી પૂજારી રજનીકાંત ઝાની છે અને તેમની પાસે જ ચાવી હોય છે. નાઇટ ડ્યુટી માટે ચોકીદાર અમર બહાદુર છે. શક્તિધામ મંદિરના મુખ્ય દરવાજાની બહાર CCTV કૅમેરા છે. જોકે થોડા મહિના પહેલાં વરસાદની સીઝનમાં અહીં એક તોતિંગ વૃક્ષ તૂટી પડતાં કૅમેરાના વાયર તૂટી ગયા હતા અને એ હજી સંચાલકોએ રિપેર કરાવ્યા નથી. મૂર્તિ પર રાખવામાં આવેલો ચાંદીનો મુગટ જોકે ચોરટાઓ લઈ ગયા નથી.’

પોલીસનું શું કહેવું છે? 


શક્તિધામ મંદિરમાં ચોરીની ઘટના વિશે મલાડ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર મહાડિકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શક્તિધામ મંદિરમાં સોનાનાં આભૂષણોની ચોરીની ઘટનાની જાણ અમને શનિવારે સાંજે કરવામાં આવી છે. મંદિરની બહારના ભાગમાં ગોઠવેલા CCTV કૅમેરા હાલમાં બંધ છે. ભગવાનની મૂર્તિ પરનાં કપડાં અને અન્ય શણગાર એકદમ વ્યવસ્થિત છે એટલે ચોક્કસ જાણભેદુએ રાતના સમયે ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હોય એવું પ્રાથમિક અનુમાન છે. આરોપીની ભાળ મેળવવા અમે આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ તેમ જ ત્યાં કામ કરી રહેલા લોકોની પૂછરપછ કરી રહ્યા છીએ. શક્તિધામ મંદિરમાંથી આશરે આઠ લાખ રૂપિયાનાં આભૂષણો ચોરાયાં છે. એ વિશે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK