પિલો-કવરમાં નાખીને તસ્કરો કૅશ અને દાગીના લઈ ગયા

મલાડમાં ધોળા દિવસે ગુજરાતીના ઘરમાંથી પાંચ લાખની માલમતાની ચોરી

maald chori


મલાડ (વેસ્ટ)માં માર્વે રોડ પર ગુરુકૃપા સોસાયટીમાં સોમવારે બપોરે ઘરનું લૉક તોડીને બેડરૂમના કબાટ તોડી તસ્કરો સોના-ચાંદી, રોકડ સહિતની માલમતા ચોરી જવામાં સફળ થયા હતા. આ સોસાયટીમાં ચોવીસે કલાક ચોકીદાર હોવા છતાં ચોરીની ઘટના બની છે. જોકે આ સોસાયટીમાં CCTV કૅમેરા નથી. મલાડ પોલીસ-સ્ટેશનમાં આ વિશે ફરિયાદ કરવામાં આવી છે.

કઈ રીતે બની ઘટના?

સૌરાષ્ટ્રના ગોંડલનાં વતની અને ગુરુકૃપા સોસાયટીના પહેલે માળે રહેતાં બાવન વર્ષનાં મીના ટાંકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીની એક ઘ્ખ્ની ફર્મમાં બપોરે અગિયારથી સાંજે સાત વાગ્યા દરમ્યાન જૉબ કરું છું. અમારી સોસાયટીમાં ૧૪ ફ્લૅટ છે અને એમાં બે કામવાળી વર્ષોથી કામ કરે છે. મારે ત્યાં કામ કરતી કામવાળી મંદા સોમવારે જ્યારે બાજુના ફ્લૅટમાં કામ કરવા આવી ત્યારે તેણે જોયું તો મારા ફ્લૅટનો દરવાજો તૂટેલી હાલતમાં હતો. આ વિશે તેણે બાજુમાં રહેતા પાડોશીને વાત કરી અને મારા પર બપોરે પોણાચાર વાગ્યે ફોન આવ્યો એટલે મેં ઑફિસમાંથી તરત ઘરે આવીને જોયું તો મેઇન દરવાજો તોડીને ચોરટાઓએ મારા બેડરૂમમાં લોખંડના કબાટને તોડી નાખીને સામાન વેરવિખેર કરી મૂક્યો હતો. કબાટને તોડવા માટે ફ્લૅટના મેઇન હૉલમાંથી બે ચૅર પણ બેડરૂમમાં લઈ આવ્યા હતા અને એ ખુરસી પર ચડીને કબાટને ઉપરના ભાગેથી વાળીને તોડવામાં આવ્યો હતો. તસ્કરો ચાંદી અને સોનાના દાગીના, કૅશ અને ઘરના અગત્યના ડૉક્યુમેન્ટ્સ લઈ ગયા છે. બહારની રૂમમાં એક તકિયાનું કવર હતું નહીં એટલે તેઓ ચોરીનો સામાન એમાં નાખીને લઈ ગયા હશે.’

ચોકીદારનું શું કહેવું છે?

ગૃરુકૃપા સોસાયટીમાં પાંચ વર્ષથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા શંકર સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોવીસે કલાક અહીં હું ડ્યુટી પર છું. સોમવારે બપોરે અઢીથી સાડાત્રણ વાગ્યા દરમ્યાન મીના ટાંકને ત્યાં ચોરી થઈ હોવાનું અનુમાન છે. આ સોસાયટીમાં આવતી વ્યક્તિઓનું કોઈ રજિસ્ટર મેઇન્ટેન કરવામાં નથી આવતું. આ ઘટનાના કોઈ તસ્કરોને જોયા નથી.’

પોલીસનું શું કહેવું છે?   

મલાડ પોલીસ-સ્ટેશનના તપાસ કરનાર પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘ગુરુકૃપા સોસાયટીમાં CCTV કૅમેરા નથી. એથી અમે આસપાસના કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ. તસ્કરોએ કબાટ તોડવા બે ખુરસીનો ઉપયોગ કયોર્ અને એના પર તેમની ફિંગરપ્રિન્ટ અને પગનાં નિશાન જોવા મળ્યાં છે. એના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ. તસ્કરો એક કરતાં વધુ હોવાની શક્યતા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK