રિનોવેશન પાછળ ૨૮.૮૮ કરોડ રૂપિયા વાપર્યા પછીયે રોજના માત્ર પાંચ પેશન્ટોને સારવાર આપે છે બોરીવલીની ભગવતી હૉસ્પિટલ

૬ મહિના પહેલાં મલ્ટિ-સુપરસ્પેશ્યલિટી બનેલી હૉસ્પિટલમાં ૬૦ ટકા સ્ટાફ ઓછો છે


રુપસા ચક્રબર્તી

BMCએ ૨૮.૮૮ કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવીને ભગવતી હૉસ્પિટલને સુપરસ્પેશ્યલિટીની કક્ષામાં મૂક્યા પછી એ હૉસ્પિટલ શહેરની મોટા ભાગની હૉસ્પિટલો બોજ ઘટાડે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ રિનોવેશનને ૬ મહિના વીતી ગયા પછી પણ ૧૧૦ (૫૦ પુરુષ દરદીઓ અને ૫૦ મહિલા દરદીઓ અને MICUમાં ૧૦ દરદીઓ) બેડની આ હૉસ્પિટલમાં રોજ ફક્ત ચારથી પાંચ દરદીઓની જ સારવાર થાય છે.

જૂન મહિનામાં કરવામાં આવેલી RTI ઍક્ટ હેઠળની અરજીના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ‘૨૭ જૂન અને ૧૮ નવેમ્બર વચ્ચે ૧૧૦ બેડની આ હૉસ્પિટલમાં ૬૫૪ દરદીઓને દાખલ કરવામાં આવ્યા હતા. એ રીતે સરેરાશ ગણતાં રોજના પાંચ કરતાં ઓછા દરદીઓની સારવાર કરવામાં આવી હોવાનું ફલિત થાય છે. સોમવારે બપોરે ‘મિડ-ડે’ના પ્રતિનિધિએ હૉસ્પિટલની મુલાકાત લીધી ત્યારે આખી હૉસ્પિટલમાં પુરુષોના વૉર્ડમાં પાંચ અને મહિલાઓના વૉર્ડમાં ફક્ત એક દરદીને દાખલ કરવામાં આવ્યો હતો.’

જોકે KEM, સાયન, કૂપર અને નાયર હૉસ્પિટલોમાં દરદીઓની સંખ્યા વધી જતાં ત્યાંનો સ્ટાફ દબાણમાં કામ કરે છે. KEM હૉસ્પિટલના ઇમર્જન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટના સિનિયર ડૉક્ટરે મુશ્કેલભરી પરિસ્થિતિ બાબતે જણાવ્યું હતું કે ‘રોજના ૨૦૦થી ૩૦૦ ઇન્ડોર પેશન્ટ્સ આવતા હોવાથી અમારે માટે કામને પહોંચી વળવું અઘરું બની જાય છે. અમારે રોજ બધા દરદીઓને પહોંચી વળવાનું મુશ્કેલ બને છે ત્યારે ભગવતી હૉસ્પિટલમાં આટલાબધા બેડ વપરાશ વગર પડી રહે એ આઘાતજનક બાબત છે.’

પરેશાનીમાં વધારો ગણી શકાય એ રીતે ભગવતી હૉસ્પિટલમાં ૬૦ ટકા સ્ટાફ ઓછો છે. ચીફ મેડિકલ ઑફિસર, સિનિયર મેડિકલ ઑફિસર, મેડિકલ ઑફિસર અને રજિસ્ટ્રાર જેવા મુખ્ય હોદ્દા પણ ખાલી છે. આ હૉસ્પિટલમાં મહkવની કામગીરી બજાવનારા ૧૮૧ હોદ્દા ખાલી પડ્યા છે અને એમાંથી ૯૪ હોદ્દા સિનિયર પોઝિશન્સના છે. ૨૦૧૩માં આ હૉસ્પિટલનું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું ત્યારે બધા સ્ટાફર્સ કાંદિવલીની આંબેડકર હૉસ્પિટલમાં જતા રહ્યા હતા.


એ બધા સ્ટાફર્સ હવે પાછા આવવા ઇચ્છતા નથી.


RTIની અરજી કરનારા ચેતન કોઠારીએ હૉસ્પિટલની સ્થિતિ વિશે જણાવ્યું હતું કે ‘BMCની ચૂંટણી નજીક આવતી હોવાથી મતદારોને આકર્ષવા માટે ઉતાવળે ભગવતી હૉસ્પિટલ શરૂ કરી દેવામાં આવી હતી. BMCના આળસુ કર્મચારીઓને આંબેડકર હૉસ્પિટલમાં ઓછું કામ હોવાથી એ લોકો પાછા આવવા માગતા નથી. જોકે આંબેડકર હૉસ્પિટલમાં એની જરૂરિયાત કરતાં ડબલ સ્ટાફ છે. જેમ કે એક ડિપાર્ટમેન્ટમાં ૧૪ કર્મચારી હોય તો પ્રત્યેક કર્મચારીનો ૧૪ દિવસે એક વખત નાઇટ-ડ્યુટીનો વારો આવે અને ૭ કર્મચારી હોય તો દરેક કર્મચારીનો ૭ દિવસે એક વખત નાઇટ-ડ્યુટીનો વારો આવે.’

એ ઉપરાંત અનેક નોંધપાત્ર બાબતોમાં આ કહેવાતી મલ્ટિ સુપર સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં કૅઝ્યુઅલ્ટી ડિપાર્ટમેન્ટ કે વેન્ટિલેટર્સ પણ નથી. ફક્ત મેડિકલ સર્વિસિસ અને ઇમર્જન્સી મેડિકલ સર્વિસિસ ઉપલબ્ધ છે. બ્લડ-બૅન્કમાં પૅથોલૉજિસ્ટ નથી (એ જ્Dખ્ના નિયમોનો ભંગ છે) અને દરદીઓના ણ્ત્સ્-ટેસ્ટ માટેની સગવડ પણ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK