કાંદિવલીમાં સિન્ગિંગ શીખવવાના બહાને મહિલા પર થયો બળાત્કાર

બે બાળકોનો પપ્પા આરોપી પ્રદીપ શ્રીવાસ્તવ પ્રોફેશનલી સિંગર છે

rapist



સમીઉલ્લા ખાન


સિક્કિમની ૩૩ વર્ષની મહિલાને સિન્ગિંગ શીખવવાના બહાને તેના પર રેપ કરનારા કાંદિવલી (વેસ્ટ)માં ન્યુ મ્હાડા કૉલોનીમાં રહેતા ૪૦ વર્ષના પ્રદીપ શ્રીવાસ્તવની ચારકોપ પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ર્કોટમાં રજૂ કરતાં ૨૭ સપ્ટેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી.

સિંગાપોરમાં નોકરી કરતી મહિલા સિન્ગિંગની શોખીન હતી જેને કારણે તે ભારત આવી હતી. આરોપી અને મહિલા ૨૦૧૫માં ફેસબુકથી ફ્રેન્ડ બન્યાં હતાં અને ચૅટિંગ અને કૉલથી એકબીજા સાથે વાતો કરતાં હતાં. સિંગર તરીકેની પોતાની ઓળખ આપનારો આરોપી દેશની બહાર અને ભારતમાં વિવિધ સ્થળોએ સ્ટેજ-શો કરતો હોવાનું મહિલાને કહીને પોતાનું ગ્રુપ જૉઇન કરવાની ઑફર કરી હતી. એથી મહિલા બીજી સપ્ટેમ્બરે ભારત આવી હતી અને પોતાના વતનમાં થોડા દિવસ રહી ૧૯ સપ્ટેમ્બરે મુંબઈ આવીને આરોપીને મળી હતી.

એક રાત તે આરોપીના ઘરે રહી હતી અને એ પછી બાંદરામાં કઝિનને મળવા ગઈ હતી. બાવીસ સપ્ટેમ્બરે મહિલા આરોપીના ઘરે સિન્ગિંગ શીખવા ગઈ હતી. ત્યારે મોડી રાતે આરોપીએ તેના પર હુમલો કરીને જબરદસ્તી રેપ કર્યો હતો. એ પછી મહિલા તેના ઘરેથી જતી રહી હતી અને પિતરાઈ બહેનને પૂરી ઘટના જણાવી હતી. બહેનની મદદથી મહિલાએ બાંદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એ પછી કેસ ચારકોપ પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

પરણેલો અને બે બાળકોનો પપ્પા આરોપી પ્રોફેશનલી સિંગર છે અને વિવિધ શહેરોમાં નાના શો આયોજિત કરતો હોવાનું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK