બે વખત બળાત્કારનો ભોગ બનેલી માનસિક રીતે અક્ષમ ટીનેજરનું ફરી અપહરણ

મલાડ (ઈસ્ટ)માં રહેતી માનસિક રીતે અક્ષમ ટીનેજરનું એક વર્ષમાં ત્રીજી વખત અપહરણ થયું હોવાની ફરિયાદ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. ગત ઑક્ટોબર મહિનામાં ટીનેજરનું અપહરણ થયું હતું અને સતત છ દિવસ સુધી સાત જણે તેના પર સામૂહિક બળાત્કાર ગુર્જાયો હતો.


kidnapping

આ કેસમાં સાત આરોપીઓમાંથી છ જણની ધરપકડ કરવામાં આવી છે અને એક ફરાર છે. થોડા સમય પહેલાં ત્રણ રિક્ષાચાલકોએ ટીનેજરનું અપહરણ કર્યું હતું અને વારાફરતી તેના પર શારીરિક અત્યાચાર ગુર્જાયો હતો.

ત્રણ દિવસ પહેલાં ગુમ થયેલી ૧૭ વર્ષની ટીનેજરના અપહરણની ફરિયાદ દિંડોશી પોલીસમાં નોંધીને તેની શોધ હાથ ધરવામાં આવી છે. હું અને મારી દીકરી બન્ને ગુરુવારે બપોરે પોસ્ટ-ઑફિસમાં ગયાં હતાં એમ જણાવતાં ટીનેજરની મમ્મીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનસિક રીતે અક્ષમ ટીનેજરને ઘરમાં રાખીને અમે દરવાજાને બહારથી કડી મારીને ગયાં હતાં. અમે પાછાં ફર્યા ત્યારે ટીનેજર ઘરમાં નહોતી. અમે આખો વિસ્તાર શોધી લીધો પણ તે ક્યાંય દેખાઈ નહીં. કેટલાક પાડોશીઓના ઘરે તે ગઈ હતી અને એ જ દિવસે રાતે તેને કેટલાક જણે જોઈ હોવાનું જાણવા મળ્યું હતું. દિવસ-રાત એક કરી અમે તેને શોધી રહ્યા છીએ. છેવટે પોલીસ-સ્ટેશનમાં ટીનેજર ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.’

મારા પતિ પ્રાઇવેટ કંપનીમાં નાના પગારની નોકરી કરે છે અને હું ઘરકામ કરું છું એમ જણાવીને ટીનેજરની મમ્મીએ કહ્યું હતું કે ‘અમે બન્ને જેમ-તેમ કરીને માંડ ઘરનો ખર્ચ પૂરો કરીએ છીએ. મારી દીકરી માનસિક રીતે અક્ષમ છે એથી ફરી આવો બનાવ તેની સાથે ન બને એ માટે બે મહિના પહેલાં તેનું ધ્યાન રાખવા માટે પરિણીત દીકરી અને જમાઈને મારા ઘરે બોલાવી લીધાં છે. મારી દીકરીનું અગાઉ ઑક્ટોબર-૨૦૧૬માં અપહરણ થયું હતું. સાત નરાધમોએ તેના પર સામૂહિક બળાત્કાર ગુર્જાયો હતો અને તેને ગર્ભવતી કરી હતી. આ કેસમાં પોલીસે દરેક પુરાવા મેળવીને આરોપીઓને પકડી પાડ્યા છે. મારી દીકરીનો ફરી એક વખત રિક્ષાચાલકોએ લાભ લીધો. આ વર્ષના જુલાઈ મહિનામાં ત્રણ રિક્ષાચાલકોએ દીકરીનું અપહરણ કર્યું હતું અને માલવણી લઈ જઈને જે હોટેલમાં કુકર્મ કર્યું હતું એ હોટેલના રૂમને પોલીસે સીલ કરી છે. મારી દીકરીનું ખૂબ ધ્યાન રાખું છું, પણ ધોળા દિવસે તેને કોણ લઈ ગયું કે તે એકલી ક્યાં ગઈ હશે? તેની સાથે કંઈ ખોટું તો નહીં થયું હોયને એવી ચિંતા અમને સતાવી રહી છે. હવે તો પોલીસ પણ અમને દરકાર નથી આપતી. આ પહેલાં અમે પોલીસ સમક્ષ ભય વ્યક્ત કરીને સુરક્ષાની માગણી કરી હતી, પરંતુ પોલીસે દાદ નહોતી આપી.’

આ વિશે દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વ્હણમાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુમ થયેલી ટીનેજર માઇનર હોવાથી અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ અગાઉ બે વખત ટીનેજર સાથે બળાત્કાર થયા હોવાના બે કેસ નોંધાયેલા છે. અમે ટીનેજરને શોધી રહ્યા છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK