રેપ પીડિતાના પરિજનો પર જ પોલીસનો લાઠીચાર્જ

મલાડની સ્કૂલના મૅનેજમેન્ટની અને ટ્રસ્ટીઓની ચુપકીદીએ વાલીઓને મોરચો કાઢવાની ફરજ પડી

school parents


મમતા પડિયા


મલાડ (ઈસ્ટ)ની જાણીતી સ્કૂલમાં પોણાચાર વર્ષની બાળકીનું શારીરિક શોષણ થવાના સંવેદનશીલ મામલે સ્કૂલના ટ્રસ્ટીઓની ચુપકીદીએ ગઈ કાલે પેરન્ટ્સના ટોળાને આક્રમક બનાવ્યું અને તેમના પર કાબૂ મેળવવા માટે પોલીસને બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. એ બાદ પોલીસે ત્રણ મહિલા અને ૧૦ પુરુષો સામે કાર્યવાહી કરી હતી. મંગળવારે રાતે સ્કૂલના ટ્રસ્ટી પેરન્ટ્સને મળવા આવવાના હતા, પરંતુ એવું ન બન્યું. બીજા દિવસે એટલે કે ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે ટ્રસ્ટીગણ સ્કૂલમાં પહોંચીને પેરન્ટ્સની સમસ્યાને વાચા આપશે એવી સ્કૂલ તરફથી બાંયધરી પેરન્ટ્સને આપવામાં આવી. આ મુદ્દે મંગળવારે રાતે બે વાગ્યા સુધી પેરન્ટ્સે ચર્ચા કરી અને પોતાની માગણીઓનું લિસ્ટ બનાવ્યું. જોકે બીજા દિવસે પણ ટ્રસ્ટીઓ નહીં આવતાં પેરન્ટ્સનું ટોળું વીફર્યું હતું. 

ગઈ કાલે મરાઠા મોરચો હોવાનું કારણ આપી ટ્રસ્ટીઓ સ્કૂલમાં આવ્યા નહીં એના લીધે એકઠા થયેલા પેરન્ટ્સનો પિત્તો ગયો હતો. બસોથી વધુ પેરન્ટ્સ ટ્રસ્ટીઓની

હાય-હાય પોકારતાં મોરચો લઈને દિંડોશી પોલીસ-સ્ટેશનમાં પહોંચ્યા હતા. બાળકીની મમ્મી પણ મોઢું ઢાંકીને આ મોરચાને સપોર્ટ કરવા પહોંચી હતી. પેરન્ટ્સમાંથી પાંચ જણ અને તેમણે બોલાવેલા વકીલ તેમ જ BJPનાં કૉર્પોરેટર દક્ષા પટેલ અને નગરસેવક રામ બારોટ સાથે DCP વિનયકુમાર રાઠોડ, સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વ્હણમાનેએ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં પેરન્ટ્સની પૅનલે લીધેલા નિર્ણય બાદ સ્કૂલના ટ્રસ્ટી સામે

નૉન-કૉગ્નિઝેબલ ઑફેન્સ નોંધવામાં આવ્યો હતો. રામ બારોટે સ્કૂલના ટ્રસ્ટી સાથે ફોન પર વાત કરી, જેમાં જાણવા મળ્યું કે સ્કૂલના ટ્રસ્ટીઓ સાંજે ગરવારે ક્લબમાં આ મુદ્દે બેઠક યોજશે અને એમાં લેવામાં આવેલા નિર્ણય બાદ પેરન્ટ્સ સાથે આજે મીટિંગ ગોઠવશે.

દરમ્યાન પોલીસ-સ્ટેશનની બહાર એકઠા થયેલા પેરન્ટ્સ કોઈ પણ બાબત સમજવા તૈયાર નહોતા. બે કલાકથી પેરન્ટ્સે ગોવિંદ નગર માર્ગ બ્લૉક કરી રાખ્યો હતો. પોલીસ-અધિકારી અને કર્મચારીઓ તેમને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા હતા છતાં તેઓ ટ્રસ્ટીઓને અત્યારે જ બોલાવો એવી હઠ પકડીને બેઠા હતા. બેસ્ટની બસ, સ્કૂલ-બસની તેમ જ પ્રાઇવેટ વેહિકલ્સની કતાર લાગી હતી. વાહનોને અન્ય માર્ગે વાળવામાં આવી રહ્યાં હતાં. વીફરેલા પેરન્ટ્સે સ્કૂલ-મૅનેજમેન્ટ અને મુંબઈ પોલીસ વિરુદ્ધ નારા લગાવ્યા અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રસ્તારોકો કરવા માટે આગળ વધ્યા. પેરન્ટ્સની વર્તણૂકને પગલે પોલીસે ર્ફોસ બોલાવી લાઠીચાર્જ કર્યો. કેટલાક પેરન્ટ્સને પોલીસ-સ્ટેશનમાં થોડા સમય બેસાડીને છોડી મૂકવામાં આવ્યા હતા. એક પેરન્ટ્સના કહ્યા મુજબ ‘મંગળવારે રાતે બે વાગ્યા સુધી અમે સ્કૂલમાં હતા. સવારે ટ્રસ્ટીઓ મળશે એ માટે ઑફિસમાં રજા પાડી એમ છતાં તેઓ અમને મળવા ન આવ્યા. જો તેઓ સાચા છે તો શા માટે સામે નથી આવતા. ઠીક છે, ભીડનો સામનો તેમને નહીં કરવો હોય, પરંતુ ફોન પર અથવા ઈ-મેઇલ મારફત તેમણે અમારો સંપર્ક સાધી આશ્વાસન આપવું જોઈતું હતું. તેઓ બે દિવસથી બેદરકારી દાખવી રહ્યા છે એથી અમારો પિત્તો ગયો.’

સ્કૂલના ટ્રસ્ટીનું શું કહેવું છે?


આ બનાવમાં મૅનેજમેન્ટ ક્યાંય પણ સામેલ નથી એમ જણાવતાં સ્કૂલના ટ્રસ્ટી શ્રીપ્રકાશ પોદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે સખત પગલાં ભરવા બાબતે સતત ટ્રસ્ટીઓની મીટિંગ ચાલી રહી છે. અમે પોલીસ-તપાસને સહકાર્ય આપી રહ્યા છીએ. અમને સિસ્ટમ પર પૂર્ણ ભરોસો છે અને વહેલીમોડી હકીકત સ્પષ્ટ થશે. સ્કૂલે આ મામલો દબાવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત સદંતર ખોટી અને પાયાવિહોણી છે. પેરન્ટ્સની મોટા ભાગની માગણીઓને ન્યાય આપવામાં આવશે. અમે પેરન્ટ્સને મળીને તેમનાં બાળકોની સુરક્ષાની ખાતરી આપીશું.’

પેરન્ટ્સની માગણીઓ

પોણાચાર વર્ષની નાસમજ બાળકીનું શારીરિક શોષણ કરવાના ગુનામાં પ્યુન સિવાય આયાબાઈ, પ્રિન્સિપાલ અને ક્લાસટીચરને સસ્પેન્ડ કરીને તેમની સામે ગુનો નોંધવો

સ્કૂલમાં ટીચિંગથી માંડીને નૉન-ટીચિંગ સ્ટાફનું પોલીસ-વેરિફિકેશન

આવા ગુનાઓને રોકવા માટે ગલ્ર્સ કૉમન રૂમ અને ક્લાસરૂમ બહાર લેડીઝ સ્ટાફ રાખવો

ફિટનેસ ટીચર પણ લેડીઝ હોવી જોઈએ

ઓવરનાઇટ ફરજિયાત પિકનિકને સ્કૂલ-ફીમાંથી અલગ કરવામાં આવે

PTA મેમ્બરને સ્કૂલમાં પ્રવેશથી માંડીને પ્રિન્સિપાલ સાથે સીધો સંપર્ક સાધી શકે તેમ જ મહિનામાં એક વખત PTA મીટિંગ થવી જોઈએ

સ્કૂલના જે ભાગમાં CCTV કૅમેરા નથી ત્યાં આ સુવિધા આપવી અને એની લિન્ક પેરન્ટ્સને મળવી જોઈએ

સરકારી નિયમ મુજબ દરેક શિક્ષક BEd હોવા જોઈએ

ક્લાસરૂમના ઍર-કન્ડિશનરનું સમયાંતરે મેઇન્ટેનન્સ થવું જોઈએ

ચોથા માળે ભણતા વિદ્યાર્થીઓને લિફ્ટની સુવિધા આપવી

પુરુષ સ્ટાફને સ્કૂલની બહાર વૉશરૂમની સુવિધા કરી આપવી

સ્કૂલ સામે ઍક્શન


આ મામલે મલાડની સ્કૂલ સામે સામે ચાલીને કાર્યવાહી કરવાનો નિર્ણય મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે લીધો છે. કમિશનના સેક્રેટરી એ. એન. ત્રિપાઠીના કહ્યા મુજબ આ વિશે સંબંધિત લોકો અને અધિકારીઓને નોટિસ બજાવવામાં આવશે અને આ કેસની સુનાવણી સમયે તેમણે હાજર રહેવું પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK