કાંદિવલીની સ્કૂલના બેદરકાર સ્ટાફની હકાલપટ્ટી કરવામાં આવશે

ચૅરમૅને માફી માગીને આપી આ બાંયધરી : પ્રિન્સિપાલે માફી નથી માગી એટલે વાલીઓ વિરોધ ચાલુ રાખશે

school



જયેશ શાહ અને સિલ્કી શર્મા

કાંદિવલી (વેસ્ટ)માં દહાણુકરવાડીમાં આવેલી ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં સિનિયર ધ્ઞ્માં ભણતી પાંચ વર્ષની બાળકીની આંગળી કપાઈ જવાની ઘટના બાબતમાં સ્કૂલ-મૅનેજમેન્ટ વતી સ્કૂલના ચૅરમૅને ગઈ કાલે માફી માગી લઈને જવાબદારો સામે પગલાં ભરવાની ખાતરી ઉશ્કેરાયેલા વાલીઓને આપી હતી. જોકે પ્રિન્સિપાલ સહિત સ્કૂલના વર્કિંગ સ્ટાફે આ ઘટના વિશે માફી ન માગતાં વાલીઓનો ગુસ્સો હજી ઓસર્યો નથી અને તેમણે જ્યાં સુધી જવાબદારો સામે પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

બીજી તરફ કાંદિવલી પોલીસ-સ્ટેશનના તપાસ-અધિકારીએ ગઈ કાલે બપોરે સ્કૂલમાં આ ઘટના વિશે સ્કૂલમાં જઈને પંચનામું કરીને માહિતી મેળવી હતી.

વાલીઓનો વિરોધ

ગઈ કાલે ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ધાંધલધમાલનું વાતાવરણ સર્જાયું હતું. પ્રી-પ્રાઇમરી અને પ્રાઇમરી સ્કૂલના સ્ટુડન્ટ્સના વાલીઓ સ્કૂલના બિલ્ડિંગમાં દાખલ થયા હતા અને તેમણે ઍડ્મિશન-પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી હતી. એ ઉપરાંત આ વાલીઓએ તેમનાં બાળકોને સ્કૂલ ન મોકલીને સ્પોર્ટ્સ ડેની પ્રૅક્ટિસનો બહિષ્કાર કર્યો હતો.

વાલીઓએ કહ્યું હતું કે અમે સ્કૂલનાં પ્રિન્સિપાલ પેનેલોપ મિરિન્ડાથી નારાજ છીએ, કારણ કે પ્રિન્સિપાલ પેરન્ટ્સ ટીચર્સ મીટિંગની યોજનામાંથી પાછળ હટી ગયાં હતાં. ત્યાર બાદ વાલીઓ સ્કૂલમાં ધસી ગયા હતા અને પ્રિન્સિપાલ મિરિન્ડા સાથે તાત્કાલિક બેઠકની માગણી કરી હતી અને જીવિકા મિસ્ત્રી સાથે તેમણે કરેલા અમાનવીય વ્યવહાર બદલ ખુલાસાની માગણી કરી હતી. એક વાલીએ કહ્યું હતું કે શુક્રવારે પ્રિન્સિપાલે મને અન્ય કેટલાક વાલીઓ સાથે બોલાવ્યો હતો અને ખાતરી આપી હતી કે શનિવારે પેરન્ટ્સ-ટીચર્સ મીટિંગ રાખવામાં આવશે.

રોષે ભરાયેલા વાલીઓએ કહ્યું હતું કે ‘સ્કૂલના સત્તાવાળાઓનો વિલંબ દર્શાવે છે કે સ્કૂલને આ ઘટના માટે પશ્ચાત્તાપ નથી. આ ઘટના વિશે દુ:ખ દર્શાવવાને બદલે સ્કૂલ-મૅનેજમેન્ટ ઍડ્મિશન-પ્રક્રિયામાં વ્યસ્ત છે.’

સ્કૂલના ચૅરમૅન શું કહે છે?

ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલના ચૅરમૅન વી. કે. સિંહે વિરોધ કરી રહેલા વાલીઓ સાથે ગઈ કાલે સવારે એક ઇમર્જન્સી મીટિંગ કરી હતી. વી. કે. સિંહે વાલીઓના જૂથને કહ્યું હતું કે ‘આ કમનસીબ ઘટના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું. આ સમગ્ર ઘટનાની પંદરથી ૨૦ દિવસમાં તપાસ કરાવી જવાબદારો સામે પગલાં લેવાની બાંયધરી આપું છું. સાથોસાથ જીવિકા સાથે અમાનવીય વર્તણૂક કરનાર સ્કૂલના સ્ટાફની હકાલપટ્ટી કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાર્વતન ન થાય એની કાળજી રાખવામાં આવશે તેમ જ જરૂરી ફસ્ર્ટ એઇડનાં સાધનો સ્કૂલમાં વસાવવામાં આવશે.’

જોકે ચૅરમૅન વી. કે. સિંહના આશ્વાસનથી વાલીઓ સંતુષ્ટ નહોતા થયા અને તેમણે વિરોધ ચાલુ રાખવાનો ફેંસલો કર્યો છે.

જીવિકાના પપ્પાએ દીકરીની સારવાર માટે ખર્ચેલા પૈસાનું તેમને વળતર આપવાની માગણી વાલીઓએ કરી હતી. જોકે એ માટે સ્કૂલના ચૅરમૅન વી. કે. સિંહે તૈયારી દર્શાવી હતી અને ઘટના બદલ માફી માગી હતી. વી. કે. સિંહે માહિતી આપી હતી કે સ્કૂલે હવે ભવિષ્યમાં ઇમર્જન્સી સારવાર માટે રાયચુરા મૅટરનિટી હોમ હૉસ્પિટલ સાથે કરાર કર્યા છે.

‘મિડ-ડે’એ ચૅરમૅન સાથેની મીટિંગ પછી અમુક વાલીઓ સાથે વાતચીત કરી હતી. એ વાલીઓએ જણાવ્યું હતું કે ‘પ્રિન્સિપાલે હજી સુધી તેમની ભૂલ કબૂલી નથી. તેમણે અમને કહ્યું હતું કે એ ઘટના પછી હું જીવિકાનાં મમ્મી-પપ્પાને મળી છું, પરંતુ તેઓ જીવિકાનાં મમ્મી-પપ્પાને ઓળખી પણ શક્યાં નહોતાં એથી તેઓ જૂઠું બોલ્યાં હતાં.’

મીટિંગમાં હાજર રહેલા વાલીઓએ વાર્ષિક સ્પોટ્ર્‍સ ડે માટે વધુ પડતી તૈયારીઓ અને સ્કૂલ-ફીમાં વધારા સામે રોષ વ્યક્ત કર્યો હતો. મીટિંગના અંતે વી. કે. સિંહે વાલીઓને ખાતરી આપી હતી કે ૧૫ દિવસમાં સ્કૂલની કાર્યપદ્ધતિમાં સમૂળગો ફેરફાર કરવામાં આવશે. ‘મિડ-ડે’ પાસે આ મીટિંગનું વિડિયો-ફુટેજ પણ છે.

 ‘મિડ-ડે’એ પ્રિન્સિપાલ મિરિન્ડાનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરતું તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો.

જીવિકાના પપ્પા શું કહે છે?

જીવિકાના પપ્પા હેમંત મિસ્ત્રીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારી દીકરી જીવિકાના ઑપરેશન બાદ ગઈ કાલે સાંજે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ગઈ કાલે સ્કૂલ-મૅનેજમેન્ટે મને બોલાવ્યો હતો. સમયસર સારવારના અભાવે જીવિકાની આંગળી લાઇફટાઇમ કપાયેલી રહેશે એ વિશે ડૉક્ટરે મને આપેલી માહિતી મેં સ્કૂલના ચૅરમૅનને આપી છે. મારો હેતુ સ્પષ્ટ છે કે કોઈ પણ સ્ટુડન્ટ સાથે કોઈ પણ ઘટના બને તો સ્કૂલ-મૅનેજમેન્ટે તાત્કાલિક એ વિશે ઘટતું કરવું જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK