કામવાળીની હાથસફાઈને મલાડની કચ્છી મહિલાએ મોબાઇલના કૅમેરાથી પકડી પાડી

પોતે ઘરમાં ન હોવા છતાં વિડિયો-મોડમાં મૂકીને ભાવના ગાલા ફોન એ રીતે ગોઠવીને ગયાં કે એમાં બધું રેકૉર્ડ થઈ ગયું

Homemaker Bhavna Gala


જયેશ શાહ

મલાડ (વેસ્ટ)માં માર્વે રોડ પર રહેતા કચ્છી પરિવારના ઘરમાં બેડરૂમમાંથી છેલ્લા બે મહિનાથી કૅશની ચોરી થઈ રહી હતી. જોકે કચ્છી દંપતી અજય અને ભાવના ગાલાને ચોરી કોણ કરી રહ્યું છે એ સમજાતું નહોતું. બે મહિનામાં કટકે-કટકે ૪૦,૦૦૦ રૂપિયાની રોકડ ગુમાવ્યા બાદ LLBની ડિગ્રી મેળવેલી ગૃહિણી ભાવના ગાલાએ આ સમસ્યાને ઉકેલવા માટે જાતે બીડું ઝડપ્યું હતું. પોલીસની અને કોઈની મદદ લીધા વગર ચોરી કરનારને રંગેહાથ ઝડપવા માટે તેણે પોતાના મોબાઇલ કૅમેરા વડે ચોરીની આ ઘટનાનો પર્દાફાશ કરવાનું નક્કી કર્યું હતું.

આખરે રવિવારે બેડરૂમના કબાટમાંથી કૅશની ચોરી કરવાની સમગ્ર ઘટનાનું રેકૉર્ડિંગ થઈ જતાં વિડિયોમાં ચોરી કરનારનો સ્પષ્ટ ચહેરો દેખાઈ આવ્યો હતો. બાદમાં ભાવના ગાલાએ મોબાઇલ-વિડિયોનું ફુટેજ લઈને મલાડ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કયોર્ હતો અને સોમવારે ચોરી કરનાર કામવાળી ઘરે કામ કરવા આવતાં પોલીસને ફોન કરીને બોલાવી હતી. પોલીસે ઑર્લેમ પાસે રહેતી ૩૬ વર્ષની અન્નપૂર્ણા ખડસેની ચોરી કરવાના આરોપસર ધરપકડ કરીને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરી હતી.

શું કહેવું છે ફરિયાદીનું?


કચ્છના વાંકી ગામના વતની અને આદર્શ રોડ પર મયૂરેશ્વર હાઉસિંગ સોસાયટીની ખ્ વિન્ગમાં ૪૦૧ નંબરના ફ્લૅટમાં રહેતાં ભાવના ગાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારો મલાડમાં કરિયાણાંનો હોલસેલનો વેપાર છે. ડિસેમ્બરથી મારા બેડરૂમના કબાટમાં રાખવામાં આવેલી રોકડમાંથી કોઈ અમુક નોટો ચોરી જતું હતું. આવું વારંવાર બનવા લાગ્યું હતું. અમારા પરિવારમાં સાત જણ છે. અમે પતિ-પત્ની, સાસુ-સસરા, મારી ૧૩ અને ૧૧ વર્ષની બે દીકરીઓ અને દિયર રહીએ છીએ. મેં વિચાર્યું કે ઘરમાં આટલા સભ્યો હોવા છતાં ચોરી કઈ રીતે થાય છે? આ પહેલાં પણ મારા સસરાના કબાટમાંથી સોનાની એક વીંટી અને તેમના કબાટમાંથી અમુક રકમ ચોરાઈ હતી. જાન્યુઆરીમાં ૧૫,૦૦૦ રૂપિયા મારા કબાટમાં હતા. એમાંથી ૧૦૦ રૂપિયાની નોટના બંડલમાંથી ૪૩ નોટ અને ૫૦ રૂપિયાની નોટના બંડલમાંથી ૨૦ નોટ ચોરી થઈ હતી. એથી મેં મનોમન નક્કી કર્યું કે ચોરી કરનારને રંગેહાથ ઝડપવો છે. ઇલેક્ટ્રૉનિક લૉકર લાવીને એમાં રોકડ રાખવા મારા પતિએ મને કહ્યું હતું, પરંતુ એમ કરવાથી આરોપી ઝડપાશે નહીં એવું લાગતું હતું. એથી મારા મોબાઇલમાં વિડિયો-રેકૉર્ડિંગ શરૂ કરીને હું મોબાઇલને કબાટની સામેના ભાગમાં રાખતી હતી. જોકે કોઈ એ મોબાઇલની દિશા બદલી નાખતું અને એમાં કંઈ રેકૉર્ડ થતું નહોતું. રવિવારે મારી દીકરીનો એક શો પ્રબોધન ઠાકરે હૉલમાં હતો એટલે હું મોબાઇલ કૅમેરાને વ્યવસ્થિત જગ્યાએ મૂકીને ગઈ હતી. બાદમાં અમે ઘરે આવીને સાંજે મેં મારી દીકરીને મોબાઇલમાં કંઈ રેકૉર્ડ થયું છે કે કેમ એ જોવા કહ્યું. અમે જોયું તો સાડાત્રણ વર્ષથી અમારા ઘરમાં ઝાડુ-પોતાં કરતી કામવાળી બાઈનો ચહેરો અને કઈ રીતે તે ચોરી કરે છે એ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. આ સબૂત મળી જતાં મેં મલાડ પોલીસનો સંપર્ક કયોર્ હતો.’

woman robbery

પોલીસનું શું કહેવું છે?

મલાડ પોલીસ-સ્ટેશનના તપાસનીશ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘ફરિયાદી ભાવના ગાલાએ અમને મોબાઇલ-વિડિયોનું ફુટેજ આપ્યું હતું. એના આધારે આરોપી અન્નપૂર્ણા ખડસે સોમવારે ફરિયાદીના ઘરે કામ કરવા આવી એ સમયે અમે તેને ઝડપી લીધી હતી. આરોપીની મહિલા પોલીસે તલાશી લેતાં તેની પાસેથી ભાવના ગાલાના બેડરૂમના કબાટની ડુપ્લિકેટ ચાવી મળી આવી હતી. અમે ફરિયાદીએ દર્શાવ્યા મુજબ ૪૦,૦૦૦ રૂપિયાની રોકડ અને ૪૦,૦૦૦ રૂપિયાની ડાયમન્ડની રિંગ ચોરવાના કેસમાં આરોપીની ધરપકડ કરીને ગઈ કાલે કોર્ટમાં રજૂ કરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK