યુવાનને ફટકારી રહેલા પોલીસનું સત્ય આવ્યું સામે

ધીરધારનો વ્યવસાય કરતો હતો અને વસૂલી માટે કરી હતી મારઝૂડ

loan1

ગોરેગામમાં એક પોલીસ ૨૯ વર્ષના યુવાનની મારઝૂડ કરી રહ્યો હોવાનો વિડિયો વાઇરલ થયો હતો એનું સત્ય હવે બહાર આવ્યું છે. વાસ્તવમાં આ પોલીસ-ઑફિસર નૉર્થ ઝોનના ઍડિશનલ કમિશનર વિજય મોટલિંગ છે અને તેઓ જેની મારઝૂડ કરી રહ્યા છે તે યુવાનનું નામ શાહિદ શિફાત ખાન છે. શાહિદ ગોરેગામમાં જ રહે છે અને વિજય મોટલિંગે દાવો કર્યો છે કે વ્યાજે આપેલાં નાણાંની પરતચુકવણી કરી ન હોવાથી તેની મારઝૂડ કરવામાં આવી રહી છે. જ્યારે શાહિદે પરતચુકવણી બાકી ન હોવાનો દાવો કર્યો હતો. આ મારઝૂડનો વિડિયો વાઇરલ થયા બાદ બન્નેએ એકમેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

loan

ગોરેગામની ન્યુ મ્હાડા કૉલોનીમાં રહેતા શાહિદની મમ્મી ફાતિમાએ વિજય મોટલિંગ પાસેથી ૩.૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને એ માટે પાંચ ટકા વ્યાજ લેવાનું નક્કી થયું હતું એમ જણાવતાં શાહિદે કહ્યું હતું કે ‘અમે વિજય મોટલિંગને વર્ષોથી ઓળખીએ છીએ અને અમે તેમને અંકલ કહીએ છીએ. અમે દેવું ચૂકવી દીધું છે છતાં તેઓ અમારી પાસે હજી નાણાં માગી રહ્યા છે. તેઓ મને અને જયપુરમાં ભણતા મારા ભાઈને ધમકી આપે છે કે જો નાણાં નહીં આપશો તો તમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે.’

બીજી તરફ બન્નેની ફરિયાદ જ્યાં નોંધવામાં આવી છે એ દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વનમાનેએ કહ્યું હતું કે અમારી પાસે શાહિદ અને પોલીસ-ઑફિસર બન્નેની ફરિયાદ આવી છે અને સાચી વાતની ચકાસણી થઈ રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK