વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાઇકને અડફેટમાં લેતાં APIનું મોત

શરીર પરથી ભારે વાહન પસાર થઈ ગયું : બન્ને પગ કચડાઈ જતાં થયું મૃત્યુ

rane

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર માગાથાણે બ્રિજ પરથી રવિવારે મોડી રાતે બાઇક પર ઘરે જઈ રહેલા ૪૫ વર્ષના API શત્રુઘ્ન રાણેને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી કારે ઉડાડી મૂકતાં તેઓ બાઇક પરથી પડી ગયા હતા. ત્યાર બાદ પાછળથી આવેલું વાહન પોલીસ-અધિકારીના શરીર પર ફરી વળ્યું હતું જેમાં પછીથી તેઓ મૃત્યુ પામ્યા હતા. ઘટનાસ્થળે કોઈ CCTV કૅમેરા ઇન્સ્ટૉલ નથી પરંતુ ઘટનાસ્થળ નજીકના બિલ્ડિંગના CCTV કૅમેરાનાં ફુટેજ મેળવીને પોલીસ કાર-ડ્રાઇવરને શોધવાના પ્રયત્ન કરી રહી છે.

મુંબઈ પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચ સાથે જોડાયેલા શત્રુઘ્ન રાણે કાંદિવલી (ઈસ્ટ)ના ઠાકુર કૉમ્પ્લેક્સમાં આવેલા સરાફ ચૌધરી નગર ગૃહનિર્માણ સંસ્થાનમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની, અગિયારમા ધોરણમાં ભણતી દીકરી અને ૧૧ વર્ષના પુત્રનો સમાવેશ છે.

રવિવારે શત્રુઘ્ન રાણેને રજા હતી એટલે જમ્યા બાદ તેઓ બોરીવલીમાં રહેતા પોતાના બીમાર સગાને મળવા ગયા હતા. ત્યાંથી ઘરે પાછા ફરતી વખતે ઍક્સિડન્ટ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે ‘શત્રુઘ્ન રાણે હાઇવે પરના બ્રિજ પરથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલી એક કારે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી જેને લીધે તેઓ પડી ગયા હતા અને એ જ વખતે સ્પીડમાં જઈ રહેલું એક વાહન તેમના શરીર પરથી પસાર થઈ ગયું હતું જેમાં તેઓ ગંભીર ઈજા પામ્યા હતા. તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ સારવાર દરમ્યાન ગઈ કાલે વહેલી સવારે સાડાત્રણ વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.’

accident

શત્રુઘ્ન રાણેની બાઇકને ટક્કર મારનારો કાર-ડ્રાઇવર અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. જ્યાં અકસ્માત થયો ત્યાં ઘટનાની થોડી મિનિટો પહેલાં જ કસ્તુરબા પોલીસ-સ્ટેશનના અધિકારીઓ નાકાબંધી પર હતા. રાતે અંદાજે ૧૧ વાગ્યે નાકાબંધી હટાવીને અધિકારીઓ પોલીસ-સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમને કન્ટ્રોલમાંથી ઍક્સિડન્ટનો ફોન આવ્યો હતો.

અકસ્માત બાદ શત્રુઘ્ન રાણે જીવતા હતા. તેમણે પોલીસ-અધિકારીને ઍક્સિડન્ટ વિશે તેમની પત્નીને જાણ કરવાનું કહીને તેનો નંબર પણ આપ્યો હતો. ત્યાર બાદ પત્નીને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં શત્રુઘ્ન રાણેના એક સાઇડના શરીર પરથી વાહન પસાર થયું હતું જેને કારણે તેમના બન્ને પગ કચડાઈ ગયા હતા.

શત્રુઘ્ન રાણે અગાઉ પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. એ પછી ૨૦૦૭માં તેમને ભ્લ્ત્ તરીકે પ્રમોશન મળ્યું હતું. તેમણે વિવિધ પોલીસ-સ્ટેશનોમાં કામ કર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK