ડ્રાય-ડેનું પાલન ખુદ પોલીસ જ નથી કરતી

પીધેલી હાલતમાં જોખમી રીતે જીપ ચલાવતો કૉન્સ્ટેબલ પકડાયો

police drink


ગાંધીજયંતીના દિવસે મુંબઈમાં ડ્રાય-ડે હોય છે અને એ નિમિત્તે દારૂની દુકાનો તથા દારૂ પીરસતી હોટેલો બંધ રહે છે, પરંતુ ગઈ કાલે બોરીવલી (વેસ્ટ)ના MHB પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા પોલીસ-કર્મચારીએ મુંબઈ પોલીસની આબરૂના ધજાગરા ઉડાડ્યા હતા અને તેણે દારૂના નશામાં ચૂર થઈને જોખમી રીતે જીપ હંકારી હતી. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યા બાદ એ પોલીસ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ઘટના શું બની હતી?

કાંદિવલી (ઈસ્ટ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર રવિવારે રાતે સાડાઅગિયાર વાગ્યે MHB પોલીસ-સ્ટેશનનો સ્ટાફ પૅટ્રોલિંગ જીપમાં સફર કરી રહ્યો હતો ત્યારે પોલીસ-ડ્રાઇવરે જીપ પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને જીપ વાંકીચૂંકી દોડવા માંડી હતી અને એણે અમુક વાહનોને ઠોકર પણ મારી હતી. ઉશ્કેરાયેલા લોકો પોલીસ-જીપને ઊભી રખાવીને મહિલા સહિતના નાગરિકો દારૂ પીનાર પોલીસ-ડ્રાઇવરની પૂછપરછ કરવા માંડ્યા હતા. આ ઘટના વિશે પોલીસ કન્ટ્રોલને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ કૉન્સ્ટેબલને પોલીસ-સ્ટેશન લાવી તેનું મેડિકલ ચેકઅપ કરાવતાં તેણે દારૂ પીધો હોવાનું પુરવાર થયું હતું.

વિડિયોમાં શું છે? 


આ આખી ઘટનાનો વિડિયો વાઇરલ થયો છે. MHB પોલીસ-સ્ટેશનની પૅટ્રોલિંગ જીપમાં  ડ્રાઇવિંગ-સીટ પર એક પોલીસ અને તેની બાજુમાં બીજો પોલીસ બેઠેલો દેખાય છે. ઉશ્કેરાયેલા લોકોએ તેમની પૂછપરછ દરમ્યાન પ્રશ્નો કર્યા હતા કે લોકોની સુરક્ષા કરવાને બદલે તમે પોતે જ દારૂ પીને યુનિફૉર્મમાં પૅટ્રોલિંગ જીપ ચલાવીને ભક્ષક બની રહ્યા છો? ત્યારે જીપમાં બેઠેલા પોલીસે લોકોને કહ્યું હતું કે અમે કોઈને ગાડી તો નથી ઠોકીને? તેનો જવાબ સાંભળીને હાજર નાગરિકો વધુ ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું હતું કે પોલીસ-યુનિફૉર્મમાં દારૂ પીને વાહન ચલાવવું એ શું ગુનો નથી? અને અમને ધમકી આપો છો કે તમે વધારે બોલી રહ્યા છો? શરમ આવવી જોઈએ તમને. તમારા સિનિયર પોલીસ-અધિકારીને અહીં બોલાવો.’

એ વખતે લોકોએ પોલીસ-જીપને ઘેરી લીધી હતી. ત્યાં ટ્રાફિક જૅમ ન થાય એ માટે ટ્રાફિક-પોલીસે લોકોને સમજાવાની કોશિશ કરી હતી, પણ એમાં તેને નિષ્ફળતા મળી હતી.


પોલીસે શું કહ્યું?

દારૂ પીધેલી હાલતમાં પૅટ્રોલિંગ વાહન ચલાવવાની ઘટના વિશે MHB પોલીસ-સ્ટેશનના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ મોબાઇલ વાહનમાં ફ્યુઅલ ભરાવવા માટે પેટ્રોલ પમ્પ પર ગયો હતો. પોલીસ-કૉન્સ્ટેબલ ડીઝલ પુરાવીને મરોલથી વેસ્ટર્ન હાઇવે પર આવી રહ્યો હતો ત્યારે અમુક બાઇકરસવારોના ધ્યાનમાં આવ્યું હતું કે પોલીસ-જીપ ચલાવી રહેલો ડ્રાઇવર પીધેલી હાલતમાં છે. તેમણે હાઇવે પર સાંઈધામ મંદિર પાસે પોલીસ-વાહનને ઓવરટેઇ કરીને અટકાવ્યું હતું. હું ઘટનાસ્થળે ગયો અને લોકોની ફરિયાદ સાંભળીને તેઓને ખાતરી આપી હતી કે તપાસમાં કૉન્સ્ટેબલ દોષી જણાશે તો અમે કાર્યવાહી કરીશું. ત્યાર બાદ કૉન્સ્ટેબલ અંકુશ સાનપના મેડિકલ ચેકઅપમાં તેણે આલ્કાહૉલ સેવન કર્યાનું જણાયું હતું. તેની સામે મોટર વેહિકલ ઍક્ટ અને મહારાષ્ટ્ર પ્રોહિબિશન ઍક્ટ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK