ગોરેગામનો બ્રિજ બંધ થયો, મોટરિસ્ટોની પરેશાનીમાં વધારો થયો

SV રોડના જંક્શન પર ફ્લાયઓવરના બાંધકામને કારણે પુલને બંધ કરવામાં આવ્યો

bridge

મેટ્રોના બાંધકામને લીધે પશ્ચિમનાં ઉપનગરોમાં ટ્રાફિકની અવરજવર ધીમી થઈ ગઈ છે. એમાં ગોરેગામ વેસ્ટથી ઈસ્ટ તરફ જતા મોટરિસ્ટોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાછળનું કારણ એ છે કે પૂર્વ તરફ જતો ગોરેગામનો રેલવે ઓવરબ્રિજ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. SV રોડ જંક્શન ખાતે ફ્લાયઓવરના બાંધકામને કારણે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરના બાંધકામ વિશે બે વર્ષ પહેલાં યોજના બનાવાઈ રહી હતી.

BMC ગોરેગામ (વેસ્ટ)માં MTNL નજીક SV રોડના જંક્શન પર ૪૫૮ મીટર લાંબો અને ૧૧.૫ મીટર પહોળો ફ્લાયઓવર બાંધી રહી છે. આ ફ્લાયઓવર વીર સાવરકર ઓવરબ્રિજ પરથી શરૂ થઈને SV રોડના જંક્શન પરથી પસાર થશે અને ઇનઑર્બિટ મૉïલ અને ન્યુ લિન્ક રોડ તરફ જતાં ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર પૂરો થશે.

 આ બાંધકામને પરિણામે રેલવે ઓવરબ્રિજ આવતા અઠવાડિયા સુધી બંધ રહેશે. એથી ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ દ્વારા વેસ્ટર્ન એક્સપ્રેસ તરફ જતા મોટરિસ્ટોએ હવે છેક ઓશિવરા અથવા જોગેશ્વરી જઈ મૃણાલ ગોરે ફ્લાયઓવર અથવા બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર થઈને જવું પડશે.

BMCના રસ્તા અને પુલ વિભાગના ચીફ એન્જિનિયરે કહ્યું હતું કે ‘અમે જાણીએ છીએ કે ફ્લાયઓવરના બાંધકામને લીધે મોટરિસ્ટોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે, પરંતુ તેમણે સમજવું જોઈએ કે આ ફ્લાયઓવર તેમની સગવડ માટે બનાવવામાં આવી રહ્યો છે. અમને લાંબો સમય રાહ જોયા પછી ટ્રાફિક-વિભાગ તરફથી NOC મળ્યું છે. અમે આ વિશે અખબારોમાં જાહેરખબર આપી છે અને BMCએ પ્રેસ-રિલીઝ જારી કરીને જનતાને જાણ કરી છે કે રસ્તાનો આ પટ્ટો બંધ કરવામાં આવ્યો છે.

એથી અમે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ જતા મોટરિસ્ટોને વિનંતી કરીએ છીએ કે તેમણે મૃણાલ ગોરે ફ્લાયઓવર અને જોગેશ્વરીના બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવરનો ઉપયોગ કરવો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK