કપડાં ઉતારો અરેસ્ટ ટાળો

મલાડના ડાયમન્ડ માર્કેટમાં બે ચોરટી બહેનોએ કર્યો જબરો તમાશો : ભરચક વિસ્તારમાં પોતાનાં વસ્ત્રો ફાડીને પોલીસ પર કર્યો વિનયભંગનો આક્ષેપ

thief

સમીઉલ્લા ખાન

ચોરીના વિવિધ કેસમાં સંડોવાયેલી બે ચોરટી બહેનોએ તેમની ધરપકડને ટાળવા માટે સોમવારે મલાડના ડાયમન્ડ માર્કેટમાં જબરદસ્ત ડ્રામા રચ્યો હતો. આ બેમાંથી એક યુવતીએ ધોળે દિવસે તેનાં કપડાં ફાડી નાખીને પોલીસ-અધિકારી પર વિનયભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે મહિલા પોલીસે ઘટનાસ્થળે આવી બન્ને બહેનોની ધરપકડ કરી હતી.

આશરે ૩૦થી ૩૫ વર્ષની વયની આ બન્ને બહેનો સરિતા અને સુજાતા સાકટે મુંબઈમાં લગભગ ૧૦ ઘરફોડી કરી હોવાની શંકા છે. લગભગ એક સપ્તાહ પહેલાં આ બહેનોએ બોરીવલીના કસ્તુરબા માર્ગ પરના એક અપાર્ટમેન્ટમાંથી જ્વેલરીની ચોરી કરી હતી. CCTV કૅમેરાના ફુટેજ તપાસતી વખતે કસ્તુરબા માર્ગ પોલીસે બે મહિલાઓને બિલ્ડિંગમાં પ્રવેશતાં જોઈ હતી.

પોલીસને જાણ થઈ હતી કે નોકરી શોધવાના બહાને મહિલાઓ બિલ્ડિંગમાં આવતી હતી અને તમામ ઘરોનું ઝીણવટથી નિરીક્ષણ કરી જે ઘરમાં ચોરી કરવાની હોય એ પસંદ કરતી હતી. પોલીસને ધ્યાનમાં આવ્યું હતું કે મલાડમાં પણ આ જ રીત અજમાવીને ચોરી કરવામાં આવી હતી. મલાડ પોલીસ-સ્ટેશનની હદમાં થયેલી ચોરીમાં CCTV કૅમેરાના ફુટેજ મેળવવા માટે કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારી મલાડ ગયા હતા અને ત્યાંથી પાછી ફરતી વખતે પોલીસ-અધિકારીએ ડાયમન્ડ માર્કેટ પાસે આવી જ બે મહિલાઓને જોઈ હતી.

પોતાના નસીબ પર વિશ્વાસ ન બેઠો હોય એમ આ પોલીસ-અધિકારીએ તેના સાથીદારોને અલર્ટ કર્યા અને તે બન્નેને આંતરવાનો પ્રયાસ કર્યો, પણ આ બે બહેનો કંઈ એમ જ પોલીસના હાથમાં આવે એવી નહોતી. આ વિશે એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘પોલીસનો જવાન વિનયભંગ કરી રહ્યો હોવાની બુમરાણ એક મહિલાએ મચાવી. તેણે પોતાનું બ્લાઉઝ અને અન્ડરગાર્મેન્ટ ફાડી નાખ્યાં. થોડો સમય આ નાટક ચાલ્યા બાદ પોલીસે મદદ માટે મહિલા પોલીસને બોલાવી. દિંડોશી પોલીસ-સ્ટેશનમાંથી આવેલી મહિલા પોલીસની મદદથી આ બન્ને બહેનોની ધરપકડ કરવામાં આવી હતી.’

આ બે બહેનો વારાફરતી જોગેશ્વરી અને કુર્લામાં રહેતી હતી અને તેમણે જુહુ, સાંતાક્રુઝ, ગોરેગામ-વનરાઈ, ખાર અને ઘાટકોપરમાં અનેક ચોરીઓ કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK