અમીર બનવા ભૂતપૂર્વ નગરસેવકની હત્યાનો ભાગ બન્યો કૉલેજિયન

હત્યાનો પ્લાન બન્યા પછી તેને પુણેથી બોલાવવામાં આવ્યો હતો

murder

કાંદિવલીના શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અશોક સાવંતની હત્યાના કેસમાં સમતાનગર પોલીસે મંગળવારે પુણેથી ૧૭ વર્ષના એક કૉલેજિયનની અટક કરી હતી. પોલીસે પૂછપરછ કરીને તેને સુધારગૃહમાં મોકલી આપ્યો હતો. જોકે પૂછપરછ દરમ્યાન આ સગીરે આપેલા બયાનથી ખુદ પોલીસ પણ હેબતાઈ ગઈ હતી. તેણે પોલીસને કહ્યું હતું કે ‘અન્ય આરોપીઓની લાઇફ-સ્ટાઇલથી હું ખૂબ જ ઇમ્પ્રેસ્ડ હતો. મારે પણ અન્ય લોકો જેવી મારી લાઇફ-સ્ટાઇલ બનાવવી હતી, અમીર થવું હતું એટલે હું ગુનાના માર્ગે વળ્યો હતો.’

સંપર્કમાં આવ્યા પછી અન્ય આરોપીઓએ કૉલેજિયનને તેમની પાર્ટીઓમાં બોલાવવાનું શરૂ કર્યું હતું અને તેની ડ્રગ્સ અને દારૂ જેવી બધી માગણીઓને પૂરી કરીને તેને પોતાના ગ્રુપનો એક ભાગ બનાવી દીધો હતો. એ પછી કૉલેજિયનને અમીર બનવું હોવાથી એક આરોપીએ તેને પોતાના અપકમિંગ કામનો હિસ્સો બનાવી મોટો ભાગ આપી પૂરી લાઇફ બદલીને અમીર બનાવવાનું પ્રૉમિસ આપ્યું હતું.

હત્યાનો પ્લાન બની ગયા પછી ફરાર આરોપીઓએ કૉલેજિયનને પુણેથી બોલાવ્યો હતો. હત્યાના ત્રણ દિવસ પહેલાંથી તેમણે અશોક સાવંતની બધી અવરજવર પર નજર રાખી હતી. હોટેલ ઍવેન્યુમાં સમતાનગર રહેવાસી ફેડરેશનના સભ્યો સાથે ડિનર કર્યા બાદ અશોક સાવંત ઍક્ટિવા પર વિનોદ સોનાવણે સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની ઍક્ટિવાને કૉલેજિયને લાત મારીને તેમને પાડી દીધા હતા અને ત્યાર બાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ કેસમાં આ પહેલાં પોલીસે ૩૦ વર્ષના ગણેશ જોગદંડ અને ૩૩ વર્ષના સુહૈલ દોડિયાની ધરપકડ કરી છે જેઓ હાલ પોલીસ-કસ્ટડીમાં છે. જોકે આ કેસના મુખ્ય આરોપીઓ જગદીશ પવાર ઉર્ફે‍ જગ્ગા, અભિષેક માને અને અનિલ વાઘમારે હજી પણ ફરાર છે.

કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં રહેતા ૬૨ વર્ષના  અશોક સાવંત પોતાના મિત્ર વિનોદ સોનાવણે સાથે ૭ જાન્યુઆરીએ બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની પર વીસ વખત હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. એ સમયે કૉલેજિયન ત્યાં જ હાજર હતો. તે પુણેની જાણીતી કૉલેજમાં સાયન્સમાં SYJCમાં અભ્યાસ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK