હવે અફવાઓનો હાહાકાર

મલાડની સ્કૂલમાં જે બાળકીનું શારીરિક શોષણ થયું હોવાની વાત બહાર આવી છે એ કન્યા અવસાન પામી હોવાના સમાચાર વૉટ્સઍપ પર ફરતા થયા : પોલીસ આવી વાત ફેલાવનારને શોધી રહી છે


school


મલાડ (ઈસ્ટ)ની એક જાણીતી સ્કૂલમાં નર્સરીની બાળકીનું શારીરિક શોષણ થવાની બાબત પ્રકાશમાં આવતાં સેંકડો પેરન્ટ્સે આ ઘટનાનો વિરોધ કર્યો અને બાળકીની મમ્મીને સપોર્ટ કર્યો હતો. દરમ્યાન આવા સંવેદનશીલ મામલે વૉટ્સઍપ-ગ્રુપમાં ફેલાઈ રહેલી અફવાઓએ જોર પકડ્યું છે ત્યારે દિંડોશી પોલીસ-સ્ટેશનના અધિકારીઓથી માંડીને કર્મચારીઓનો પેરન્ટ્સને સમજાવતાં નાકે દમ નીકળી ગયો છે, કારણ કે આ કેસની તપાસ ટૂંક સમયમાં પૂરી કરવાનું તેમના પર દબાણ છે. આ બધામાં પેરન્ટ્સનાં વૉટ્સઍપ-ગ્રુપમાં વાઇરલ થતા મેસેજ પોલીસ માટે માથાનો દુખાવો બન્યા છે.

પોણાચાર વર્ષની બાળકીનું ચાર દિવસમાં આઠ વખત શારીરિક શોષણ, ત્રણ દિવસથી બાળકી બેભાન છે, બાળકીથી પીડા સહન ન થતાં તેનું નિધન થયું જેવા અનેક મેસેજ વૉટ્સઍપ-ગ્રુપમાં વાઇરલ થયા છે. બુધવારે દિંડોશી પોલીસ-સ્ટેશને ગયેલા પેરન્ટ્સના મોરચામાં બાળકીની મમ્મીએ વિનંતી કરીને મોબાઇલ પર મેસેજ કરવા કે વિડિયો ઉતારીને તેમની પીડાને ન વધારવાની વિનંતી કરી હતી છતાં બાળકીના ફોટો વાઇરલ થયા હતા. આ બાળકી વિશે વૉટ્સઍપ પર ફરતા તમામ મેસેજ માત્ર અફવા છે એમ જણાવીને દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજારામ વ્હણમાનેએ કહ્યું હતું કે

‘પોલીસ-સ્ટેશનમાં બાળકી જીવે છે કે નહીં એવો પ્રશ્ન પૂછતા ફોન આવતાં અમે આર્યમાં મુકાઈ ગયા છીએ. અમે આ વૉટ્સઍપ-ગ્રુપની તપાસ કરી રહ્યા છીએ. આ પ્રકારની અફવા ફેલાવનાર સામે તેમ જ ગ્રુપ-ઍડ્મિન સામે કાર્યવાહી કરવામાં આવશે. જોકે અત્યારે અમારું સંપૂર્ણ ધ્યાન બાળકીના કેસ પર છે. અત્યારે અમે આરોપી વિરુદ્ધ પુરાવા એકઠા કરી રહ્યા છીએ. આવા સંવેદનશીલ મામલે કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી નહીં કે અફવા પર ધ્યાન આપવું નહીં એવી અમે લોકોને અપીલ કરીએ છીએ.’


આજે સવારે ૧૧ વાગ્યે મીટિંગ

સ્કૂલ-મૅનેજમેન્ટ અને ટ્રસ્ટીઓ પેરન્ટ્સના સપોર્ટમાં છે એમ જણાવતાં સ્કૂલના એક ટ્રસ્ટીએ કહ્યું હતું કે ‘આજે (શુક્રવારે) સવારે ૧૧ વાગ્યે સ્કૂલ-ઑડિટોરિયમમાં મીટિંગ લેવામાં આવશે. આ મીટિંગમાં પેરન્ટ્સે કરેલી માગણીઓ પર ચર્ચા કરવામાં આવશે અને મોટા ભાગની માગણીઓ પૂરી કરવાની અમારી તૈયારી છે. આ મીટિંગમાં પેરન્ટ્સને તેમના બાળકના સ્કૂલના આઇડેન્ટિટી કાર્ડ તેમ જ તેમના આધાર કાર્ડ પર જ એન્ટ્રી આપવામાં આવશે. સ્કૂલ પણ આ પ્રકારના ગુનાઓના વિરોધમાં છે. પોલીસ-તપાસમાં સ્કૂલ-મૅનેજમેન્ટ તેમ જ સ્ટાફની દરેક વ્યક્તિ પોલીસને સહકાર આપી રહ્યાં છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK